નાભિને શરીરનું કેન્દ્રિય બિંદુ માનવામાં આવે છે. નાભિ સાથે આપણા શરીરનું તંત્રિકા તંત્ર જોડાયેલ હોય છે. ઘણી નાની અને મોટી સમસ્યા છે, જે નાભિ દ્વારા મટાડી શકાય છે. નાભિ પર તેલ લગાવવાથી ઘણી બીમારીથી છૂટકારો મેળવી શકાય છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, નાભિ પર ક્યું તેલ લગાવવાથી શું ફાયદા થાય છે.
આપણા બધાના ઘરમાં રોગોથી બચવા માટેના અનેક ઉપાયો હોય છે, જેમાં એક નાભિ પર તેલ લગાવવાનું પણ સામેલ છે. ભારતમાં તેલ માલિશને પારંપારિક સારવાર માટે એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે અને આજે પણ આ સારવાર અનેક બીમારીથી બચવા માટે અને લડવા માટે કારગર છે. તમે અત્યાર સુધીમાં માત્ર શરીર પર માલીશ અને માથામાં મસાજ વિશે જ સંભાળ્યું હશે. પરંતુ તમને જણાવી દઈએ કે, નાભિ પર તેલ લગાવવાથી તમે સ્વસ્થ અને નીરોગી બની શકો છો.
જી હા મિત્રો, નાભિ એ આપણા શરીરનું એ બિંદુ છે, જેની મદદથી ઘણી બીમારીથી છુટકારો મેળવી શકાય છે. નાભિ પર તેલ લગાવવાની રીત ખુબ જ સહેલી છે અને તેના ફાયદા પણ અનેક છે. પરંતુ આ પહેલા તમે એ જાણી લો કે, નાભિ પર ક્યું તેલ લગાવવાથી ક્યાં ફાયદા થાય છે.
નાભિ પર તેલ લગાવવાની રીત : નાભિ પર અને તેની આસપાસની જગ્યા પર તેલના થોડા ટીપાં નાખો. આ સિવાય તમે રૂ પર થોડા તેલના ટીપાં નાખીને પણ તેલ લગાવી શકો છો. તેને તમે ઓછામાં ઓછી 20 મિનિટ સુધી લગાવેલું રહેવા દો.
નાભિ પર તેલ લગાવવાથી શું થાય છે ? : નાભિની પાછળ પેકોટિ ગ્રંથિ હોય છે. આ પેકોટિ ગ્લેંડ શરીરની ઘણી નસો, પેશિયો અને શરીરના અંગો સાથે જોડાયેલ હોય છે. આ રીતે પેકોટિ ગ્રંથિ ખુબ જ શક્તિશાળી હોય છે. નાભિ પર તેલ લગાવવામાં આવે ત્યારે પેકોટિ ગ્રંથિનું તેલ શોષી લીધા પછી માનસિક અને શારીરિક સારી અનુભૂતિ થાય છે. આંખોની રોશની વધારવી, તણાવ દૂર કરવો અને પાચનમાં સુધારો કરવો, જેવા ફાયદાઓ નાભિ પર તેલ લગાવવાથી થાય છે.
ખીલ માટે લીમડાનું તેલ : લીમડાને ત્વચા સંબંધી સમસ્યા દૂર કરવા માટે એક રામબાણ ઉપાય માનવામાં આવે છે. જો તમારી ત્વચા પર ખીલ અથવા દાણા છે, તો તમારા માટે લીમડાનું તેલ ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. ખીલથી છુટકારો મેળવવા માટે, દરરોજ નાભિ પર લીમડાના તેલના થોડા ટીપાં લગાવવા જોઈએ.
ચમકદાર ત્વચા માટે બદામનું તેલ : લગભગ તણાવ, કામની ચિંતા અને ઠીક રીત ત્વચાની સંભાળ ન લેવાના કારણે ત્વચા બેજાન અને રૂખી લાગે છે. આ સમસ્યાને બદામના તેલ દ્વારા દૂર કરી શકાય છે. જો તમે ખુબ જ ઓછા સમયમાં તમારી ત્વચા ચમકેલી જોવા માંગો છો, તો તમે તમારી નાભિ પર બદામનું તેલ લગાવી શકો છો. બદામનું ત્વચા માટે અને વાળ માટે ખુબ જ લાભકારી છે.
રૂખી અને ફાટેલા હોઠથી મુક્તિ મેળવવા માટે સરસવનું તેલ : મોટા ભાગે, ફાટેલા હોઠના કારણે શરમ આવતી હોય છે. ઘણા લોકોના હોઠ તો હંમેશા ફાટેલા જ રહે છે. જો તમે પણ ફાટેલા હોઠથી મુક્તિ મેળવવા માંગો છો, તો દરરોજ તમારી નાભિ પર સરસવનું તેલ લગાવો. આવું કરવાથી ફાટેલી એડી અને સૂકી ત્વચાથી મુક્તિ મળે છે.
પ્રજનન ક્ષમતા વધારવા માટે જેતુનનું તેલ અથવા નાળીયેર તેલ : ભારતમાં દરેક ઘરમાં નાળિયેરનું તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો વાળમાં નાળિયેરનું તેલ લગાવે છે. તો કોઈ રસોઈમાં તેનો ઉપયોગ કરે છે. નાભિ પર નાળિયેરના તેલના 3 થી 7 ટીપા લગાવવાથી પ્રજનન ક્ષમતા વધે છે. કમજોરી અને રફ વાળની સાથે આંખની સમસ્યા પર દૂર કરે છે.
ઘી થી મુલાયમ ત્વચા બનાવો : જો તમારી ત્વચા બેજાન અને રફ છે તો તમારે નાભી પર ઘી લગાવવું જોઈએ. તેનાથી ત્વચા નરમ અને મુલાયમ થાય છે અને તેની ચમક વધે છે.
વજન વધારો અને સાંધાના દુઃખાવા માટે જેતુનનું તેલ : આજે લોકો વજન વધારાથી પરેશાન રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ માટે તમારે નાભી પર જેતુનનું તેલ લગાવવું જોઈએ. તેનાથી વજન વધારો અને સાંધાના દુઃખાવામાં રાહત મળશે. રાત્રે સૂતા પહેલા જેતુનનું તેલથી નાભી પર માલીશ કરવાથી ફાયદો થાય છે. આ ઉપાયથી થોડા દિવસોમાં વજન વધારો અને સાંધાના દુઃખાવાથી રાહત મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી