ઉનાળામાં ત્વચા અત્યંત તૈલીય બનવા લાગે છે. એવામાં તમારી સ્કિનની રંગત પણ ઉડી જાય છે. આવી સ્થિતિમાં તમારા માટે કેરીનો ફેસપેક અત્યંત લાભદાયક બની શકે છે. જી હા,કેરીથી તમે અનેક પ્રકારના ફેસપેક બનાવી શકો છો જેનાથી તમે ઓઈલી સ્કિનની સમસ્યા દૂર કરી શકો છો. આ સિઝનમાં તમને કેરી ખૂબ જ સરળતાથી મળી રહેશે. કેરી નો ફેસ પેક લગાવવાથી તમારી સ્કિનની રંગત અને ટેક્ષ્ચર માં પણ સુધારો આવશે. આજે અમે આ લેખ દ્વારા તમને કેટલાક ફેસપેક વિશે જણાવીશું જે તમારી સ્કિનમાં હાજર એક્સ્ટ્રા ઓઇલને દૂર કરવામાં અસરકારક સાબિત બનશે.
1) કેરી અને ઓટમીલ ફેસપેક:- કેરી અને ઓટમીલ થી તૈયાર ફેસપેક તમારી સ્કિનના ડેડ સેલ્સ ને બહાર કરી શકે છે. તેનાથી તમારા સ્કિનની કોમળતા વધે છે. સાથે જ સ્કિનમાં હાજર ઓઇલ ને દૂર કરી શકાય છે. આ ફેસપેકમાં બદામ અને ઓટમીલ નું મિશ્રણ હોય છે, જેમાં સ્ક્રબિંગ નો ગુણ હોય છે. આ ફેસપેક કેવી રીતે બનાવાય તે જોઈએ.સામગ્રી:- એક પાકેલી કેરી, સાત થી આઠ પીસેલી બદામ, ત્રણ ચમચી ઓટમીલ, બે ચમચી કાચું દૂધ.
રીત:- સૌથી પહેલાં કેરીમાંથી પલ્પ કાઢી લો. હવે તેને સરસ રીતે મિક્સ કરો ત્યારબાદ તેમાં દૂધ નાખો. -ત્યાર પછી ઓટમીલ અને બદામનો પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરી લો. હવે આ પેકને તમારા ચહેરા પર લગાવો લગભગ પંદર મિનિટ પછી સ્ક્રબ કરો. ત્યારબાદ તમારા ચહેરાને સરસ રીતે ધોઈ લો તેનાથી તમારી સ્કિનમાં પણ નિખાર આવી જશે.2) બેસન અને કેરીનો ફેસપેક:- ઉનાળામાં ઓઈલી સ્કીન ની પરેશાનીને દૂર કરવા માટે આ એક સૌથી સારો ફેસપેક બની શકે છે. આ સ્કીન નઈ અને હટાવવાની સાથે-સાથે સૂર્યના કિરણોથી તમારી સ્કિનની સુરક્ષા પણ કરે છે. સાથે જ આ પૅકમાં મધનું મિશ્રણ હોય છે જે એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી તમારી સ્કિનને પોષણ મળે છે, સાથે જ સ્કિનને ફ્રી રેડિકલ્સથી પણ બચાવ કરવામાં અસરદાર બની શકે છે. આ પેક કેવી રીતે બનાવાય તે જોઈએ.
સામગ્રી:- એક પાકી કેરી, ચાર ચમચી બેસન, એક ચમચી મધ, એક પીસેલું અખરોટ.
રીત:- સૌથી પહેલા એક વાડકીમાં કેરીનો પલ્પ નાખો, ત્યારબાદ તેમાં મધ મિક્સ કરો. ત્યારબાદ તેમાં બેસન અને અખરોટનો પાવડર નાખીને સરસ રીતે મેળવી લો. હવે આ પેકને તમારી સ્કિન પર લગાવો. લગભગ પંદર મિનિટ બાદ સ્ક્રબ કરો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.3) એવોકાડો અને કેરીનો ફેસપેક:- ઓઇલી સ્કિન માટે એવોકાડો અને કેરીનો ફેસપેક અત્યંત અસરકારક બની રહે છે. આ સ્કીન માંથી ઓઇલ ને દૂર કરવાની સાથે સાથે વધતી ઉંમરના લક્ષણોને પણ દૂર કરવામાં અસરકારક છે. સાથે જ આ બ્લેક હેડ્સને હટાવવામાં પણ મદદરૂપ થાય છે.
સામગ્રી:- એક નાની ચમચી કેરીનો પલ્પ, બે ચમચી એવોકાડો ક્રશ કરેલો, એક નાની ચમચી નારિયેળ તેલ
રીત:- એક વાડકીમાં કેરીનો પલ્પ અને એવોકાડો એકસાથે મિક્સ કરો. હવે તેમાં નારિયેળ તેલ નાખીને સરસ રીતે મિક્સ કરી લો. હવે આ ફેસપેકને ચહેરા પર લગાવીને લગભગ પંદરથી વીસ મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઇ લો.ઓઈલી સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે તમે કેરી ના આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે તમને આમાંથી કોઈ પણ વસ્તુની એલર્જી હોય તો એક્સપર્ટની સલાહ લીધા બાદ જ આનો ઉપયોગ કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી