હવે મોટા ભાગે લોકો માં એકથી વધારે બેંક અકાઉન્ટ હોય છે. કેટલાક લોકો પોતાની જરૂરિયાતો માટે રાખે છે તો કેટલાક લોકોને તો આમ જ બે-ત્રણ એકાઉન્ટ થઈ જાય છે. વિશેષરૂપે બેન્કિંગ સેક્ટર ડિજિટલ થયા બાદ ખાતુ ખોલાવું એકદમ સરળ બની ગયું છે.
તમે ઘરે જ આરામથી ઓનલાઈન કે મોબાઈલ એપ ના માધ્યમથી બચત ખાતું ખોલી શકો છો. એક વ્યક્તિ ઓનલાઈન આવેદન કરી શકે છે વિડીયો કેવાયસી પૂરો કરી શકે છે અને કેટલીક મિનિટોમાં જ ખાતું ખોલી શકે છે. વધારે ખાતા રાખવાથી તેના ફાયદા અને નુકશાન છે. અહીંયા અમે તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. 1) રિવોર્ડ અને ડિસ્કાઉન્ટનો લાભ:- મોટાભાગની બેંકો લોકર, વીમો, પ્રીમિયમ, ડેબિટ કાર્ડ અને અન્ય વિશેષાધિકારો જેવી સુવિધાઓ આપે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ સિવાય, ખાતા ધારકને યુટિલિટી પેમેન્ટ્સ, શોપિંગ અને ઈએમઆઈ પેમેન્ટ્સ પર રિવોર્ડ અને ડિસ્કાઉન્ટ પણ મળે છે. તેથી બહુવિધ ખાતાઓ રાખીને, તમે તમારી બચતમાં વધારો કરી શકો છો. જેમ કે ઘણી બેંકો ઘણીવાર વિશેષ વેચાણ અથવા ખરીદી પર વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.
2) ઉપાડ મર્યાદામાંથી મુક્તિ:- બેંક દ્વારા દર મહિને એટીએમમાંથી મફત ઉપાડ ની સંખ્યા સિમિત કરી દેવામાં આવી છે. કેટલાક ખાતાઓ બીજા અન્ય એટીએમમાંથી લેવડ-દેવડ કરવાની અને તેના પર લાગતા ચાર્જ થી બચવા માટે અનુમતિ આપે છે. એટીએમ નો વારંવાર ઉપયોગ કરવા વાળા લોકો માટે વિશેષરૂપે ફાયદાકારક છે.3) વિશેષ કામ માટે ખાતાઓ:- કેટલાક વ્યક્તિ વિદેશયાત્રા વાહન ની ખરીદી અને ઉચ્ચ શિક્ષા જેવા લક્ષ્ય પૂર્ણ કરવા માટે અલગ-અલગ બચત ખાતામાં પૈસા જમા કરે છે. કેટલાક પરિવારના સદસ્યો માટે માત્ર દૈનિક ખર્ચા માટે સંયુક્ત ખાતા ખોલવામાં આવે છે. કેટલાક લોકો આકસ્મિત કે ઈમરજન્સી ફંડના રૂપે પણ એક અલગ ખાતું રાખે છે.
4) બેન્કિંગ પાર્ટનર ઓફર:- વિવિધ ઓનલાઇન અને ઈ-કોમર્સ પોર્ટલ પોતાના ગ્રાહકો માટે વિશેષ સોદા અને ઓફર પ્રદાન કરવા માટે બેંક સાથે જોડાણ કરીને રાખે છે. વિવિધ બેંકોમાં અનેક ખાતાની સાથે તમે આ રીતના ઓફરનો પણ લાભ ઉઠાવી શકો છો.5) સુરક્ષા:- એક બેંકમાં પાંચ લાખ રૂપિયા સુધીની રકમ નો વીમો ભારતીય રિઝર્વ બેંકની સહાયક કંપની ઈન્સુરન્સ એન્ડ ક્રેડિટ્સ ગેરંટી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. જ્યારે કોઈ બેંક તેને ચુકવણી કરવા માટે નિષ્ફળ રહે છે તો કોર્પોરેશન ખાતા ધારકો દ્વારા રાખવામાં આવેલી રકમને આવરી લે છે.
જો તમારી જમા રકમ 5 લાખ રૂપિયાથી વધુ છે તો આખી રકમ એક બેંકમાં રાખવી જોખમી બની શકે છે. અલગ-અલગ બેંકોમાં ભંડોળ જમા કરાવવાથી એ સુનિશ્ચિત થશે કે તેમાંથી દરેક અલગથી વીમા દ્વારા આવરી લેવામાં આવે છે. આ પ્રકારના ખાતાનો ઉપયોગ બેંક દ્વારા ડિફોલ્ટના કિસ્સામાં બેંક અપ ના રૂપમાં કરવામાં આવે છે. જ્યાં કોઈનું પ્રાથમિક ખાતું હોય છે.
નુકશાન:- એકથી વધારે ખાતાના અનેક નુકશાન પણ છે. એક સાથે અનેક એકાઉન્ટને મેનેજ કરવાનું મુશ્કેલ બને છે. સાથે જ દરેક એકાઉન્ટ પર મેન્ટેનન્સ ચાર્જ પણ લાગે છે, જો તે એટીએમ હોય કે ન્યૂનતમ રકમની સમસ્યા. એકથી વધુ એકાઉન્ટ રાખવાથી આવી સમસ્યાઓ રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી