લાંબા સમય ના રોકાણ માટે સૌથી બેસ્ટ છે આ 5 એસ. આઈ. પી. | બેન્ક એફ.ડી. કરતા પણ આપે છે વધારે રિટર્ન… જાણો સંપૂર્ણ માહિતી

મિત્રો દરેક લોકો પોતાના ભવિષ્ય માટે કોઈને કોઈ રૂપે સેવિંગ કરતા હોય છે. કોઈ એફડી કરે છે તો કોઈ પેન્શન રૂપે સેવિંગ કરે છે. જયારે SIP પણ તમારી બચત નો એક સારો વિકલ્પ બની શકે છે. અહી તમને એફડી કરતા વધુ નફો મળી શકે છે. જે તમારા લાંબા સમયના સેવિંગ માટે ખુબ જ સારો વિકલ્પ બની રહે છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ. 

વધતી મોંઘવારીમાં બેન્ક એફડીનું રિટર્ન હવે ફાયદાનો સોદો દેખાઈ રહ્યો નથી. એવામાં રોકાણકારોએ ઝડપથી મ્યુચ્યુઅલ ફંડ અને શેર માર્કેટમાં પૈસા લગાડી રહ્યા છે. અહીં અમે તમને ફંડ ટાઈપ, રિસ્ક લેવલ, એનએવી (નેટ અસેટ વેલ્યૂ) અને અંદાજિત રિટર્નના હિસાબથી ઇક્વિટી અને ડેટા મ્યુચ્યુઅલ ફંડના કઈંક  એવા એસઆઇપીની જાણકારી આપી રહ્યા છીએ, જે પાંચ વર્ષમાં તમને રોકાણ પર સારું એવું રિટર્ન આપી શકે છે. આ રોકાણ તમારા માટે લાંબા ગાળે ખુબ જ સારું નીવડે છે. 

બેન્ક એફડીના ઓછા વ્યાજદરના કારણે રોકાણકારો હવે ઝડપથી બીજા રોકાણના વિકલ્પો જોઈ રહ્યા છે. નવા ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં મ્યુચ્યુઅલ ફંડ સૌથી પસંદ કરવામાં આવતા વિકલ્પો માંથી એક બની રહ્યો છે. ખાસ કરીને એસઆઇપી દ્વારા લોકો ઘણી સંખ્યામાં રોકાણ કરી રહ્યા છે. વધતી મોંઘવારીમાં બેન્ક એફડીનું રિટર્ન હવે ફાયદાનો સોદો દેખાઈ રહ્યો નથી. એવામાં રોકાણકારોએ ઝડપથી મ્યુચ્યુઅલ ફંડ અને શેર માર્કેટમાં પૈસા લગાડી રહ્યા છે. 

જે રોકાણકારો ઓછું જોખમ લેવા માંગતા હોય, તેમની વચ્ચે ડેટ મ્યુચ્યુઅલ ફંડ લોકપ્રિય છે. આ ફંડ તમને લાંબા સમયે ખુબ જ કામ આવી શકે છે. આથી SIP પર વધુ રીટર્ન મળી રહ્યું હોવાથી દરેક લોકો આજે એફડી કરતા SIP તરફ પોતાનું રોકાણ કરી રહ્યા છે. 

ઇક્વિટી ફંડમાં 5 વર્ષ માટેના સારામાં સારા એસઆઇપી

આ એક ઓપન-એંડેડ ઇક્વિટી સ્કીમ છે જેનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ સરસ જઇ રહ્યો છે અને લાંબા સમયમાં મોટી પૂંજી તૈયાર કરવા માટે સારો એવો પ્લાન છે. તેના કારણે મુખ્ય રૂપથી લાર્જ કૈપ કંપનીઓના લાર્જ કૈપ સ્ટોક્સમાં પૈસા લગાડવામાં આવે છે. ઉદાહરણ માટે, જો આ પ્લાન મુજબ પાંચ વર્ષ માટે 10 હજાર રૂપિયાની એસઆઇપી કરવામાં આવે તો તમે 6 લાખ રુપિયાનું રોકાણ કરશો તો 5 વર્ષમાં 7.24 લાખ રૂપિયા બની જશે. 

ICICI Prudential Bluechip Fund 

આ એક ઓપન-ઇંડેડ સ્કીન છે. જેના પૈસા લાર્જ કૈપ સ્ટોકમાં લગાડવામાં આવે છે. અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડના હિસાબથી તેમાં 10 હજાર રૂપિયાની એસઆઇપી 5 વર્ષમાં 6.29 લાખ રૂપિયા બની શકે છે. 

SBI Bluechip Fund 

આ ફંડના પૈસા ઇક્વિટીથી જોડાયેલા ઇન્સ્ટ્રુમેંટમાં લગાડવામાં આવે છે જે લાંબા સમયે પૂંજી વધારવાના લક્ષ્યને મેળવવામાં મદદગાર છે. આ યોજના મુજબ 10 હજાર રૂપિયાની પૂંજીથી 5 વર્ષમાં 6.3 લાખ રૂપિયા અથવા માએકેટ કન્ડિશનના હિસાબથી તેનાથી વધારે પૂંજી બનાવી શકાય છે. 

Mirae Asset Large Cap Fund 

આ ફંડને એપ્રિલ 2008માં લોન્ચ કરવામાં આવ્યા હતા અને તે મુજબ એક વર્ષ પછી પૈસા કાઢવા માટે કોઈ એક્સિટ લોડ ચૂકવવું પડતું નથી. તેના પૈસા ઇક્વિટી અને ઇક્વિટી સાથે જોડાયેલા ઇન્સ્ટ્રુમેંટમાં લગાડવામાં આવે છે. આ યોજના મુજબ 5 વર્ષની 10 હજાર રૂપિયાની એસઆઇપીથી 6.72 લાખ રૂપિયાની પૂંજી બનાવી શકાય છે. 

SBI Multicap Fund 

જો તમને આ યોજના મુજબ દર મહિને 10 હજાર રૂપિયા લગાડો છો તો અત્યાર સુધીના રિટર્નના હિસાબથી 6.69 લાખ રૂપિયાની પૂંજી બનાવી શકાય છે. તેના પૈસા ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેંટમાં લગાડવામાં આવે છે.  આમ તમે SIP માં રોકાણ કરીને સારું એવું રીટર્ન મેળવી શકો છો. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment