મિત્રો આજના સમયે દરેક વ્યક્તિને સુંદર બનવાની ઈચ્છા હોય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ બાબત વધુ જોવા મળે છે. સામાન્ય રીતે તો આંતરિક સુંદરતા જ મહત્વની છે પરંતુ તેમ છતાં આજે સમાજ અને લોકો સુંદરતાને વધારે પ્રાધાન્ય આપે છે જેના કારણે દરેક લોકોની એવી ઈચ્છા હોય છે કે તે સુંદર દેખાય અને છોકરીઓની ખાસ એવી ઈચ્છા હોય છે અને તેના માટે તે મોંઘી ક્રીમો, ફેસપેક તેમજ ફેસવોશ અને સાબુનો ઉપયોગ કરે છે. તો ક્યારેક ચહેરાનો ગ્લો વધારવા માટે પાર્લરમાં જઈને ફેસિયલ, શાઈનર કરાવતા હોય છે.
મિત્રો બ્યુટી પ્રોડક્ટમાં હાનીકારક કેમિકલ ત્વચાને નુકસાન પહોંચાડે છે તો બીજી તરફ પાર્લરમાં કરાવેલ ફેસિયલ અને સાઈનરની ચમક માત્ર અઠવાડિયા સુધી જ દેખાય છે પછી તો ત્વચા ફરીને ડલ થઇ જતી હોય છે. તો અંતે કરેલો ખર્ચ વ્યર્થ જ જવાનો. તો આજે અમે તેના માટે એક જબરદસ્ત સોલ્યુશન લઈને આવ્યા છીએ.
આજે અમે ખુબ જ સરળ અને દેશી ઉપચાર લઈને આવ્યા છીએ જે ઉપચાર જો નિયમિત કરવામાં આવે તો ચહેરાનો ગ્લો એટલો વધશે કે ક્યારેય પાર્લરમાં જવાની જરૂરીયાત નહિ પડે અને આ ઉપચાર એટલો ખર્ચાળ પણ નથી. ઘરમાં જ આ સામગ્રીઓ તમને સરળતાથી મળી રહેશે. આ ઉપરાંત જો તમારા ચહેરા પર ધુળ અને તડકાના કારણે ચહેરા તેમજ ડોકની ત્વચા કાળી પડી ગઈ હોય તો તે પણ નોર્મલ થઇ જશે અને ત્વચામાં ચમક આવી જશે.
મિત્રો આ ઉપચારની સૌથી જબરદસ્ત વાત એ છે કે આ ઉપચાર કોઈ પણ પ્રકારની સ્કીન માટે માફક આવે છે. ત્વચા ડ્રાઈ હોય કે ઓઈલી દરેક વ્યક્તિ આ ઉપચાર કરી શકે છે અને નિયમિત લગાવવાથી ચહેરાનો ગ્લો તો વધશે જ પણ ખીલ અને અન્ય સમસ્યાઓ પણ દુર થશે. મિત્રો આ ઉપચાર સ્ત્રી કે પુરુષ બંને અપનાવી શકે છે તો વધારે સમય ન લેતા ચાલો જાણીએ એકદમ સરળ પરંતુ હાઈલી ઈફેક્ટીવ ઉપચાર.
આ ઉપચાર માટે સૌથી પહેલા એક ટમેટું લઇ લો અને તેને છીણીને તેનું જ્યુસ કાઢી લો. ત્યાર બાદ તેમાં અડધી ચમચી મધ ઉમેરો અને બંનેને બરાબર મિક્સ કરી દો. ત્યાર બાદ તે પેસ્ટ ચહેરા પર લગાવવા માટે તૈયાર છે. જે લોકોની સ્કીન નોર્મલ તેમજ ડ્રાય છે તેમણે આ બે વસ્તુના મિશ્રણનો ઉપયોગ કરવો. અને જે લોકોની ત્વચા ઓઈલી હોય તેમણે આ મિશ્રણમાં અડધી ચમચી લીંબુ ઉમેરીને મિક્સ કરવું ત્યાર બાદ તેનો પ્રયોગ કરવો.
હવે આપણે આ પેસ્ટને કંઈ રીતે લગાવવી તે પણ જાણી લઈએ. તેના માટે સૌથી પહેલા ચહેરાને પાણીથી વડે ધોઈને સાફ કરી લો અને લુછી લો. ત્યાર બાદ તમે બનાવેલી પેસ્ટને ચહેરા પર લગાવો અને હળવા હાથે તેની ફેશિયલની જેમ મસાજ કરો. ત્રણથી ચાર મિનીટ સુધી લગાવ્યા બાદ મસાજ કરવાની છે. ત્યાર બાદ તે પેસ્ટને સુકાવા દો. પેસ્ટ સુકાઈ જાય ત્યાર બાદ ચહેરો સ્વચ્છ અને સાદા પાણીથી સાફ કરી લેવો. પછી તમે કોઈ પણ મોઈસ્યુરાઈઝર ક્રીમ લગાવતા હોવ તે લગાવી દેવી અને ન લગાવો તો પણ ચાલે. તો આ રીતે તમારે નિયમિત દિવસમાં એક વખત પ્રયોગ કરવાનો છે.મિત્રો એક ખાસ વાત કે આ પેસ્ટ ચહેરાની સાથે ગરદન પર પણ અવશ્ય લગાવવી. કારણ કે જો તમે માત્ર ચહેરા પર જ લગાવશો તો થોડા દિવસ પછી ચહેરો ગ્લોઇન્ગ અને રૂપાળો થઇ જશે જ્યારે ગરદન તેની તુલનામાં ડલ લાગશે માટે ગરદન પર પણ અવશ્ય મસાજ કરવી.
તમને જણાવી દઈએ કે ટમેટા ઓપન સ્પોર્સને બંધ કરે છે અને ત્વચાને ગોરી બનાવે છે.. જ્યારે મધ એક મોઈસ્યુરાઈઝર અને કલીન્સરનું કામ કરે છે. માટે આ પેસ્ટ લગાવવાથી થોડા દિવસ બાદ ચહેરો એકદમ ચમકદાર અને ગોરો બની જાય છે. આ સાથે ખીલની કે ડાઘની સમસ્યા દુર થાય છે તેમજ આ પ્રયોગ ત્વચાના મૃત કોશિકાઓને દુર કરી નવી કોશિકાઓ વિકસાવે છે. જેથી ત્વચાને એકદમ યુવાન અને ચમકદાર બને છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી