આ મહિનાથી થાય છે આટલા બદલાવ….. જાણો એ નિયમો વિશે….. ઉલ્લંઘન કરવાથી ભરવો પડી શકે છે દંડ….
1 ઓક્ટોબર 2019 થી દેશભરમાં ઘણા નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આ બદલાવોની સીધી અસર સામાન્ય લોકોના ખીચ્ચા પર પડશે. જીએસટી રેટ, બેન્કિંગ, કોર્પોરેટ ટેક્સ અને પેન્શન પોલીસી જેવી ઘણી બાબતોના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો અંતર્ગત એક બાજુ જનતાને રાહત મળશે. તો બીજી બાજુ તેના ખિસ્સા ઢીલા થઇ જશે. તો તમે પણ જાણો 1 ઓક્ટોબરથી એવા ક્યાં નિયમો લાગુ થશે.
સૌથી પહેલા ડ્રાયવિંગ લાઇસન્સ સંબંધિત નિયમોની વાત કરીએ તો, ડ્રાયવિંગ લાઈસન્સ બનાવવાનો નિયમ બદલાયો છે અને જુનું લાયસન્સ અપડેટ કરાવવું પડશે. તેના માટેની પ્રોસેસ ઓનલાઈન જ કરવાની રહેશે. આ નિયમ બાદ ડ્રાયવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ એક જ રંગનું થઇ જશે. નવા નિયમો લાગુ થયા બાદ ડ્રાયવિંગ લાયસન્સ અને આરસીમાં માઈક્રોચીપ ઉપરાંત ક્યુઆર કોડ પણ આપવામાં આવશે.
ત્યાર બાદ પેન્શન નીતિમાં પણ સરકારના નિયમો બદલાયા છે. સરકારી કર્મચારિઓની પોલીસીમાં પણ બદલાવ જોવા મળશે. નવા નિયમ અનુસાર કોઈ પણ કર્મચારીની સર્વિસ ના 7 વર્ષ પુરા થઇ ગયા છે અને તેનું મૃત્યુ થઇ જાય છે તો તેના પરિવારને વધેલા પેન્શનનો લાભ મળશે.
આ ઉપરાંત જીએસટીમાં નવા દર લાગુ પડશે. પાંચ કરોડથી વધારે વાર્ષિક ટર્નઓવર વાળા કારોબારીઓએ હવે જીએસટીઆર-1 ના બદલે જીએટી એએન એક્સ-1 ફોર્મ ભરવું પડશે. નાના કારોબારીઓ માટે આ ફોર્મ જાન્યુઆરી 2020 માં અનિવાર્ય બનાવવામાં આવશે. મોટા કરદાતાઓને ઓક્ટોબર અને નવેમ્બર મહિના માટે જીએસટીઆર 3 બી ફોર્મ ભરશે.
ત્યાર બાદ કોર્પોરેટ ટેક્સના નિયમમાં પણ બદલાવ આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને 20 સપ્ટેમ્બરના રોજ કોર્પોરેટ ટેક્સમાં મોટો ઘટાડો કરવાની ઘોષણા કરતા કહ્યું હતું કે તેને 30% થી ઘટાડીને 22% કરવામાં આવશે. સેટપ માટે મેન્યુફેકચરીંગ કંપનીઓ પાસે 15% ટેક્સ ભરવાનો પણ વિકલ્પ હશે. ત્યાર બાદ આ કંપનીઓ પર સરચાર્જ અને ટેક્સ સહીત કુલ ચાર્જ 17.01% થઇ જશે.
ભારતીય સ્ટેટ બેંકના નિયમોમાં પણ આવશે બદલાવ. SBI માં મહિનાનું એવરેજ બેલેન્સ મેન્ટેઈન ન કરવા પર લાગતા ચાર્જીસમાં 80% સુધી ઘટાડો કરવામાં આવશે. જો તમારું ખાતું મેટ્રો સિટીમાં છે તો મંથલી બેલેન્સ ઘટીને 3000 થઇ જશે. જો મેટ્રો સીટી ખાતાધારક 3000 રૂપિયા મંથલી બેલેન્સ મેન્ટેઈન નહિ કરી શકે અને બેલેન્સ 75% થી ઓછું થઇ જશે, તો ચાર્જીસ પેટે 80 રૂપિયાની સાથે જીએસટી પણ આપવો પડશે. 50 થી 75 % કરતા ઓછું બેલેન્સ રાખનારે 12 રૂપિયા અને આ સાથે જીએસટી, 50% થી પણ ઓછું બેલેન્સ થવા પર 10 રૂપિયા અને જીએસટી આપવું પડશે. મેટ્રો સીટી ગ્રાહકોને SBI 10 ફ્રી ટ્રાન્ઝેક્શન અને અન્ય શહેરો માટે 12 ફ્રી ટ્રાન્ઝેક્શન આપશે.
પેટ્રોલ ડીઝલ ખરીદવા પર નહિ મળે કેશબેક. SBI ક્રેડીટ કાર્ડથી પેટ્રોલ ડીઝલ ખરીદવા પર હવે તમને 0.75% કેશબેક નહિ મળે. નિયમ લાગુ થયા પહેલા જ SBI બેંકે પોતાના ગ્રાહકોને મેસેજ મોકલીને સુચના આપી દીધી હતી કે આ સુવિધા હવે બંધ થવા જઈ રહી છે. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએ કેશબેક સ્કીમને પરત લેવાનો નિર્દેશ કર્યો છે.
નવા નિયમો અનુસાર હોમ અને ઓટો લોન થશે સસ્તા. SBI, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક,પંજાબ, નેશનલ બેંક, ઇન્ડિયન બેંક અને ફેડરલ બેંક દ્વારા કર્જના વ્યાજના દરને રેપો રેટ સાથે જોડ્યા. તેનાથી RBI તરફથી રેપો રેટમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી શકે છે. તેમજ સસ્તા વ્યાજ દર પર હોમલોન અને ઓટો લોન મળશે. તેનાથી બેંક ગ્રાહકોને લગભગ 0.30% સસ્તા દર પર હોમ લોન અને ઓટો લોન મળશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google