બમ્પર કમાણી વાળો શેર, માત્ર 8 રૂપિયાના આ શેરે 1 લાખના બનાવી દીધા સીધા 67 લાખ રૂપિયા, જાણો શેરનું નામ… રોકાણકારો થઈ ગયા માલામાલ

મિત્રો શેર બજાર એક એવી દુનિયા છે જ્યાં લાખો લોકોના ભવિષ્ય બનતા હોય છે. આથી જ આજે લોકો ફિક્સ ડીપોઝીટ કરતા શેર બજારમાં પોતાનું રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. કારણ કે તેમાં અનેક ગણું રીટર્ન તમને મળે છે. જો કે આજકાલ શેર બજારમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા શેરે લોકોને માલામાલ કર્યા છે. 

વર્ષ 2021 માં ઘણા સ્ટોક્સ માં બમ્પર ઉછાળ જોવા મળ્યો છે. જયારે વર્ષ 2022 ની શરૂઆત જ ઘણા શેરોમાં ખુબ જ તેજી જોવા મળી છે. ભારતીય બજાર માં ઘણા એવા શેર છે જેણે થોડા જ સમયમાં પોતાના રોકાણકારો ને લખપતિ થી કરોડપતિ બનાવી દીધા છે. આજે અમે તમને એક એવા મલ્ટીબેગર પેની સ્ટોક વિશે જણાવીશું જેણે રોકાણકારો ને લગભગ 6,643.34 પ્રતિશત સુધીનું રીટર્ન આપ્યું છે. 

એચસીપી પ્લાસ્ટિક બલ્ક પેક લીમીટેડ (HCP Plastene Bulkpack Ltd) એક એવો જ પેની સ્ટોક છે જે છેલ્લા એક વર્ષમાં મલ્ટીબેગર સાબિત થયો છે. કંપનીના શેરો એ છેલ્લા 11 મહિનામાં રોકાણકારો ને માલામાલ કર્યા છે. 

6643 ટકા રીટર્ન થી રોકાણકારો થયા માલામાલ 

માત્ર 11 મહિનામાં જ આ સ્ટોકે રોકાણકારો ને માલામાલ કર્યા છે. 26 માર્ચ 2021 માં BSE પર તેની કિંમત 8.26 રૂપિયા હતી જે 25 જાન્યુઆરી 2022 માં 557 રૂપિયા પહોચી ગઈ છે. આ દરમિયાન આ શેરે પોતાના શેરધારકો ને લગભગ 6,643.34 પ્રતિશત રીટર્ન આપ્યું છે. 

 6 મહિનામાં 530.45% રીટર્ન 

આ જ રીતે છેલ્લા 6 મહિનામાં આ શેર 88.35 રૂપિયા (28 જુલાઈ 2021) થી વધીને 557 રૂપિયા પહોચી ગયો છે. આ સમય દરમિયાન આ શેરે 530.45% રીટર્ન આપ્યું છે. 

1 લાખ બની ગયા 67 લાખ થી વધુ 

આ સ્ટોકમાં જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ આજે 67.43 લાખ રૂપિયા થઇ ગયા છે. જયારે 6 મહિના પહેલા જો કોઈ રોકાણકારે આ શેરમાં 1 લાખ રૂપિયા નું રોકાણ કર્યું હશે તો તેના 1 લાખ રૂપિયા આજની તારીખમાં 6.30 લાખ રૂપિયા થઇ ગયા છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment