રસોડામાં રહેલી આ વસ્તુ ખાવા લાગો, આજીવન નહિ થાય લોહીની કમી… લોહીના ટકા ઘટતા હોય તો આજે જ ખાવા લાગો અઠવાડિયામાં દેખાશે ફરક…

મિત્રો આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ રહેલી છે જેનાથી તમારું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહી શકે છે. તેમજ આપણા શરીરમાં જેમ કે તમે જાણો છો તેમ લોહીનું વિશેષ મહત્વ છે. આ લોહીનું શુદ્ધ હોવું, સતત પરિભ્રમણ કરવું, તેમજ યોગ્ય પ્રમાણમાં હોવું ખુબ જ જરૂરી છે. અને જો આપણા લોહીમાં કોઈપણ પ્રકારની કમી હોય તો આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આથી શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે એ માટે આપણે અનેક દવાઓનું સેવન કરતા હોઈએ છીએ. પણ જો તમે તમારા રસોડામાં રહેલ આ વસ્તુઓનું સેવન કરશો તો તમારા શરીરમાં લોહીનું પ્રમાણ ચોક્કસ પણે જળવાઈ જ રહેશે. ચાલો આપણે આ લેખમાં આ વસ્તુઓ વિશે વિસ્તારથી જાણીએ લઈએ.1) શરીરમાં લોહી વધારવા માટે બીટ રામબાણ ઈલાજ છે. બીટમાં ભરપૂર આયરન હોય છે જેનાથી લોહી વધે છે. બીટનું જ્યુસ દરરોજ પીવાથી લોહી પણ સાફ થાય છે. બીટમાં ઘણા પ્રકારના વિટામિન, મિનરલ અને એંટીઓક્સિડેંટ જોવા મળે છે જે પાચનને પણ સારું બનાવે છે. 

2) આયરનની ઉણપને દૂર કરવા માટે દાડમ પણ ખૂબ સારું છે. દાડમ ખાવાથી એનીમિયાની સમસ્યા દૂર થાય છે. દાડમનું જ્યુસ આંતરડાનો સોજો મટાડે છે અને પાચનમાં પણ સુધારો કરે છે. તે હ્રદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે.3) પાલક આયરન, વિટામિન, ઓમેગા-3 ફૈટી એસિડનો ભંડાર છે જે શરીરમાં લોહી વધારવાનું અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું પણ કામ કરે છે. તે માંસપેશીઓને મજબૂતી આપે છે અને હાડકાંના સ્વાસ્થ્યને પણ સુધારે છે. 

4) ડ્રાઈ ફ્રૂટ્સ જેવાકે, બદામ, અખરોટ, કાજુ વગેરેમાં આયરનની માત્રા ભરપૂર હોય છે. તે લોહીમાં ઝડપથી રેડ બ્લડ સેલ્સ બનાવે છે અને શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. લોહીની ઉણપથી જજૂમી રહેલા લોકોએ દરરોજ એક મુઠ્ઠી ડ્રાઈ ફ્રૂટનું સેવન જરૂરથી કરવું જોઈએ.

5) દાળ અને આખા અનાજમાં પ્રોટીન, વિટામીન્સ, ફાઈબર ભરપૂર જોવા મળે છે. તે શરીરમાં આયરનની ઉણપ દૂર કરીને લોહી વધારે છે. આખા અનાજમાં અઘુલનશીલ ફાઈબર જોવા મળે છે જે પાચનતંત્ર માટે સારું હોય છે. દરરોજ રાત્રે પલાળેલા ચણા, અને સ્પ્રાઉટ્સનું સેવન કરવાથી શરીરમાં લોહી ઝડપથી બને છે અને શરીરને ઘણા પોષકતત્વો પણ મળે છે.આમ રસોડામાં રહેલી આ વસ્તુઓથી તમે લોહીની ઉણપ દૂર કરી શકો છો. તે માટે તમારે કોઈ પણ પ્રકારના ટોનિકની જરૂરિયાત પડશે નહીં. આ વસ્તુઓનું સેવન કરીને તમે અનેક પોષકતત્વો મેળવી શકો છો જે તમને ભરપૂર માત્રામાં આયરન પૂરું પાડીને લોહીની ઉણપ દૂર કરે છે.

આમ આ વસ્તુઓના સેવનથી તમારું લોહી શુદ્ધ બને છે. સાથે લોહીના ટકા પણ વધે છે. તેના સેવનથી લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે. તેમજ તમારી તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. તમને પોષક તત્વો મળી રહે છે. શરીર રોગો સામે લડવામાં સક્ષમ બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment