બોલીવુડની સૌથી ઘમંડી અભિનેત્રીઓ, તેમાંથી આ 3 તો છે હદ બહારની ઘમંડી, જાણો કોણ છે તેઓ.

બોલીવુડની દુનિયા એટલે કે સપનાની દુનિયા. જેમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ આવે અને જાય છે. પરંતુ આ સિતારાઓ ઘણી વાર પોતાના સ્વભાવને કારણે પોતાની એક અલગ જ ઓળખ બનાવી લેતા હોય છે. ઘણી વાર પોતાના ગુસ્સા વાળા સ્વભાવના કારણે તો ઘણી વાર પોતાના ઘમંડી સ્વભાવે તેઓ લોકોને નજર અંદાજ કરી દેતા હોય છે. પરંતુ આ સિતારાઓ નથી જાણતા હોતા કે, તેઓ આવા સ્વભાવે લોકોની નિંદાનું કારણ પણ બને છે.

આમ ફિલ્મ દુનિયામાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જે પોતાના દમદાર અભિનયના કારણે હંમેશા આગળ રહે છે. આ અભિનેત્રીઓની એક હરકત પણ લોકોના આકર્ષણનું કારણ બને છે. જ્યારે મીડિયા પણ આ અભિનેત્રીઓના સ્વભાવ પર નજર નાખીને જ બેઠા હોય છે. પરંતુ ઘણી એવી અભિનેત્રી પણ છે, જે પોતાના ઘમંડને કારણે ઓળખાય છે. જેને કારણે તેને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. ચાલો તો આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેના તેવર જોઈને તમે પણ કહી ઉઠશો બાપ રે… બાપ….!

કેટરીના કેફ : આ લીસ્ટમાં સૌથી પહેલું નામ આવે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કેફનું. જેના ઘમંડનું બેસ્ટ દ્રશ્ય ત્યારે સામે આવ્યું, જ્યારે તે એક જેટ એરવેજના બિજનેસ ક્લાસમાં સફર કરી રહી હતી. ત્યાં બન્યું એવું કે કેટરીના જ્યારે આરામ કરી રહી હતી ત્યારે એક 9 વર્ષના બાળકે આવીને કેટરીનાને કહ્યું કે ‘આંટી, ઓટોગ્રાફ પ્લીઝ.’ બાળકે કેટરીનાને ઘણીવાર કહ્યું, તેમ છતાં પણ કેટરીના જાગી નહિ, તો ત્યારે બાળકના ઘણા કહેવાથી કેટરીનાની આંખ ખુલી તો તે જોર જોરથી કહેવા લાગી. ત્યારે તે બાળક રડતા રડતા ત્યાંથી ચાલ્યો ગયો. ત્યાર પછી પ્લેનમાં રહેલ એક માણસે કેટરીનાને ખુબ કહ્યું.

શ્રદ્ધા કપૂર : બોલીવુડના વિલન રહી ચુકેલા શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર પણ પોતાના ઘમંડના કારણે હંમેશા ટોપ લીસ્ટમાં રહે છે. આશિકી-2 થી મશહુર થયેલી શ્રદ્ધા કપૂર દેખાવમાં તો ખુબ જ ભોળી લાગે છે. પરંતુ તે પણ પોતાના ઘમંડને લીધે ચર્ચાનો વિષય બની ગઈ છે. એવું અક્સર જોવા મળ્યું છે જ્યારે પણ મીડિયા દ્રારા તેને એમ કહેવામાં આવે કે, એક ફોટો લેવો છે, તો તે હંમેશની જેમ પોતાના ઘમંડને કારણે ના કહી દે છે. આ કારણે જ બોલીવુડ વિલેન શક્તિ કપૂરની પુત્રીને ઘમંડી ગણવામાં આવે છે.

જ્યારે ત્રીજા નંબર પર છે મશહુર ક્રિકેટર વિરાટ કોહલીની ધર્મપત્ની અનુષ્કા શર્મા. જેને બોલીવુડના ત્રણેય ખાન સાથે ફિલ્મ દુનિયામાં કામ કરી લીધું છે. તો તેનું નામ પણ આ ઘમંડી અભિનેત્રીના લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે મુંબઈના એક શો રૂમ મેનેજર સાથે તેણે ખરાબ વર્તન કર્યું હતું.

રાખી સાવંત : રાખી સાવંત આ નામ તો કોણ નથી જાણતું. તે બોલીવુડમાં હંમેશા એક મોસ્ટ કંટ્રોવર્સીયલ અકસર કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. તેને હંમેશા કોઈ પણ વિષય પર વિવાદિત ભાષણ દેવા માટે જોવામાં આવે છે અને તેની આ આદતને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. રાખી સાવંતને ઘણી વાર મીડિયામાં ખરું-ખોટું કહેતા સાંભળી છે.

રેખા : રેખા નામ ખુબ જ ચર્ચિત અને ફેમસ રહ્યું છે. રેખા એક ખુબ સુંદર અદાકારા છે, જેને ઘમંડી કહેવું થોડું મુશ્કેલ લાગે છે. જો કે બોલીવુડમાં તે પોતાની ખુબસુરતી માટે જાણીતી છે. પરંતુ રીયલ લાઈફમાં તે ખુબ ઘમંડી અભિનેત્રી છે. તમને જણાવી દઈએ કે, રેખા ઘણીવાર મીડિયા સામે ગુસ્સામાં અને અપશબ્દ કહેતા જોવામાં આવી છે. જો કે રેખા વધુ પડતી ગુસ્સે ત્યારે જોવા મળે જ્યારે કોઈ તેની સામે અમિતાભ બચ્ચન વિશે પૂછી લે છે.

આમ તમે જોયુંને મિત્રો કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે પોતાના ખરાબ અને ઘમંડને કારણે ખુબ જાણીતી છે.

Leave a Comment