નેહા કક્કરે હિમાંશુ કોહલી સાથે બ્રેક અપ કર્યા બાદ કરી એક નવી અનાઉન્સમેન્ટ…દરેક અઠવાડિયે પોતાના ફેન્સને 50000 રૂપિયા

નેહા કક્કરે પોતાના એક્સ બોયફ્રેન્ડ હિમાંશુ કોહલી સાથે બ્રેક અપ કર્યા બાદ કરી એક નવી અનાઉન્સમેન્ટ…દરેક અઠવાડિયે પોતાના ફેન્સને 50000 રૂપિયા જીતવાનો આપશે મોકો..

મિત્રો છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ સિંગર નેહા કક્કર પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથે થયેલા બ્રેકઅપના કારણે ખુબ ચર્ચામાં આવી છે. પોતાના બ્રેકઅપ બાદ ક્યારેક તે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ બયા કરતી નજર આવે છે, તો ક્યારેક કોઈ રીયાલીટી શોમાં દુઃખના કારણે પોતાના આંસુ રોકી નથી શકતી. અને બધાની સામે ચોધાર આંસુએ રડવા પણ લાગે છે. આ વાત પરથી બધાને લોકોને ખ્યાલ હશે કે નેહા કક્કર પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યા બાદ ખુબ દુઃખી રહેતી હતી.

પરંતુ હવે ધીમે ધીમે નેહા પોતાને સારી રીતે સંભાળવા લાગી છે. પોતાના દુઃખમાંથી બહાર આવી રહી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર પોતાના ફ્રેન્સને કહ્યું હતું કે તેઓ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે કંઈ ન લખે. હાલમાં નેહા કક્કર ફરી એક વાર ચર્ચામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર નેહાએ કર્યું છે એક ખુબ જ મોટું એલાન કે તે એક રીયાલીટી ગેમ શો લાવવા જઈ રહી છે. જે ગેમ માત્ર સોશિયલ મીડિયા પર જ રમવામાં આવશે.

તમને જણાવી દઈએ કે નેહા કક્કર બ્રેકઅપ બાદ પણ સતત કાર્યરત રહી છે. પરંતુ તેમણે જણાવ્યું કે તેમણે તેમના દુઃખ માટે આ રીતે સોશિયલ મીડિયા પર જાહેર કરવું ન જોઈએ. તે તેની સૌથી મોટી ભૂલ છે. નેહાએ આગળ એ પણ જણાવ્યું કે, “હું ખુબ જ લાગણીશીલ માણસ છું અને પાછળ થોડા મહિનામાં મારી સાથે જે થયું તે ખુબ ખરાબ થયું છે.”

આમ તો નેહા પણ તેની સિંગિંગ અને ડાન્સિંગને લઈને ચર્ચામાં આવતી રહેતી હોય છે. પરંતુ તેના બ્રેકઅપ બાદ તો તે જાણે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. એક વાત તો સાચી છે કે નેહાના ફેન્સ નેહાના બ્રેકઅપને લઈને ઘણા દુઃખી હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે નેહા પોતાની જિંદગીમાં આગળ વધી ગઈ છે અને હવે જ્યારે નેહા સોશિયલ મીડિયા પર આ લાઈવ રીયાલીટી શો લાવી રહી છે તો નેહાના ફ્રેન્સ પણ ઘણા ખુશ થઇ ગયા હશે.

આ ગેમનું નામ રહેશે “જક્કાસ.” આ પહેલો એવો રીયાલીટી શો બનશે જે સોશિયલ મીડિયા પર રમવામાં આવશે. આ રીયાલીટી ગેમ શોમાં બોલીવુડ ઇન્ડઝસ્ટ્રી સાથે જોડાયેલ ઘણા ખાસ સવાલો પૂછવામાં આવશે. ગેમમાં ભાગ લેનાર જે વ્યક્તિ પુરા 10 સવાલના સાચા ઉત્તર આપશે તે 50000 ની રકમ જીતશે. શો માટે એક દિવસ નેહા કક્કર લાઈવ આવશે અને લોકોને સવાલ પૂછશે. આ શો 18 માર્ચના લોન્ચ થવાની વાત હતી અને તેના માટે ફેસબુક પર જક્કાસ નામનું એક પેજ પણ બનાવવામાં આવ્યું છે.

દર ગુરુવારે સાંજે 6 વાગ્યે આ પેજ પર જ લાઈવ ગેમ રમવામાં આવશે. તો આ રીતે નેહા અઠવાડિયામાં એક વાર ફેસબુક પર જક્કાસ પેજ પરના ગેમ શો દ્વારા પોતાના ફેન્સને રૂપિયા 50000 જીતવાનો મોકો આપશે.

તો મિત્રો તમને નેહા કક્કરનું સિંગિંગ કેવું લાગે છે. તેમજ તમે ફેસબુકમાં જક્કાસ પેજ પર રમવામાં આવનાર નેહાના રીયાલીટી શો માં ભાગ લેવા માંગો છો કે નહિ તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment