💁 જાણો અમૃત સમાન સાબિત થાય છે આ વસ્તુનો રસ…. ફાયદા જાણીને તમે પણ હેરાન રહી જશો… 💁
🌰 મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે. તેમાં પણ જો ડુંગળીનો રસ કાઢીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તે આપણને બે ગણા ફાયદા આપી શકે છે. ડુંગળીનો રસ અનેક બીમારીઓને દૂર ભગાડવા માટે અને તંદુરસ્ત રહેવા માટે ખુબ ઉપયોગી છે. આમ સામાન્ય રીતે ડુંગળીનો રસ એ ઘરગથ્થુ ઈલાજ પણ છે.
🌰 મિત્રો ઉનાળામાં ખુબ જ ગરમી પડવાના કારણે લૂ લાગવાની શક્યતા ખુબ વધી જાય છે. આમ લુ લાગવાના કારણે ઝાડાઉલ્ટી પણ થતા હોય છે. આ સમયે ડુંગળીનો રસ અમૃત સમાન છે. ડુંગળીના રસને હાથ, પગ અને માથા પર લગાડવાથી લૂનો પ્રભાવ તમારા શરીરમાંથી ઘટતો જાય છે. આથી તમારા શરીરનું તાપમાન સામાન્ય થાય છે.
🌰 મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા વધુ જોવા મળે છે. તેથી વાળમાં ડુંગળીનો રસ લગાડવાથી વાળ મૂળમાંથી મજબૂત થાય છે અને વાળ ખરવાની સમસ્યા થતી નથી. અમુક મહિલાને વાળનો ગ્રોથ પણ ખુબ ઓછું હોય છે. તેથી જો તમારે વાળનો ગ્રોથ કરવો હોય તો ડુંગળીના રસને રોજ લગાવવાથી વાળ ઝડપથી ગ્રોથ થઇ શકે છે.
👩💼 ફેફસાને સ્વસ્થ રાખવા માટે ડુંગળીના રસનો ઉપયોગ થાય છે, ડુંગળીનો રસ પેટ સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. જો તમને શ્વાસ લેવામાં કંઈ પ્રોબ્લમ થતી હોય તો તેના માટે ડુંગળીનો રસ ઉપયોગી સાબિત થાય છે.
👩💼 મધમાખીએ ડંખ ભર્યો હોય તો ડુંગળીના રસથી તેની પીડા અમુક હદ સુધી ઘટાડી શકાય છે. આ ઉપરાંત જો વીંછીએ ડંખ માર્યો હોય તો તાજો ડુંગળીનો રસ અથવા તેની પેસ્ટને લગાડવાથી રાહત મળે છે. અને હા, બીજા જીવજંતુએ ડંખ માર્યો હોય તો ડુંગળીના રસનો ઉપયોગ કરી શકાય છે. ડુંગળીની ગંધથી ઘરમાં રહેલા જીવ જંતુઓ દૂર ભાગે છે.
👩💼 જે વ્યક્તિને કાનમાં દુખાવો રહે છે એ લોકોને ડુંગળીનો રસ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે રૂ ની મદદથી ડુંગળીના રસના એકાદ બે ટીપા કાનમાં નાખવાથી કાનમાં થતા દુખાવામાં રાહત મળે છે.
👩💼 ડુંગળીના રસને ગુલાબ જળ સાથે મિક્સ કરીને આંખમાં બે ટીપા નાખવાથી આંખને લગતી સમસ્યાઓ નિવારી શકાય છે. પરંતુ અમે તમને એક ખાસ વાત જણાવી દઈએ કે આંખ સંબંધિત બાબતો માટે કોઈ આયુર્વેદિક સાથે પૂછપરછ કરી લેવી.
👩💼 ડુંગળીના રસ, મધ અને ઓલિવ ઓઈલનું મિશ્રણ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ દૂર થાય છે. ડુંગળીનો રસએ ખીલના કારણે આવેલ સોજા અને લાલાશને દૂર કરવા માટે ઉપયોગી છે.
🌰 ડુંગળીના રસને સફેદ વાળ પણ લગાડવામાં આવે તો ધીમે ધીમે વાળ કાળા થાય છે. તાવ, શરદી, ઉધરસ મટાડવા માટે ડુંગળીના રસનો ઉપયોગ થાય છે. ડુંગળીના રસને મધ સાથે લેવાથી એનર્જીમાં વધારો થાય છે.
🌰 સફેદ ડુંગળીનો રસ, મધ, આદુ અને ઘીનું મિશ્રણ કરી ૨૧ દિવસ સુધી પીવાથી નપુંસકલિંગતાને દૂર કરી શકાય છે. શારીરિક સંબંધોમાં સુધાર લાવવા માટે પણ ડુંગળીના રસનો ઉપયોગ થાય છે. ૧ ચમચી આદુના રસને ડુંગળીના રસ સાથે મિક્સ કરી દિવસમાં ત્રણ વખત લેવાથી શારીરિક સંબંધોમાં સુધાર આવે છે.
🌰 હવે ડુંગળીનો રસ કેવી રીતે બનાવવો તે પણ અમે જણાવી દઈએ. તે માટે એક બે નંગ ડુંગળી લઈ મીક્ષ્યરમાં પીસી લો. પીસાઈ ગયા બાદ તેને એક કપડામાં રાખી દબાવી તેમાંથી રસ કાઢી લો. આમ તમે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકશો.
🌰 તો મિત્રો તમને ડુંગળીના રસનાં ફાયદા ખુબ લાભદાયક સાબિત થાય તેવી આશા રાખીએ છીએ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી