બિહાર : મહિલાઓએ પીએમ મોદીનો આભાર માન્યો, જાણો તમારા ખાતામાં ક્યારે આવશે પૈસા.
કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે હાલ તો દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. પરંતુ હાલના સમયમાં ગરીબ વર્ગને આ લોકડાઉનના કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તો તે સ્થિતિને સમજીને સરકાર દ્વારા મહિલાઓના જનધન બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું એલાન કર્યું હતું. તો તમને જણાવી દઈએ કે હવે મહિલાઓના ખાતામાં પૈસા આવવાના શરૂ થઇ ગયા હતા.
વીતેલા દિવસોમાં પીએમ ગરીબ કલ્યાણ યોજનાની હેઠળ 1.70 લાખ કરોડ રૂપિયાના પેકેજનું એલાન કર્યું હતું. તેના હેઠળ હવે સરકાર 20 કરોડ મહિલાઓના જનધન બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહી છે. બિહારના સમસ્તીપુરમાં જનધન બેંક ખાતાધારક મહિલાઓ પૈસા ઉપાડવા માટે પહોંચ્યા હતા.
સમસ્તીપુરમાં ખાતા નંબરના છેલ્લા અંકના આધાર પર જનધન સાથે જોડાયેલી મહિલાઓના મોબાઈલ પર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 500 રૂપિયાની રાશિના મેસેજ આવવાના શરૂ થઇ ગયા છે. ત્યાર બાદ સમસ્તીપુરમાં જનધન ખાતામાં આવેલા પૈસા ઉપાડીને બેંકથી બહાર નીકળી મહિલાઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી. સાથે સાથે મહિલાઓ આ યોજના માટે પીએમ મોદીને ધન્યવાદ પણ આપી રહી હતી.
ખરેખર લોકડાઉન બાદ આર્થિક મંત્રી નિર્મલા સીતારામને એલાન કર્યું હતું કે, દરેક મહિલાના બેંક ખાતામાં દર મહીને 500 રૂપિયા આવશે. આ પ્રક્રિયા ત્રણ મહિના સુધી ચાલુ રહેશે. તેની મતલબ કે ત્રણ મહિનાના 1500 રૂપિયા સરકાર ખાતામાં નાખશે. કુલ જનધન ખાતામાં 53% ખાતા મહિલાઓના નામ પર છે. આ પ્રકારે લગભગ 20 કરોડ મહિલાઓને તેનો સીધો લાભ મળશે.
સામાજિક અંતરને ધ્યાનમાં રાખતા દરેકને એક સાથે પૈસા ટ્રાન્સફર નથી થઇ રહ્યા. જે જનધન મહિલા ખાતાધારકોના ખાતા સંખ્યાનો અંતિમ અંક 0 – 1 છે તેના ખાતામાં ત્રણ એપ્રિલ અને 2 – 3 અંક વાળા ખાતાધારકોના ખાતામાં ચાર એપ્રિલના રોજ પૈસા આવી ચુક્યા છે. તો જે લાભાર્થીઓના ખાતાની સંખ્યા 4 – 5 છે, તેના ખાતામાં સાત એપ્રિલ, 6 – 7 અંક વાળા ખાતામાં આઠ એપ્રિલ અને 8 – 9 અંક વાળા ખાતાધારકોના ખાતામાં નવ એપ્રિલે પૈસા જમા કરવામાં આવશે.