સ્ત્રીઓ ખાસ વાંચે….. શરીરના આ રોગ પાછળ તમારી લીપ્સ્ટીક છે જવાબદાર .. જાણો લીપ્સ્ટીક થી કેવા રોગ થાય છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 સ્ત્રીઓ ખાસ વાંચે….. તમે જે લીપસ્ટીક લગાવો છો તે તમારા માટે ઝેર પણ સાબિત થઇ શકે છે… 💁

💄 મિત્રો લીપસ્ટીક એક સ્ત્રીની સુંદરતા પર ચાર ચાંદ લગાવે છે. એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે રોજ લાખો મહિલાઓ ઘણીવાર દિવસ દરમિયાન લીપસ્ટીક લગાવે છે. કારણ કે આ વસ્તુ એવી છે કે જેને લગાવવાનો શોખ દરેક મહિલાને હોય છે. કારણ કે લીપસ્ટીક એક એવું સૌંદર્ય સુશોભન છે કે, જે મહિલાના ચહેરાની શોભા બે ગણી વધારી દે છે. પરંતુ કદાચ જ તમે એ જાણતા હશો કે આ લીપસ્ટીક સ્વાસ્થ્ય માટે ઘણી નુકશાનદાયક સાબિત થાય છે.

Image Source :

💄 યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયા એ પોતાના એક અભ્યાસ ઊપરથી એવું કહેલું છે કે તમારી લીપસ્ટીક કોઈ ઝેરથી કમ નથી. તેના દ્વારા કેન્સર સહીત ઘણી ગંભીર બીમારીઓ થવાની સંભાવના રહે છે. હવે તમે જ નક્કી કરો કે તમે હોંઠ પર લીપસ્ટીક લગાવો છો કે ઝેર.

💄 લીપસ્ટીકમાં એક લેડ હોય છે જે એક ન્યુરો ટોક્સીન હોય છે જેના કારણે આપણને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવાની સંભાવના વધે છે. જો કે દરેક લીપસ્ટીકમાં લેડ નથી હોતું પરંતુ સામાન્ય રીતે તો હોય જ છે અને લીપસ્ટીકની બ્રાંડ પોતે પેકેટ પર આવું લખતી નથી કે તેમાં લેડ છે કે નહિ અથવા તો લેડનું પ્રમાણ કેટલું છે વગેરે. પરંતુ તે વાત પર કોઈ શક નથી કે લીપસ્ટીક તમારા હોઠના માધ્યમથી તમારા પેટમાં જાય છે અને પછી તે અનેક રોગોનું કારણ બની શકે છે.

Image Source :

💄 યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયાએ એક રીસર્ચ દ્વારા સાબિત કર્યું છે કે જો કોઈ મહિલા એક દિવસમાં બે થી છ વખત લીપસ્ટીક લગાવે છે તો દિવસ દરમિયાન તે ઓછામાં ઓછી ૮૭ મીલીગ્રામ લીપસ્ટીક એબસોર્બ કરે છે. લાલ અને ઘાટા રંગની લીપસ્ટીકમાં ધાતુનું પ્રમાણ વધુ હોય છે જેથી તે લીપસ્ટીક પેટમાં જઈને શરીરને નુકસાન પહોંચાડે છે.

Image Source :

💄 સૌથી વધારે ખતરનાક લીપસ્ટીક ઘાટા રંગની જ સાબિત થાય છે તેની આડ અસર આપણા શરીરના અન્ય અંગો પર જોવા મળે છે જેમ કે લીપસ્ટીકની વિપરીત અસર કીડની પર થાય છે. લીપસ્ટીકને બનાવવા માટે શિશુ, મેગ્નેશિયમ, કેડમિયમ, ક્રોમિયમ અને એલ્યુમીનીયમ જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે તમારા સ્વાસ્થ્યને હાની પહોંચાડે છે અને એટલું જ નહિ પરંતુ તે શરીરના આંતરિક અંગોને પણ નુકસાન પોંહચાડે છે.

Image Source :

💄 જે લીપસ્ટીકમાં કેડમિયમ હોય તે કીડનીને ખરાબ કરે છે અને તે પેટમાં ગાંઠ થવાનું કારણ પણ બની શકે છે. આ ઉપરાંત તેને બનાવા માટે મિનરલ્સ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ત્વચાના રોમ છિદ્રો બંધ થઇ જાય છે. તેમાં ઉપયોગમાં લીધેલ એલ્યુમીનીયમથી પેટમાં અલ્સર પણ થઇ શકે છે. લીપસ્ટીકમાં લેડનો ઉપયોગ થાય છે જે કેન્સર જેવી જાનલેવા બીમારીઓનું કારણ પણ બની શકે છે. લીપસ્ટીક મહિલાઓના સ્તન કેન્સરનું કારણ બને છે અને તે સાથે તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટાડે છે.

Image Source :

💄 મિત્રો આપણા હોંઠની ત્વચા ખુબ જ સેન્સીટીવ હોય છે અને લીપસ્ટીકમાં લેવાયેલ અન્ય કેમિકલ આપણી સેન્સીટીવ ત્વચાને નુકસાન પહોંચાડે છે. જેનાથી ત્વચા, આંખ અને ગાળામાં બળતરા એલર્જી વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોઈ પણ લીપસ્ટીક ખરીદતા પહેલા તેના ઇન્ગ્રીડીયન્ટસ જરૂર વાંચી લેવા ત્યારબાદ જ લીપસ્ટીક ખરીદવી. ઘણી બ્રાંડ પોતાની પ્રોડક્ટમાં ઇન્ગ્રીડીઅન્ટસનો ઉલ્લેખ નથી કરતી એટલે ખરીદતા પહેલા તપાસી લેવી.

💄 તો  બને ત્યાં સુધી મહિલાઓએ લીપસ્ટીકનો ખુબ ઓછો ઉપયોગ કરવો જોઈએ અને આ આર્ટીકલ દરેક મહિલા સુધી પહોંચે તે હેતુથી વધુ શેર કરો જેથી મહિલાઓ આ અગત્યની માહિતી જાણી શકે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

1 thought on “સ્ત્રીઓ ખાસ વાંચે….. શરીરના આ રોગ પાછળ તમારી લીપ્સ્ટીક છે જવાબદાર .. જાણો લીપ્સ્ટીક થી કેવા રોગ થાય છે”

  1. What is not known is promoted with pride and beauty. The beauty insdustry do not reveal many many things otherwise there is no business. So let the show go on.

    Reply

Leave a Comment