ગોઠણના દુખાવામાં દવા કરતા જલ્દી રાહત આપશે આ પાન, જાણો લગાવવાની રીત… તરત જ મળશે 100% રાહત…

મિત્રો, આપણી આસપાસ કુદરતી સંપત્તિનો ખજાનો રહેલો છે. આવી કુદરતી સંપત્તિ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. તેવી જ એક લીલી વનસ્પતિ મહેંદી છે જે ઘૂંટણના દુખાવામાં ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. મિત્રો, જીવનશૈલીમાં બદલાવ, ખાણીપીણીમાં પોષણની કમી અને એક્સરસાઇઝ ન કરવાના કારણે આજના સમયમાં લોકો માટે ઘૂંટણ ના દુખાવાની સમસ્યા ખુબ જ સામાન્ય બની ગઈ છે. ઘૂંટણમાં દુખાવો થવા પર લોકો ડોક્ટર પાસે જાય છે અને અનેક પ્રકારની દવાઓનું સેવન કરે છે, એક્સરે કરાવે છે.

આવી દવાઓ થોડા દિવસ માટે તો રાહત આપે છે પરંતુ જ્યાં ઋતુમાં બદલાવ આવે છે ત્યાં જ આ દુખાવો ફરીથી થવા લાગે છે. જો તમે ઘૂંટણના દુખાવાથી પરેશાન હોવ તો મહેંદી ના પાનના આ ખાસ ઘરેલુ ઉપચારને ટ્રાય કરી શકો છો. જી હા મહેંદી ના પાનના પોષક તત્વો અનેક બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ તો કરે જ છે સાથે ઘૂંટણોના દુખાવાનો રામબાણ ઈલાજ છે.મહેંદી ના પાનના પોષક તત્વો ની વાત કરીએ તો તેમાં પૂરતા પ્રમાણમાં પોટેશિયમ,કેલ્શિયમ, આયર્ન,મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ફોસ્ફરસ ઉપલબ્ધ હોય છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે ઘૂંટણના દુખાવામાં મહેંદીના પાન નો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

ઘૂંટણના દુખાવામાં કેમ ફાયદાકારક છે મહેંદીના પાન:- મહેંદી ના પાનની તાસીર ઠંડી હોય છે. તેમાં પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ અને આયર્ન ઉપલબ્ધ હોય છે તેથી આ ઘૂંટણ ના દુખાવાથી રાહત અપાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તમે ઈચ્છો તો ઘૂંટણના દુખાવામાં મહેંદીના પાનનો ઉકાળો બનાવીને પણ સેવન કરી શકો છો.

ઘૂંટણ ના દુખાવામાં કેવી રીતે કરવો મહેંદીના પાનનો ઉપયોગ:- ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે તમે મહેંદીના પાનનો ઉપયોગ લેપ બનાવીને કરી શકો છો. તેના માટે મહેંદી ના તાજા પાન એક વાડકીમાં ભરી લો અને તેમાં એરંડાના પાનને મેળવો. હવે મહેંદી અને એરંડાના પાનને થોડા ગરમ કરીને મિક્સરમાં પીસી લો.

જો તમને મિશ્રણ વધારે ઘટ્ટ લાગે તો તમે તેમાં થોડું નાળિયેરનું તેલ પણ મિક્સ કરી શકો છો. આ મિશ્રણને ઘૂંટણો પર લેપની જેમ લગાવો અને ઓછામાં ઓછા બે કલાક સુધી રહેવા દો. બે કલાક બાદ મહેંદીના પાન ના લેપ ને ભીના ટુવાલથી હટાવીને તુરંત જ ઢાંકી દો.

ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટે તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર મહેંદીના પાનનો લેપ લગાવી શકો છો. જો તમારી પાસે સમયની કમી હોય તો તમે રાત્રે સુતા પહેલા મહેંદીના પાનનો લેપ તમારા ઘુટણ પર લગાવી શકો છો અને સવારમાં હુંફાળા ગરમ પાણીથી ધોઈને દુખાવાથી રાહત મેળવી શકો છો.

નોંધ : ઘૂંટણના દુખાવા કે કોઈ પણ અન્ય સમસ્યામાં મહેંદીના લેપ નો ઉપયોગ સીધો સ્કિન પર કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરી લો. પેચ ટેસ્ટ દરમિયાન મહેંદીના પાનનો લેપ સ્કિન પર 10 થી 15 મિનિટ લગાવીને રાખો. પેચ ટેસ્ટ દરમિયાન જો તમને ખંજવાળ, બળતરા કે દાણા નીકળવાની સમસ્યા થાય તો તેનો ઉપયોગ બિલકુલ ન કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment