તળાવમાં ઉગતી આ વસ્તુ માથાથી લઈને પગ સુધીના બધા જ દુઃખાવા કરી દેશે દૂર, આ રીતે કરો ઉપયોગ, થશે ચોંકાવનારા ફાયદા..

મૌસમી ફળ આપણને કેટલીક પ્રકારની બીમારીથી બચાવે છે. દરેક સિઝનના દરેક ફળોને જરૂરથી ખાવા જોઈએ. શિયાળામાં એક ખાસ ફળ આવે છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ કેટલાક પૌષ્ટિક તત્વોથી અને વિટામીનોથી ભરપૂર હોય છે. ત્રિકોણ આકારનું આ ફળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

અમે વાત કરી રહ્યા છીયે શિંગોડા ફળની, જેને ઇંગ્લિશમાં વોટર ચેસ્ટનટ કહેવામાં આવે છે. આ સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવે છે. શિંગોડા એક જલીય છોડનું ફળ છે, જે ભારતમાં જોવા મળે છે. તેની ખેતી નદી, તળાવ, વગેરેમાં કરી શકાય છે. આ ફળ કાળા રંગનું અને લીલા રંગનું હોય છે, જે બજારમાં મળે છે.  તેનો લોટ પણ બજારમાં મળે છે. તેનો લોટ બનાવવા માટે પહેલા તેના બીજને સુકવવામાં આવે છે.આનું સેવન કરવાથી શરીરમાં તાકાત આવે છે અને સાથે જ આ ખાવાથી લોહીની ખામી પણ થતી નથી. ગર્ભવતી સ્ત્રી માટે આનું સેવન ખુબ જ ફાયદાકારક છે. શિંગોડાનું ફળ આપણાં પૂરા શરીર માટે ખુબ જ લાભકારી છે, કારણ કે, તેમાં રહેલ પોષકતત્વો જેવા કે, વિટામિન-એ, સિટ્રિક એસિડ, ફોસ્ફરસ, પ્રોટીન, નિકોટેનિક એસિડ, વિટામિન-સી, મેગેનીઝ, થાયમિન, કાર્બોહાઈદ્રેટ, એનર્જી, ડાયટરી ફાઈબર, કેલ્શિયમ, ઝિંક, આયરન, પોટેશિયમ, સોડિયમ, આયોડિન, મેગ્નેશિયમ આપણાં શરીરને સ્વસ્થ રાખે છે.

શિંગોડાનું સેવન તમારી પાચન શક્તિ પર આધાર રાખે છે. પરંતુ તમે ચાહો તો, તેનું સેવન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે કરવું હોય તો, દરરોજ 20 થી 50 ગ્રામ જેટલું કરી શકો છો. તો ચાલો જાણીએ શિંગોડા ખાવાના ફાયદા.

શિંગોડા ખાવાના ફાયદા ગળા માટે : શિંગોડા ગળાની સમસ્યામાં રાહત આપે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ગળું ખરાબ થઈ જવું, ગળામાં ખરેડી પડવી, વગેરેમાંથી મુક્તિ આપવા માટે શિંગોડાનો ઉપયોગ થાય છે. તેના ફળનું સેવન કરવામાં આવે તો તે વધુ સારું છે. જો તમે શિંગોડાના લોટને દૂધમાં નાખીને સેવન કરો છો, તો તમને ગળાની સમસ્યાથી જલ્દી મુક્તિ મળે છે.શિંગોડાના ફાયદા ગર્ભવતી સ્ત્રી માટે : ગર્ભવતી સ્ત્રીએ દૂધ સાથે તેનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને, જેનું ગર્ભ 7 મહિનાથી વધારે હોય, તેના માટે આ ખુબ જ ફાયદાકારક છે. શિંગોડાના સેવનથી લ્યુકોરિયા નામની બીમારી પણ ઠીક થઈ જાય છે. આ સિવાય જે પણ સ્ત્રીનો ગર્ભ ગર્ભકાળ પૂરો થાય તે પહેલા જ મિસ થઈ જાય છે, તેણે પણ શિંગોડાનું સેવન ખુબ જ કરવું જોઈએ. આનું સેવન કરવાથી ભ્રૂણને પોષણ મળે છે અને માતાની તબિયત પણ સારી રહે છે. શિંગોડાના સેવનથી ગર્ભપાત થતું નથી.

શિંગોડાનો લોટ થાઈરોઈડ માટે : શિંગોડા શરીરને ઉર્જા આપે છે. તેથી જ તેને વ્રત અને ઉપવાસમાં ભોજનમાં અલગ-અલગ રીતોથી ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આયોડિન પણ હોય છે, જે ગળા સંબંધી રોગોથી રક્ષા કરે છે. તેનો ઉપયોગ કરવાથી થાઈરોઈડ ગ્રંથિને સૂચારું રૂપથી કાર્ય કરવા માટે પણ પ્રેરિત કરે છે અને થાઈરોઈડ જેવી સમસ્યાને દૂર કરે છે.

શિંગોડાનો લોટ પેટની સમસ્યા માટે : શિંગોડાના સેવનથી પેટની સમસ્યા જેવી કે, પેટમાં ગેસ, એસિડિટી, અપચ દૂર થાય છે. પેટની સમસ્યાને દૂર કરવા માટે શિંગોડાને એક કુદરતી ઉપચાર માનવામાં આવે છે. શિંગોડાનો લોટ આંતરડા માટે અને આંતરડાની ગરમીને દૂર કરવા માટે ફાયદાકારક છે. આ પિત્ત અને કબજિયાતની સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. સાથે જ શિંગોડાના સેવનથી બાળકો અને મોટાઓની ભૂખ ન લાગવાની સમસ્યાને પણ દૂર કરે છે.શિંગોડાના ફાયદા ફાટેલી એડી માટે : તમને કદાચ આ વિશે જાણકારી ન હોય, પરંતુ એડી ફાટવાની સમસ્યા શરીરમાં મેગેનીજની ખામીના કારણે થાય છે. શિંગોડાનું ફળ એક એવું ફળ છે, જેના પોષક તત્વોમાં મેગેનીજ હોય છે. તેથી જ આ ફળ ખાવાથી એડી ફાટવાની સમસ્યા રહેતી નથી. સાથે જ શિંગોડાના સેવનથી શરીરમાં લોહીની ખામી પણ થતી નથી.

શિંગોડાના લાભ ખંજવાળ માટે : ગરમીના દિવસોમાં લગભગ દરેક લોકોને ખંજવાળની સમસ્યા થતી હોય છે. સૂકા શિંગોડાને ઘસીને, તેની અંદર લીંબુ નાખીને દરરોજ ખંજવાળ વળી જ્ગ્યા પર લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે. તેને લગાવવાથી થોડીવાર તમને બળતરા થશે, પરંતુ થોડીવાર પછી ઠંડક મળે છે.

શિંગોડાનો ઉપયોગ વાળ માટે : શિંગોડાના સેવનથી આપણા સ્વાસ્થ્યને તો લાભ મળે છે, પરંતુ સાથે જ આ આપણા સૌંદર્યને પણ વધારે છે. વાળ માટે શિંગોડાનું સેવન ખુબ જ લાભકારી છે. તેમાં રહેલ તત્વો વાળને ખરાબ થતાં અટકાવે છે. તેના સેવનથી વાળમાં મજબૂતી આવે છે અને વાળને પૂરતું પોષણ મળે છે.શિંગોડાના ગુણ ઊંઘ માટે : શિંગોડામાં પોલીફેનોલીક અને ફ્લેવોનોઈડ એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ સિવાય તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી કેન્સર ગુણ હોય છે. જે લોકો આનું સેવન કરે છે, તેને ઊંઘ આવવાનો અર્થ અનિંદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે.

