કોઈ પણ પોતાના મહેનતની કમાણીને ટેક્સમાં ખોવા નથી માંગતું. નાણાકીય વર્ષની શરૂઆતમાં ટેક્સ પ્લાનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમે સુનિયોજિત યોજના બનાવીને ટેક્સ નો બોજ ઘટાડવા અને રોકાણ પર વળતર વધારવાનો પ્રયાસ કરી શકો છો.
તમે પણ ટેક્સ બચાવવાના ઉપાય કરવાની સાથે રોકાણ પર વધુ થી વધુ વળતર મેળવવાની રીતો જાણવી જોઈએ. અહીંયા તમને એવી કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેનાથી તમે રોકાણ કરીને ટેક્સ બચાવીને પોતાનું રિટર્ન વધારી શકો છો.વિશેષજ્ઞોનું માનવું છેં કે, જયારે રિટર્ન પર બચત ની વાત આવે છે ત્યારે ટેક્સ પ્લાનિંગ ખુબજ મહત્વપૂર્ણ હોય છે. જો તમે પીપીએફ, ઈએલએસએસ જેવા ટેક્સ બચાવતા સાધનોમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો નાણાકીય વર્ષની શરૂઆતમાં રોકાણ કરવું સૌથી સારુ હોય છે.
આવકમાં ક્લબિંગ ટાળી શકાય છે જેના માટે તમે પોતાના માતા-પિતા, દાદા-દાદી અને જીવનસાથી ના નામ પર રોકાણ કરી શકો છો.જેથી નીચા ટેક્સ બ્રેકેટ માં આવી શકાય છે, જો તમારા માતા-પિતામાંથી કોઈની ઉંમર 65 વર્ષથી વધુ છે અને તેમની પાસે કોઈ રોકાણ નથી, તો તમે કરમુક્ત વ્યાજ માટે તેમના નામે રોકાણ કરી શકો છો. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પહેલાથી જ રૂ. 3 લાખની બેઝલાઇન મુક્તિ માટે હકદાર હોય છે. આ સિવાય જો તમે 80 વર્ષથી વધુ ઉંમરના દાદા-દાદીના નામે રોકાણ કરો છો, તો છૂટની મર્યાદા 5 લાખ રૂપિયાથી પણ વધુ છે.બાળકો પણ મદદરૂપ બની શકે:- તમારા બાળકો પણ ટેક્સ બચાવવામાં મદદ કરી શકે છે પરંતુ માત્ર ત્યારે જ જ્યારે તેમની વય 18 વર્ષથી વધુ હોય. પુખ્ત થયા બાદ એક બાળકને ટેક્સ કેસમાં અલગ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. તે ડીમેટ ખાતું ખોલવા, તમારા ભેટમાં આપેલા પૈસાથી સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે પણ લાયક બનશે. દર વર્ષે રૂ. 1 લાખ સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન દર વર્ષે કરમુક્ત રહેશે, જ્યારે ટૂંકા ગાળાની મૂડી નો લાભ વાર્ષિક રૂ. 2.5 લાખની પ્રમાણભૂત મુક્તિ સુધી ટેક્સ ફ્રી રહેશે.
PPF, NPS સારા વિકલ્પો છે:- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF) કેન્દ્ર સરકાર તરફથી સંચાલિત એક રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે. આનું લક્ષ્ય દરેક ને રિટાયરમેન્ટ પછી સુરક્ષિત જીવન પ્રદાન કરવાનું છે. પીપીએફમાં વધુમાં વધુ રોકાણ કરવાની લિમિટ 1.5 લાખ રૂપિયા છે. તમને આજ રકમ પર ટેક્સ છૂટ મળે છે. એવી જ રીતે નેશનલ પેન્શન સ્કીમ(NPS) કેટલાક અલગ ટેક્સ ફ્રી વિકલ્પ ના રૂપમાં છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી