માત્ર ૩૦ સેકન્ડ સુધી કરો આ આસન બદલાઈ જશે તમારું શરીર | જાણો કઈ રીતે અને ક્યારે કરવું આ આસન

💁 સુંદરતા અને તંદુરસ્તીનું રાજ ભુજંગાસન…. 💁

🚶‍♀️ મિત્રો આજ કાલ મેન્ટલી અને ફિઝીકલી બંને રીતે ફીટ રહેવું તે એક મોટી ચેલેન્જ છે. કારણ કે આજની જીવનશૈલીના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ બગડતું ગયું છે. એટલુ જ નહિ પરંતુ યુવાનોને સુંદર દેખાવા માટે કૃતિમ પ્રયોગો કરવા પડે છે. જ્યારે પહેલાના સમયમાં લોકો કોઈ પણ કૃત્રિમ પ્રયોગો વગર પણ સુંદર દેખાતા અને તેમની આદર્શ જીવનશૈલીના કારણે તેઓ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત પણ રહેતા.

🚶‍♀️ આજે અમે તમને જે આસન જણાવવા જઈ રહ્યા છીએ, તેને જો તમે નિયમિત રીતે કરશો તો તમારી શારીરક સમસ્યાઓ પણ દુર થશે. તેમજ તે તમારા શરીરને એક સારો શેપ પણ આપશે તેમજ તમને સુંદર પણ બનાવશે. તો ચાલો જાણીએ આ આસન કરવાની વિધિ અને તેના અન્ય ફાયદાઓ . 🚶‍♀️ ભુજંગ એટલે સાપ. ફેણ ઉઠાવેલા સાપની જેવો આ આસનનો પોઝ હોય છે. માટે તેને ભુજંગાસન અથવા કોબ્રાપોઝ પણ કહેવામાં આવે છે.

👉 ભુજંગાસન કરવાની વિધિ:

🏃‍♀️ ભુજંગ આસન કરવા માટે સૌપ્રથમ પેટના બળે ઉંધા સુઈ જાવ. ત્યારબાદ બંને પગને લાંબા કરી દો અને દાઢી જમીનને અડાડી દો, બંને હાથની હથેળીઓ જમીન પર લગાવી દેવી.(યાદ રાખો કે તમારા બંને હાથની હથેળીઓ જમીન તરફ હોવી જોઈએ અને બંને કોણીઓ સીધી આકાશ તરફથી  વળેલી હોવી જોઈએ.)

🏃‍♀️ ભુજંગ આસન કરતા સમયે એક ખાસ ધ્યાન રાખવું કે તમારા બંને હાથના પંજા હંમેશા ખભાની બરાબર નીચે જમીન પર લાગેલા હોવા જોઈએ. તમારું માથું જમીનને અડાડી દો, ત્યાર બાદ તમારી આંખો બંધ કરીને શ્વાસ ભરતા ભરતા મોઢાને ઉપર લઇ જાવ અને ત્યાર બાદ ધીમે ધીમે ગરદનને આકાશ તરફ લઇ જાઓ. ત્યાર પછી છાતીને ધીમે ધીમે ઉપર લઇ જાઓ અને ત્યાર બાદ પેટના ભાગને ધીમે ધીમે ઉપરની બાજુ લઇ જાવ.

🏃‍♀️ હવે ગરદન ઉપર રાખીને પીઠને પાછળની બાજુ નમાવો. ઉપર થાવ ત્યારે શરીર પર જોર લગાવવું. હાથો પર ઓછું બળ લગાવવું. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તમારા બંને પગને જમીન પર લગાવી સામાન્ય ગતિથી શરીરના આગળના ભાગને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરવાનો છે.

🏃‍♀️ ભુજંગ આસનની આ મુદ્રા પર પહોંચ્યા બાદ બંને આંખો ખોલવી અને સામાન્ય ગતિથી શ્વાસ લેવો અને છોડવો. તે જ સ્થિતિમાં 20 થી 30 સેકેન્ડ રહો ત્યાર બાદ ધીમે ધીમે શરીરને નીચે લાવવાનું છે. શરૂઆતની જે પેટના બળે સીધા સુઈ જવાની મુદ્રા છે તે મુદ્રા પર આવી જવું. હાથ જમીન પર લગાવીને વિશ્રામ કરવો. જેટલો સમય આસન કરવામાં લાગ્યો હોય એટલો વિશ્રામ કરવો.

👩‍💼 શરૂઆતમાં આ આસન ત્રણ વાર જ કરવું. અભ્યાસ કર્યા બાદ તેની સંખ્યા 5 થી લઈને 21 સુધી કરી શકો છો. એક વાત ખાસ ધ્યાન રાખવી કે ભુજંગ આસનની સ્થિતિમાં 20 થી 30 સેકંડ રોકાવું ત્યાર બાદ તમે ક્ષમતા મુજબ સમય વધારી શકો છો. પરંતુ શરીર પર અધિક કષ્ટ થાય તો વધારે સમય રોકાવું તે હાનીકારક થઇ શકે છે.  👩‍💼 ભુજંગ આસનના ફાયદાઓ જાણી લઈએ. જો આ આસન રોજે કરવામાં આવે તો મહિલાઓને માસિક ચક્ર સંબંધી સમસ્યાઓમાં લાભ મળે છે. તેમજ પ્રજનન સંબંધી રોગ દુર થાય છે.

👩‍💼 ભુજંગ આસન કરવાથી પીઠના હાડકા મજબુત બને છે, કબજીયાત દુર રહે છે, ગેસની સમસ્યા દુર થાય છે, તેમજ પાચનતંત્ર મજબુત બને છે અને પેટમાં જામેલી વધારાની ચરબી પણ દુર થાય છે, કરોડરજ્જુ લચીલી બને છે. મિત્રો પેટની સમસ્યા ગાયબ થતા સુંદરતા આપોઆપ વધારો થવા લાગે છે.

👩‍💼 ભુજંગ આસન દમ અને અસ્થમાના રોગી માટે, તેમજ ગળાની અને શ્વાસની અન્ય સમસ્યાઓને દુર કરે છે. પરંતુ જ્યારે અસ્થમા કે દમનો દોરો પડ્યો હોય ત્યારે આ આસન ન કરવું હિતાવહ રહે છે. કીડની તેમજ લીવર સ્વસ્થ રહે છે અને શ્વસન ક્રિયામાં સુધારો આવે છે. દિવસ દરમિયાન બેસીને કામ કરતા લોકોના પેટ અને કમરની આજુબાજુ ચરબી જમા થઇ જતી હોય છે. તે જો નિયમિત ભુજંગ આસન કરે તો ઝડપથી તે ચરબી દુર થાય છે.

👉 મિત્રો આ આસન કરવા સમયે રાખવી પડતી સાવધાની નીચે પ્રમાણે છે.👉

🚶‍♀️ 1 – આ આસન કરતા સમયે હાથ પર વધારે બળ ન આવવા દેવું. તેમજ બંને હાથો પર એક સમાન બળ આવવું જોઈએ. 🚶‍♀️ 2 – આસન કરતા સમય ખભાને સંકોચવાના નથી અને બની શકે તો તેને વધારે ફેલાવીને રીલેક્સ કરવાના છે. આસન કરતા સમયે મુખ પ્રસન્ન રાખવું ખુબ જ જરૂરી છે. આનંદ અનુભવવો તેમજ ક્ષમતાથી વધારે બળ પ્રયોગ ન કરવો.  🚶‍♀️ 3 – ગંભીર પ્રકારના કમર દર્દ તેમજ પેટમાં દુખાવો રહેતો હોય તો આ આસન ન કરવું.

🚶‍♀️ 4 – સારણ ગાંઠના દર્દીઓએ આ આસન બિલકુલ ન કરવું. અલ્સરના રોગી તેમજ ગર્ભવતી મહિલાઓએ આ આસનનો પ્રયોગ ન કરવો. મહિલાઓએ માસિક સ્ત્રાવના દિવસો ચાલતા હોય ત્યારે આ આસન ન કરવું.🚶‍♀️ 5 – શરીરમાં કોઈ ઓપરેશન કરાવેલું હોય તો ડોક્ટરની સલાહ લીધા બાદ આ આસન કરવું. જે લોકોને પાંસળી કે કાંડા નબળા હોય તેમજ તેમાં કોઈ વાર ક્રેક થયેલ હોય તો આ આસન ન કરવું.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment