બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ જણાવ્યું છે કે તે ચહેરાના નિખાર માટે કોઈ મોઘું બ્યુટી પ્રોડક્ટનું ઉપયોગ નથી કરતી, પણ ઘરમાં રહેલ એક સામાન્ય વસ્તુ લગાવે છે. બોલીવુડમાં પા-પા પગલી કરતી કિયારા અડવાણી હાલ રિલીજ થયેલ પોતાની શેરશાહને ફિલ્મને લઈને ખુબ જ ચર્ચામાં છે.
એક્ટિંગ સિવાય લોકો તેની સુંદરતાના પણ દીવાના છે. પછી વાત એમ. એસ. ધોની ફિલ્મની હોય કે કબીર સિંહની, કિયારાના માસુમ ચહેરો અને એક્ટિંગ ને લીધે તે દરેકનું ધ્યાન પોતાના તરફ ખેચી લે છે. હાલમાં એક ઈન્ટરવ્યું દરમિયાન 27 વર્ષીય કિયારા એ પોતાની સુંદરતાના રાજ ખોલ્યા છે.
ચહેરા પર શું લગાવે છે કિયારા અડવાણી : એક ઈન્ટરવ્યૂમાં કિયારા અડવાણી એ જણાવ્યું છે કે, તે પોતાના ચહેરા પર ટમેટાની પેસ્ટનો ઉપયોગ કરે છે. સાથે જ તે બીજા લોકોને પણ આનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
ત્વચા માટે ટમેટા કેમ ખાસ ગણવામાં આવે છે : તંદુરસ્તી માટે લાલ ટમેટા ખુબ જ લાભકારી માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ આ વિશે જણાવે છે કે ટમેટામાં એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન સી પ્રચુર માત્રામાં રહેલ છે. આ શાકભાજીમાં લાઈકોપીન હોય છે, જે સ્કીન માટે નેચરલ સનસ્કીન સાબિત થાય છે.
ચહેરા પર કેવી રીતે કામ કરે છે ટમેટા : ટમેટાના ઉપયોગથી એક્સેસ ઓઈલ સ્કીનમાંથી નીકળી જાય છે. ત્વચામાં ચમક આવે છે, અને ડેડ સ્કીન દુર થાય છે. ચહેરા પરના ખીલથી છુટકારો મળે છે. વધતી ઉંમરની નિશાનીઓ ચહેરા પર જલ્દી નજર નથી આવતી. સ્કીન ટોન સારો બને છે, સન ડેમેજ થી સુરક્ષા મળે છે. સ્કીન ઇરીટેશન અને હાઇપરપીગ્મેટેશન ની સમસ્યા દુર થાય છે.
કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ : સ્કીન માટે ટમેટા ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આં માટે તમે ટમેટામાંથી ફેસ માસ્ક બનાવી શકો છો. સૌથી પહેલા એક વાસણમાં એક ચમચી ટમેટા અને કાકડીનો રસ મિક્સ કરો, સાથે જ એક ચમચી ઓટ્સ નાખો. તેને મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ ફેસ પેક ખીલની સમસ્યાથી પરેશાન લોકો માટે ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય ટમેટા, નાળીયેર તેલ અને દહીંથી બનેલ ફેસ પેકનો ઉપયોગ પણ ખુબ જ લાભકારી માનવામાં આવે છે.
આમ તમે ઘરે ટમેટામાંથી બનેલ ફેસ માસ્કનો ઉપયોગ કરીને સ્કીનને ચમક આપી શકો છો. તેમજ ખીલ અને ડાઘ જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ફેસ પેક તમને ખુબ જ મદદ કરી શકે છે. અને તમારી સ્કીનને લાંબી ઉંમર સુધી ચમકદાર રાખી શકે છે. ચહેરાની ચમક બનાવી રાખવા માટે ટમેટાનું સેવન પણ ખુબ જ લાભકારી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી