અખરોટની છાલથી મફતમાં જ વધારો વાળ અને ચહેરાની સુંદરતા, જાણો ઉપયોગની રીત બચી જશે નાના મોટા અનેક ખર્ચા…

દરેક વ્યક્તિ પોતાની સુંદરતા વધારવા માંગે છે આથી તેઓ અનેક વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જો કે તમે અમુક વસ્તુઓનું સેવન કરીને સુંદરતા વધારી શકો છો. તો કયારેક અમુક વસ્તુનો બહારી ઉપયોગ પણ કરી શકો છો. આવી જ રીતે તમે અખરોટનો ઉપયોગ કરીને પોતાની સુંદરતા વધારી શકો છો.

ભારતીય ઘરોમાં ડ્રાય ફ્રૂટ્સની ઘણી વેરાઇટી હોય છે, કારણ કે તે પકવાનોનો સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. તેમાં રહેલા ગુણ ત્વચાને ગ્લોઇંગ કરવામાં મદદ કરે છે. ડ્રાય ફ્રૂટ્સમાં અખરોટનો ઉપયોગ અલગ-અલગ પ્રકારે કરવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન એ અને ઓમેગા-3 ફૈટી એસિડ શુષ્ક ત્વચાને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી રંગ પણ ગોરો થાય છે.

અખરોટની સાથે સાથે તેની છાલ પણ ત્વચા માટે અસરકારક રીતે કામ કરે છે. જી હા મિત્રો, જે છાલને લોકો બેકાર સમજે છે, વાસ્તવમાં તે સ્કિનને ઘણા પ્રકારે ફાયદાઓ પહોંચાડે છે. જણાવી દઈએ કે, ભારતીય ઘરોમાં એવી ઘણી બેકાર પડેલી વસ્તુઓ હોય છે કે જે, સુંદરતા વધારવામાં કામ આવે છે. અખરોટની છાલ તેમાંથી જ એક છે. જો તમે આ સાંભળીને હેરાન હોય તો, આજે અમે તમને જણાવીશું કે, તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે.

અખરોટની છાલને સુંદરતા વધારવા માટે એક જ નહિ, પરંતુ ઘણા પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે. બ્યુટી રુટીનમાં તેને સમાવિષ્ટ કર્યા પછી તમારે અન્ય કોઈ વસ્તુની જરૂરિયાત રહેતી નથી. આવો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.

વાળને મજબૂત બનાવે છે આ હોમમેડ ઓઈલ : વાળને હેલ્થી બનાવવા માટે તેલ મુખ્ય ભૂમિકા ભજવે છે. તેવામાં અખરોટની છાલથી બનેલ આ હોમમેડ ઓઈલ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. વાળ ખરતા હોય અથવા તો, શુષ્ક અને બેજાન હોય તો આ ઓઈલને તમારા હેર કેર રુટિનમાં જરૂરથી સમાવિષ્ટ કરવું જોઈએ. તે માટે કોઈ રેગ્યુલર ઓઈલ લો અને, તેને તાળવામાં રાખીને ગરમ થવા મૂકી દો. જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમાં, ડ્રાય આમળા અને અખરોટની છાલ ઉમેરવી. 10 આમળાના ટુકડા અને અખરોટની છાલને મિક્સ કરી લો. જ્યારે બંને સરખી રીતે બની જાય અને તેનો કલર બદલાઈ જાય એટલે ગેસ બંધ કરી લો અને તેલ ગાળીને સ્ટોર કરી લો.

વધારાના વાળથી મળશે છૂટકારો : ચહેરા પર ઘણા વાળ હોય છે, ઘણા લોકો તેને કલર કરવા માટે બ્લીચ લગાડે છે. જો કે, કેમિકલ યુક્ત વસ્તુઓના બદલે તમે ઇચ્છો તો નેચરલ રીત પણ અજમાવી શકો છો. ચહેરા પર રહેલા વધારાના વાળથી છૂટકારો મેળવવા માટે અખરોટ અસરકારક સાબિત થઈ શકે છે. પેક બનાવવા માટે પહેલા અખરોટની છાલને ગેસ પર રાખીને બાળી લો, જેથી તેનો પાવડર તૈયાર થઈ જાય. હવે એક ચમચી પાવડર બાઉલમાં લો અને તેમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો, અને 12 કલાક માટે છોડી દો. હવે તમારા ચહેરા પર એપ્લાઈ કરીને ધીરે ધીરે રબ કરો. થોડા દિવસ સુધી લગાડવાથી તમને ફર્ક જોવા મળશે.

માત્ર બે વસ્તુઓથી બનાવો સ્ક્રબ : અખરોટની છાલનો ઉપયોગ સ્ક્રબની રીતે પણ કરી શકાય છે. તે માટે પહેલા તેનો પાવડર બનાવી લેવો. ચહેરા મુજબ એક બાઉલમાં તેનો પાવડર લો અને તેમાં એલોવેરા જેલ મિક્સ કરો. હવે તેનાથી સ્ક્રબ કરો. ચહેરા સિવાય તમે ચાહો તો તેને બોડી પર પણ એપ્લાઈ કરી શકો છો.

સ્કેલ્પને એક્સફોલીએટ કરે : ત્વચાની સાથે સાથે સ્કેલ્પને પણ એક્સફોલીએટ કરવાની જરૂર રહે છે. તે માટે એક બાઉલમાં બે ચમચી તેનો પાવડર લો અને તેમાં નારિયેળનું તેલ મિક્સ કરો. હવે તેનાથી એક્સફોલીએટ કરો. જો સ્કેલ્પ ઓઈલી હોય તો તેલની જગ્યાએ દહીંનો ઉપયોગ કરવો. આવું અઠવાડિયામાં એક વખત કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment