મિત્રો આપણે જાણીએ છીએ કે અમુક લોકોને ઉંમર વધતાની સાથે સાંધાના દુખાવાની તકલીફ થતી હોય છે. અને આ સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માટે તેઓ અનેક ઉપાયો કરતા હોય છે. પણ જો તમે અમુક શાકભાજીનું સેવન તેમજ તેના બીજનું સેવન કરો છો તો સમયની સાથે જ સાંધાના દુખાવાથી રાહત મેળવી શકાય છે.
કોળું પોષકતત્વોથી ભરપૂર શાકભાજી છે. ભારતીય ઘરોમાં તેમાંથી ઘણા પ્રકારના વ્યંજનો તૈયાર કરવામાં આવે છે. શાકભાજી સાથે તેની બરફી પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ તમને એ વાત જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે, તેના બીજ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. કોળાના બીજ તેના ફળની જેમ જ વિટામિન સી, વિટામિન ઇ, કેલોરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, આયરન, સોડિયમ તેમ જ ફોલેટ જેવા પોષકતત્વોથી સમૃદ્ધ હોય છે. ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે દરરોજ ડાયેટમાં કોળાના બીજને સમાવિષ્ટ કરવા ખૂબ જ ફાયદાકારક રહે છે. કોળાના બીજને 100 ડિગ્રી સેલ્સિયસ પર શેકીને સલાડ કે સુપમાં નાખો અથવા ફળ કે નટ્સ સાથે ખાઈ શકાય છે.એક્સપર્ટ પાસેથી જાણો કોળાના બીજ ખાવાના ફાયદા:-
1) થાઇરોઈડ હેલ્થ:- કોળાના બીજમાં ઝીંક, સેલેનિયમ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે, જે થાઇરોઈડના ફંક્શનને સપોર્ટ કરવાનું કામ કરે છે. એવામાં જો તમને થાઇરોઈડની બીમારી હોય તો, દરરોજ આ બીજનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.
2) ઇનફર્ટિલિટી:- કોળાના બીજ અસાધારણ રૂપથી ફાઇટોસ્ટેરોલ અને ઝીંકથી ભરપૂર હોય છે, જે પુરુષ પ્રજનન ક્ષમતામાં વધારો કરે છે અને સાથે જ મહિલાઓના હાર્મોનમાં સુધારા માટે ફાયદાકારક સાબિત થાય છે.3) મોનોપોઝ:- મોનોપોઝ એવી સ્થિતિ હોય છે, જ્યારે મહિલાઓને પિરિયડ્સ આવવાના બંધ થઈ જાય છે, અને તેમની માં બનવાની ક્ષમતા પૂરી થઈ જાય છે. તે દરમિયાન હોટ ફ્લૈશેસ, સાંધામાં દુખાવો અને માઈગ્રેન જેવા લક્ષણોનો અનુભવ થાય છે. એવામાં એક્સપર્ટ કોળાના બીજ ખાવાની સલાહ આપે છે. કારણ કે તેમાં ફાઇટોએસ્ટ્રોજન હોય છે, જે તેનાથી મોનોપોઝના લક્ષણોથી રાહત અપાવવાનું કામ કરે છે.
4) એંટીડિપ્રેસેંટ:- તણાવ મુક્ત રહેવા માટે પણ કોળાના બીજનું સેવન કરવામાં આવે છે. એક્સપર્ટ જણાવે છે કે, આ બીજમાં ટ્રિપ્ટોફૈન નામનું તત્વ રહેલું હોય છે. જે ડિપ્રેશનથી છુટકારો અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.5) સાફ ત્વચા:- કોળાના બીજ ઝીંકથી ભરપૂર હોવાના કારણે સેલને નવા બનાવવા અને કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે. સાથે જ તેમાં આવશ્યક ફૈટી એસિડ પણ હોય છે, જે સાફ અને બેદાઘ ત્વચા આપે છે.
6) પ્રોસ્ટેટ હેલ્થ:- પ્રોસ્ટેટ ફંક્શન ઝીંકના લેવલ પર નિર્ભર કરે છે. એવામાં ઝીંકથી ભરપૂર કોળાના બીજનું સેવન તમારા પ્રોસ્ટેટ સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. આમ કોળાના બીજનું સેવન તમને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારી હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે. આથી કોળાના બીજનું સેવન અનેક રીતે ફાયદાકારક છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી