મિત્રો ભીંડો એ એક એવી શાકભાજી છે જે લગભગ દરેક લોકોને પસંદ હોય છે. તેમજ તે સ્વાદમાં પણ ખુબ ટેસ્ટી હોય છે. આ સિવાય તે અનેક પોષક તત્વોથી પણ ભરપુર છે. જો કે ભીંડાને તમે અનેક રીતે ખાઈ શકો છો. તેને ફ્રાઈ કરીને ખાઈ શકાય છે. તેમજ તેનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે. તેમજ તમે તેની કઢી બનાવીને પણ ખાઈ શકો છો. તો આજે અમે તમને ભીંડાની ચાર રેસીપી અને તેના ફાયદા વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
આપણે બધા જ જાણીએ છીએ કે ઉનાળામાં ભીંડો માર્કેટમાં જોવા મળે છે. શું તમે જાણો છો કે ગરમીઓમાં ભીંડો કેમ ખાવમાં આવે છે ? તેના સ્વાદ વિશે તો આપણે સૌ જાણીએ છીએ. તેમજ તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ ગુણકારી છે. હૃદયના રોગીને ગરમીમાં ભીંડો ખાવાની સલાહ આપવામાં આવે છે. ભીંડામાં ફાઈબરની માત્રા સારી રહેલી છે. ફાઈબરથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. આમ લીલા રંગનો ભીંડા હૃદય સાથે બીજી ઘણી રીતે પણ લાભકારી છે.
ભીંડામાં વિટામીન, પોટેશિયમ, કાર્બ્સ, ફાઈબર, કેલ્શિયમ, લીનોલેનીક, અને ઓલિક એસિડ જેવા ફેટ મળે છે. જો કે દરેક ગામમાં અલગ અલગ રીતે ભીંડો બનાવવામાં આવે છે. અને જો વાત કરીએ સાઉથની તો ત્યાં નાળિયેર સાથે ભીંડો બનાવવામાં આવે છે. જ્યારે નોર્થમાં ભીંડાની કઢી બનાવવામાં આવે છે. ચાલો તો આજે આપણે ભીંડાના 4 રેસીપી વિશે જાણી લઈએ.1- નાળિયેર ભીંડો રેસીપી : જો તમને ડાયાબિટીસ છે તો રક્તમાં રહેલ ગ્લુકોઝનું લેવલ વધવું એક સામાન્ય વાત છે. આ સમસ્યાથી બચવા માટે તમે ભીંડો ખાવ. ભીંડામાં એન્ટી-હાઈપરગ્લાઇસેમિક ગુણ જોવા મળે છે જે લોહીમાં ગ્લુકોઝનું લેવલ ઓછું કરે છે. ભીંડામાં આ તત્વ ઓછું હોય છે. જેનાથી શુગર વધતું નથી. સાઉથમાં ભીંડાને ખુબ પસંદ કરવામાં આવે છે કેમ કે તે ખાવામાં ખુબ જ હેલ્દી હોય છે.
સામગ્રી : ભીંડો, નાળિયેર, કોથમીર, ઓલીવ ઓઈલ, ચણાની દાળ, લીલા મરચા, આમચૂર પાઉડર, લાલ મરચું પાવડર, હળદર, જીરું, રાઈ, હિંગ, મીઠું, આદુ.
બનાવવાની રીત : ભીંડાને ધોઈને સુકવીને પછી ગોળ આકારમાં સમારી લો, વાસણમાં તેલ ગરમા કરવા માટે મૂકી દો અને તેમાં બધા મસાલા નાખો, દાળને પીસી નાખો. આદુ અને લસણની પેસ્ટ નાખીને તેને સાંતળી લો. જ્યારે બધો જ મસાલો સારી રીતે શેકાય જાય પછી તેમાં ભીંડો નાખીને તેને ચડવા દો, ભીંડો ચડી જાય એટલે તેમાં નાળિયેર નાખો અને તેને 2 મિનીટ માટે ચડવા દો. આમ તાજી નાળિયેર ભીંડો તૈયાર છે, તેને તમને રોટલી સાથે ખાઈ શકો છો.2- હેલ્દી કઢી-ભીંડો રેસીપી : ભીંડામાં કાર્બ્સ સારા એવા પ્રમાણમાં હોય છે. તેનાથી વજન કંટ્રોલમાં રહે છે. જો તમે ભીંડાને હેલ્દી રીતે બનાવશો તો તમને ફીટ રહેવામાં મદદ મળશે. આ રેસીપીમાં તમને હેલ્થ અને ટેસ્ટ બંને મળશે. કઢી- ભીંડો રેસીપી પંજાબમાં ખુબ બનાવવામાં આવે છે. પણ આ કોઈ તીખી મસાલેદાર રેસીપી નથી, પરંતુ ખાવામાં ખુબ જ ટેસ્ટી અને લાજવાબ રેસીપી છે. તેને તમે રાઈસ અને રોટલી સાથે ખાઈ શકો છો.
સામગ્રી : ભીંડો, દહીં, જીરું, સુકા લાલ મરચા, ઘી, તજ, મીઠું, લાલ મરચાનો પાવડર, હળદર, ધાણાજીરું, દહીં, બેસન, ઓલીવ ઓઈલ.
બનાવવાની રીત : ભીંડાની કઢી બનાવવા માટે ભીંડાને સમારી લો. કઢી બનાવવા માટે એક વાસણમાં મસાલાને દહીંની સાથે મિક્સ કરી લો, વાસણમાં પાણી નાખો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. ગરમ કરો અને મિશ્રણને ગરમ થાય ત્યાં સુધી ચડવા દો. વાસણમાં ભીંડોમાં તેલ અને મીઠું નાખીને ચડવા દો. ક્રિસ્પી થવા પર ગેસ બંધ કરી દો અને વાસણમાં ઘી ગરમ કરો. ઘીમાં તજ, જીરુ, લાલ મરચું નાખો. મિશ્રણ અને ભીંડાને કઢીમાં નાખી દો. આમ ભીંડાની કઢી તૈયાર છે. તેને રોટલી અને રાઈસ સાથે ખાવ.3- ભીંડાની ચટણી : હૃદય અને ડાયાબિટીસના દર્દીની સાથે સાથે બ્લડ પ્રેશરના દર્દી પણ ભીંડાનું સેવન કરી શકે છે. ભીંડાની વચ્ચે અર્ક મળે છે, જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ભીંડાનું શાક તો ખાધું હશે પણ શું તમે ક્યારેય ભીંડાની ચટણી ખાધી છે. અમે તમને જણાવીશું ભીંડાની ચટણી બનાવવાની રીત વિશે. તેમાં ઓછા મસાલાઓ હોય છે અને તે શાકની જેમ ખાઈ પણ શકાય છે.
સામગ્રી : ભીંડો, આંબલી, પંચફોડન, લીલા મરચા, હળદર પાવડર, સરસોનું તેલ, મીઠું.
બનાવવાની રીત : આંબલી અને ભીંડાને સારી રીતે ધોઈને સાફ કરી લો. એક વાસણમાં પાણી લો અને તેમાં આંબલી પલાળી દો. ભીંડાને સુકવીને તેને સમારી લો. ગેસ પર તેલ ગરમ કરો, તેમાં પંચફોડન, અને લીલા મરચા નાખો. જ્યારે મસાલાનો રંગ બદલાય જાય તો તેમાં ભીંડો નાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો. હવે તેમાં હળદર, મીઠું અને આંબલીનું પાણી નાખો. ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દો. ચટપટી ભીંડાની ચટણી તૈયાર છે.4- દહીં ભીંડાની રેસીપી : ભીંડામાં ફાઈબર સારી માત્રામાં હોય છે. જે પાચનતંત્ર માટે ફાયદાકારક છે. જેને કબજિયાતની તકલીફ હોય તેના માટે આ રેસીપી સારી છે. જો તમે ભીંડાને હેલ્દી બનાવવા માંગો છો તો મસાલેદાર ભીંડાની જગ્યાએ આ દહીં ભીંડો બનાવો. તે ખાવામાં ટેસ્ટી છે.
સામગ્રી : ભીંડો, ઓલીવ ઓઈલ, દહીં, કોથમીર, હળદર, લીલા મરચા, હિંગ, જીરું, મીઠું.
બનાવવાની રીત : દહીં ભીંડો બનાવવા માટે ભીંડાને સમારી લો. વાસણમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ, જીરું નાખીને શેકી લો. વાસણમાં લીલા મરચા, કોથમીર, દહીં, હળદર નાખીને શેકી લો. જ્યારે મસાલા શેકાય જાય તો તેમાં ભીંડો, મરચું, મીઠું, નાખીને મિક્સ કરી લો. સબ્જીને ગેસ પર જ ઢાંકીને 5 મિનીટ ચડવા દો. આમ તૈયાર છે દહીં ભીંડો રેસીપી, જેને તમે રોટલી કે રાઈસ સાથે ખાઈ શકો છો.