🧖♀️ ઘરે જ બનાવો કેમિકલ ફ્રી પ્રાકૃતિક કંડીશનર અને વાળને બનાવો એકદમ સિલ્કી : 🧖♀️
મિત્રો વાળ આપણી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. પરંતુ આજે આપણે એવા કેમિકલ પ્રોડક્ટસનો ઉપયોગ કરીએ છીએ કે જાણતા અજાણતા આપણા વાળને ખૂબ જ નુંકશાન પોહ્ચાડે છે. આ ઉપરાંત આપણા ખોરાકમાં પણ હવે ફાસ્ટફૂડ વધારે ખવાઈ રહ્યા છે. જેથી વાળ માટે જરૂરી આપણા શરીરમાં પોષકતત્વો પર્યાપ્ત નથી થતા. પરંતુ છોડો હવે મોંઘા કંડીશનરનો ઉપયોગ અને અટકાવો તમારા વાળને થતું કેમિકલ નુંકશાન. મિત્રો માત્ર બે જ વસ્તુની મદદથી તમે એકદમ ૧૦૦ શુદ્ધ પ્રાકૃતિક કંડીશનર બનાવી શકો છો.
શું તમારા વાળ ખૂબ જ ડ્રાય, બેજાન થઇ ગયા છે તો તમે આ પ્રાકૃતિક કંડીશનર જરૂર અપનાવો અને મેળવો સિલ્કી વાળ. આ કંડીશનર તમારા વાળને સિલ્કી તો બનાવશે પરંતુ સાથે સાથે તમારા વાળમાં ખોડો થઇ ગયો હશે તો તે પણ દૂર થશે તેમજ તમારા વાળ બે મોઢા વાળા થઇ ગયા હોય તો તેમાં પણ સુધાર આવશે. તેમજ આ પ્રયોગ તમારા વાળને તૂટતા અને ખરતા અટકાવશે. જેથી તમારા વાળ એકદમ સારા અને સૂંદર રહેશે
મિત્રો તમારે કંડીશનર બનાવવા માટે જોઇશે કોકોનેટ મિલ્ક એટલે કે નારિયેળનું દૂધ અને તે પણ ખાંડ અને કોઈ પણ ફ્લેવર વગરનું. તે તમને મોટી દૂકાનમાં તથા કોઈ મોટા મેડીકલમાં મળી રહેશે. અને ન મળે તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે ખૂબ જ સરળતાથી નારિયેળનું દૂધ બનાવી શકો છો. તો કંડીશનર બનાવવાની રીત જાણતા પહેલા નારિયેળનું દૂધ કંઈ રીતે બનાવવું તે જાણી લઈએ .
🥥 નારિયેળનું દૂધ બનાવવાની રીત:- 🥥🥥 તેના માટે જોઇશે એક પાકું પાણી વાળું નારીયેર અને એક કપ ગરમ પાણી. 🥥 નારિયેળ લઇ તેના છોતરા ઉખાડી લો. 🥥 અને ત્યાર બાદ નારિયેળનું પાણી કાઢી લો. 🥥 હવે નારિયેળને એટલે કે ટોપરાને છરીની મદદથી કાઢી લો. હવે તે ટોપરાને નાના નાના પીસમાં કાપી લો.
🥥 હવે તે નારિયેળના ટૂકડાને મીક્ષ્યરમાં નાખી લો અને તેમાં એક કપ ગરમ પાણી નાખી દો. 🥥 હવે બે થી ત્રણ મિનીટ સુધી તેને મીક્ષ્યરમાં પીસી લો. 🥥 ત્યાર બાદ તેને ગાળીને કાઢવાનું છે. તેના માટે તમારે એક તપેલી પર એકદમ સાફ અને ચોખું કપડું રાખવાનું છે. કપડું એવું લેવાનું જેમાંથી દૂધ સરળતાથી ગળાઈ જાય.
🥥 હવે તપેલી પર તે કપડું રાખી દો. અને તેની ઉપર મીક્ષ્યરમાં રહેલ મિશ્રણ નાખી દો હવે કપડાના બધા છેડા ભેગા કરી તે પેસ્ટને દબાવી દબાવીને તેનું દૂધ કાઢી લો. તમારાથી જેટલું દબાવાય તેટલું દબાવીને દૂધ કાઢી લો.
🥥 હવે તે તપેલીમાં તૈયાર છે તમારું કોકોનેટ મિલ્ક અને તે પણ એકદમ શુદ્ધ.તમે આ દૂધને બે દિવસ સુધી સ્ટોર કરી શકો છો. 🥥 કોકોનેટ મિલ્ક બનાવ્યા બાદ હવે જોઈએ કે કંઈ રીતે કોકોનેટ મિલ્કનો ઉપયોગ કરીને તમે ઘરે એકદમ સરળતાથી પ્રાકૃતિક કંડીશનર બનાવી શકો છો.
👩🔬 પ્રાકૃતિક કંડીશનર બનાવવાની રીત:- 👩🔬
🥥 સૌપ્રથમ એક વાસણમાં 200ml કોકોનેટ મિલ્ક એટલે કે નારિયેળનું દૂધ લઇ લો. (નારિયેળના દૂધમાં વિટામીન ઈ હોય છે જે તમારા વાળને સિલ્કી બનાવે છે તેમજ વાળમાં રહેલ ખોડો પણ દૂર કરે છે. આ સાથે તેનાથી માથાને લગતી ઘણી સમસ્યા પણ દૂર થાય છે.)
🌵 હવે તેમાં ત્રણ ચમચી એલોવેરા જેલ નાખવાનું છે જે તમારા વાળને તૂટતા અટકાવશે.(તમે કોઈ પણ બ્રાન્ડેડ એલોવેરા જેલ જેમ કે પતંજલિ વગેરેનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તે ન લેવું હોય તો તમે કુવરપાઠુંમાંથી પણ પ્રાકૃતિક રીતે જેલ કાઢી તેનો પણ ઉપયોગ કરી શકો છો.
🌵 હવે જો તમારા વાળ ખૂબ જ ડ્રાય અને રફ થઇ ગયા છે તો તમે તેમાં વિટામીન ઈ ની ચાર કેપ્સુલ પણ તોડીને નાખી શકો છો. તેમાં કેપ્સુલને વચ્ચેથી તોડી અંદરનો પદાર્થ જ નાખવાનો છે. પરંતુ મિત્રો આ વિટામીન ઈ ની કેપ્શુલ એકદમ વૈકલ્પિક છે. તમે તેને ન નાખો તો પણ ચાલે.
🌵 હવે તેને ચમચીની મદદથી બરાબર હલાવીને મિક્સ કરી દો.
🌵 મિક્સ કર્યા બાદ તેને બે કલાક સુધી ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દો.
🌵 બે કલાક બાદ તેને તમે બહાર કાઢશો એટલે તે થોડું ઠીક થઇ જશે અને તેનું ટેક્સચર પણ ક્રીમી થઇ જાશે.
🌵 હવે તેને ચમચીની મદદથી એક સાફ અને ચોખી પ્લાસ્ટિક બોટલમાં ભરી દો.
🌵 તમે આ કંડીશનરને પાણી અને ગરમીથી દૂર રાખીને બે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.
🌵 આ કંડીશનરનો ઉપયોગ તમારે અઠવાડિયામાં બે વાર કરવાનો છે. વાળને શેમ્પૂ કે સાબુથી ધોયા બાદ આ કંડીશનર લગાવી લેવાનું છે. બધે જ લગાવવાનું વાળમાં મૂળમાં પણ અને નીચેના વાળ સસુધી પણ. કારણ કે આ એકદમ પ્રાકૃતિક છે એટલે કોઈ જાતનું નુંકશાન થશે નહિ.
🌵 બધી જ બાજુ વાળમાં કંડીશનર લગાવ્યા બાદ તેને ૧૫ મિનીટ સુધી રાખી મૂકો અને ત્યાર બાદ સાદા પાણીથી વાળને ધોઈ લો. (જો તમને અઠવાડિયામાં બે વખત કંડીશનર કરવાનો સમય ન મળે તો તમે એક વાર પણ પ્રયોગ કરી શકો પરંતુ એક વાર પ્રયોગ કરો ત્યારે તમારે તેને વાળમાં લગાવ્યા બાદ ત્રીસ મિનીટ સુધી રાખવાનું રહેશે.)
🌵 તમને આ પ્રયોગ નિયમિત અઠવાડિયામાં એક કે બે વાર કરશો ત્યાર બાદ તમને ખૂબ જ સારું પરિણામ મળશે.
(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ. (૩) ગુડ (૪) એવરેજ