મીડિયાથી દુર રહેતા અજય અને કાજલનું ઘર છે આલીશાન મહેલ જેવું…. જુઓ તેના ફોટોઝ

મીડિયાથી દુર રહેતા અજય અને કાજલનું ઘર છે આલીશાન મહેલ જેવું…. જુઓ તેના ફોટોઝ

મિત્રો બોલીવુડમાં આજે હીરો અને હિરોઈન ખુબ જ પૈસા કમાઈ રહ્યા છે. જે આજે દરેક લોકોને જાણ છે. આજે ફિલ્મ જગતમાં લોકો ખુબ જ પૈસા કમાઈ રહ્યા છે. જેમાં અમુક હિતો અને હિરોઈન લગભગ વર્ષોથી ફિલ્મ જગતના એક પરિવાર તરીકે કામ કરી રહ્યા છે. તો આજે અમે તમને એક એવા જ અભિનેતા અને તેની પત્ની વિશે વાત કરીશું. જેનું મકાન જોઇને લગભગ દેશનો સૌથી ધનિક વ્યક્તિ પણ આભો બની જાય તેવું છે. આ બંને પતિ પત્ની આજે પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે એ હીરો અને હિરોઈન જે આટલા સુંદર અને આલીશાન મકાનમાં રહે છે.

મિત્રો અજય દેવગન અને તેની પત્ની કાજોલ. આ કપલ વર્ષોથી બોલીવુડમાં પોતાના કામ અને નામથી ખુબ જ ફેમસ છે. 1999 માં અજય દેવગન અને કાજોલે લગ્ન કર્યા હતા. પરંતુ મિત્રો ખુબ જ આશ્વર્યની વાત તોએ છે કે કાજોલ અને અજય દેવગને લગ્ન બાદ લીધેલા ઘરમાં જ આજ સુધી રહી રહ્યા છે. તેમણે આજ સુધી ક્યારેય પણ પોતાનું ઘર બદલ્યું નથી. લગ્ન બાદ તરત જ બંનેએ મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. જ્યાં તેવો આજે પણ ખુબ જ ખુશીથી રહે છે.

અજય અને કાજોલને એક પુત્ર અને પુત્રી પણ છે. પુત્રનું નામ યુગ અને પુત્રીનું નામ ન્યાસા છે. કાજોલ અને અજય દેવગનની કુલ સંપત્તિ લગભગ બત્રીસ મિલિયન ડોલર જેટલી છે જેની ભારતીય મૂળ કિંમત થાય છે 224,00,00,000 (બસો ચોવીસ કરોડ) રૂપિયા. આ કપલ પોતાના બીઝનેસ પણ ચલાવી રહ્યા છે. આજે તેવોનું ઘર જુહુમાં ખુબ જ પોર્શ એરિયામાં ઘર આવેલું છે. જ્યાં ખુબ જ પૈસા વાળા અને મુંબઈના મોટા મોટા બીઝનેસમેન રહે છે.

તેમના ઘરનું નામ પણ તેમણે “શિવશક્તિ” રાખેલું છે. આજે અજય અને કાજોલનું ઘર એક રાજાના મહેલ જેવું જ લાગી રહ્યું છે. તેમાં એક મહેલમાં સુવિધાઓ હોય એટલી આલીશાન જગ્યા જોવા મળે છે. અજય અને કાજોલ વર્ષોથી આ ઘરમાં રહે છે માટે બંનેનો વિચાર એવો પણ છે કે આ ઘરને ફરી રીનોવેશન કરાવીને ચકાચક કરવા માંગે છે.

કાજોલ અને અજય દેવગનના લગ્નને લગભગ હાલ 21 વર્ષ થઇ ગયા છે. પરંતુ આજે આ કપલ ખુબ જ સુખી લગ્ન સંસાર માણી રહ્યા છે. કાજોલ અવારનવાર પોતાના પરિવારના સભ્યો સાથેના ફોટાને સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે. જેમાં તેના ઘરની સુંદરતાનું પણ નજરાણું જોવા મળતું હોય છે. ખાસ કરીને જ્યારે દિવાળી, હોળી, નવરાત્રી જેવા મોટા પ્રસંગો સમયે ખુબ જ આબેહુબ પોતાના ઘરને શણગાર કરતા હોય છે. જેના ફોટા ફેમેલી સાથે તે સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે.

કાજોલ અને અજયના ઘરમાં ઘણી બધી વસ્તુઓ ખાસ જોવા મળે છે. જેમાં એક ખાસ વસ્તુ છે તેના ઘરની અંદર રહેલી વુડન સીડી.  આ લાકડાનો દાદર ખુબ જ સુંદર અને ભવ્ય છે. તેની કારીગરી મહેલના હોય તેવા દાદર જેવી જ અદ્દભુત છે. જે એક શાહી રીતે બનાવવામાં આવ્યો છે. કાજોલના ઘરનું ફર્નિચર પણ ખુબ જ જબરદસ્ત છે. તેના એક પોઝીટીવ ઉર્જા માટે સફેદ રંગથી આખા ઘરને રંગાવ્યું છે. જે અદ્દભુત લાગી રહ્યું છે. તેમના ઘરમાં એક મંદિરમાં ખુબ જ સુંદર અને આબેહુબ ગણેશજીની મૂર્તિ પણ રહેલી છે. જે ખરેખર ઘરની શોભાને વધારી રહી છે.

કપલે આ વર્ષે બોલીવુડમાં પોતાના 25 વર્ષ સમર્પિત કર્યા છે. આજે તેવો એક ખુબ જ સફળ એક્ટર અને પ્રોડ્યુસર છે. પરંતુ બંને પોતાના બાળકોને પણ ખુબ જ સમય આપે છે. કાજોલ તો પોતાનો મોટાભાગનો સમય પોતાના બાળકોની સાથે જ વિતાવે છે. સાથે સાથે ઘરકામ પણ કરે છે. પોતાના ઘરનું પણ ખુબ જ ધ્યાન રાખે છે.

મિત્રો આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં આજે તે એક સફળ સ્ત્રીની સાથે સાથે ઘરને પણ સંભાળે છે. તો તમારું આ કપલ વિશે શું કહેવું છે કોમેન્ટ કરી જણાવો.

1 thought on “મીડિયાથી દુર રહેતા અજય અને કાજલનું ઘર છે આલીશાન મહેલ જેવું…. જુઓ તેના ફોટોઝ”

Leave a Comment