શિંગોડાના લાભ કમળા માટે : શિંગોડામાં વિશહરણ ગુણ હોય છે. તેથી જ, આ કમળો થયેલ લોકો માટે વધારે ફાયદાકારક છે. કમળા વાળો દર્દી આનું સેવન જ્યુસ બનાવીને અથવા તો તેનું કાચું સેવન પણ કરી શકે છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

શિંગોડા ખાવાના લાભ ડિહાઈડ્રેશનની સમસ્યા માટે : ઠંડીના સમયમાં લોકો પાણી ખુબ જ ઓછું પીવે છે, જેના કારણે તેને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ જાય છે. શિયાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે શિંગોડા ખુબ જ ફાયદાકારક છે. તેના સેવનથી દસ્તની સમસ્યા દૂર થાય છે. આ શરીરને બેસ્ટ ઠંડક આપવા માટે કામ કરે છે.

શિંગોડા ખાવાના ફાયદા ત્વચા માટે : શિંગોડા જેવી રીતે આપણ સ્વાસ્થ્ય માટે અને વાળ માટે ફાયદાકારક છે, તેવી જ રીતે આપણી ત્વચા માટે પણ કેટલીક રીતે ફાયદાકારક છે. શિંગોડાનું સેવન કરવાથી તે આપણા શરીરમાં રહેલ જેરી પદાર્થોને દૂર કરે છે, તેથી આપણી ત્વચા ખુબ જ સુંદર દેખાવા લાગે છે. ત્યાં સુધી કે, શિંગોડાનું સેવન કરવાથી આપણી ત્વચા પર પડેલ ખીલ જેવી સમસ્યાનો પણ ઉપચાર કરી શકીએ છીએ.

શિંગોડાના અન્ય ફાયદા : 1 ) વજનને ઘટાડવા માટે વિચારતા લોકો માટે શિંગોડાનું ફળ એક બેસ્ટ ફળ છે. તેમાં પોષકતત્વોની પર્યાપ્ત માત્રા હોય છે, પરંતુ કેલેરી ખુબ જ ઓછી હોય છે.
2 ) આમાં કૈલેશિયમની ભરપૂર માત્રા હોય છે, તેથી જ તેનું સેવન કરવાથી હાડકાં અને દાંત બંને મજબૂત થાય છે. આ શારીરક નબળાઈને દૂર કરે છે.

3 ) શિંગોડાના સેવનથી લોહી સંબંધી સમસ્યા દૂર થાય છે. આ સિવાય મૂત્ર સંબંધી રોગોના ઉપચાર માટે શિંગોડાનું સેવન ખુબ જ લાભકારી છે.
4 ) આ એક ઔષધિની જેમ કામ કરે છે. તેના સેવનથી શરીરમાં રહેલ સોજો અને દુઃખાવો આ બંનેને દૂર કરે છે. શરીરમાં સોજો થવા પર શિંગોડાના છોતરાંને પીસીને સોજા અને દુઃખાવા વાળી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે.શિંગોડા ખાવાના નુકશાન : 1 ) શિંગોડા ખાવાના ફાયદા છે, તેમ તેનું અધિક સેવન કરવાથી નુકશાન પણ થાય છે.
2 ) વધારે માત્રમાં શિંગોડા ખાવાથી પાચનતંત્ર ખરાબ થઈ જાય છે.
3 ) વધારે માત્રામાં શિંગોડાનું સેવન કરવાથી કબજિયાત, આંતરડામાં સોજો, પેટમાં દુઃખાવાની સમસ્યા થઈ શકે છે.
4 ) શિંગોડાનું સેવન કર્યા પછી પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી શરદી, ઉધરસની સમસ્યા થઈ શકે છે.
5 ) શિંગોડાનું વધારે સેવન કરવાથી કફ જેવી સમસ્યા થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment