મિત્રો હાલમાં જ આપણા દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા GST કાઉન્સિલની 38 મી બેઠક કરવામાં આવી હતી. આ મીટિંગ બાદ રેવેન્યુ સેક્રેટરી એ.બી.પાંડે દ્વારા કહેવામાં આવ્યું કે, રાજ્યમાં ચાલતી દરેક પ્રકારની લોટરી ઉપર 28% નો સિંગલ GST રેટ લગાવવામાં આવશે. આ રેટને માર્ચ મહિનાની પહેલી તારીખ 2020 થી કરવામાં આવશે.
પરંતુ હાલમાં બાકી રહેલા 2019 – 20 ના ચાર મહિના દરમિયાન 1.1 લાખ કરોડ રૂપિયા GST ઉઘરાવવા ટાર્ગેટ રાખ્યો છે. પરંતુ જણાવી દઈએ તો GSTના કલેક્શનમાં હાલ ઠંડું જોવા મળે છે. રેવેન્યુ કલેક્શન ઓછું થવાના કારણે દરેક રાજ્યને વળતર ચુકવવામાં લેટ થાય છે. પરંતુ ગયા સોમવારની વાત કરીએ તો સરકાર દ્વારા GST વળતર હેઠળ 35,298 કરોડ રૂપિયા રાજ્યોને ચૂકવ્યા. આ કિંમત GST લાગુ કરવાના કારણે દરેક રાજ્યને રેવેન્યુ દરમિયાન જે નુકશાન થયું હોય તેની ભરપાઈ કરવા માટે આપવામાં આવી.
પરંતુ એવું જાણવા મળે છે કે, GST હેઠળ રાજ્યોને નવા ટેક્સની પદ્ધતિ અનુસાર રેવેન્યુમાં વાર્ષિક રીતે 14% કરતા પણ ઓછી રકમની વસુલાત થાય છે. આ કારણે દરેક રાજ્યને કેન્દ્ર પાસેથી રેવેન્યુનું વળતર મેળવવા માટેનો અધિકાર હોય છે. તો ગોઠવણી પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. આ વળતર માટેની રકમને દર બે મહિના બાદ આપવામાં આવે છે. પરંતુ આ વખતે તે ઓગસ્ટ મહિનાથી પેન્ડીંગ હતું. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોને GST નું વળતર ચુકવવામાં લેટ થયું હતું, તો આ કારણે બધા જ રાજ્યોએ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.