જો ભોજનની અંદરની ફાયબરની માત્રા વધુ હોય તો તે કબજિયાત અને ગેસની સમસ્યાથી છુટકારો આપી શકે છે અને પેટની ગંદકીને સાફ કરે છે. તેનાથી સારા બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ફાયબરની માત્રા લીલા શાકભાજીમાં વધુ હોય છે.
તેમજ પેટની ગંદકીને સાફ કરવા માટે ફ્રુટનું સેવન કરવું જોઈએ. ફ્રુટમાં પણ ફાયબરની માત્રા ખુબ જ વધુ હોય છે. અમે જણાવીએ એ ત્રણ પ્રકારના જ્યુસમાંથી જો કોઈ પણ એક જ્યુસનું સેવન બે થી ત્રણ વાર કરી લેવામાં આવે તો માત્ર 10 દિવસથી ભારે ભારે લાગતું પેટ એક જ દિવસમાં થઈ જશે હળવું ફૂલ જેવું. તેમજ આંતરડાની ગંદકી પૂરી રીતે બહાર નીકળી જાય છે. તો ચાલો જાણીએ ક્યાં છે એ જ્યુસ.
1 ) સફરજન જ્યુસ : જો તમને એવું લાગતું હોય કે તમારું પેટ ઘણા દિવસથી સાફ નથી આવતું કે સાફ નથી થતું, તો તમે સફરજનના જ્યુસનું સેવન કરી શકો છો. ઘણા અધ્યયનોમાં સાબિત થઈ ચુક્યું છે કે સફરજનનું જ્યુસ ગટ ડિટોક્સ માટે ફાયદાકારક છે. સફરજનનું જ્યુસ પીધા બાદ ખુબ જ ઝડપથી પેટ સાફ થઈ જાય છે. અને પેટ તેમજ આંતરડામાં ફસાયેલો તમામ કચરો સાફ મળ માર્ગે બહાર નીકળી જશે.
2 ) વેજીટેબલ જ્યુસ : પેટને સાફ કરવા માટે વેજીટેબલ જ્યુસ ખુબ જ ફાયદાકારક છે. વેજીટેબલ જ્યુસમાં ફ્લાવર, બ્રોકલી, પાલક, ટમેટા, ગાજર, કોબી, દુધી, કારેલા વગેરેનો ઉપયોગ કરી શકો છો. જે તમારા આંતરડા સહિત શરીરનો તમામ કચરો બહાર કાઢી નાખશે.
3 ) લીંબુનું જ્યુસ : પેટની સફાઈ કરવા માટે લેમન જ્યુસને તમે ગમે ત્યારે લઈ શકો છો. લેમન જ્યુસમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન સી હોય છે, જે એસિડીટીને પણ ખતમ કરી નાખે છે. લીંબુના જ્યુસના પેટમાં છુપાયેલા હાનિકારક બેક્ટેરિયા સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે. તો પેટની સફાઈ કરવી હોય તો લીંબુનું જ્યુસ અવશ્ય પીવું જોઈએ.
મિત્રો તમને જણાવી દઈએ કે આપણા શરીરમાં થતા લગભગ મોટાભાગના રોગોનું કારણ પેટ હોય છે. જો પેટ ખરાબ હોય તો ઘણા રોગોને જન્મ આપે છે. માટે પેટ અને આંતરડાની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. તો પેટની સફાઈ માટે ઉપર જણાવેલ જ્યુસ પિય શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી