ગેસ, એસિડીટી, એસિડ અને પેટની જીવાત થશે જડમૂળથી ગાયબ, કરો આ મફતમાં મળતી ઔષધિનું સેવન… શરીરના રોગો સાથે લોહી પણ કરી દેશે સાફ…

મિત્રો જયારે ગેસ કે એસીડીટી અથવા તો પેટના કીટાણુંઓ વધી જાય ત્યારે સામાન્ય રીતે આપણે દવાનું સેવન કરીને તેનો ઈલાજ કરીએ છીએ. પણ દર વખતે દવાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. પણ જો તમે ગેસ અને એસીડ માટે કોઈ દેશી ઈલાજ શોધી રહ્યા છો તો તમારા માટે લીમડાના ફૂલ ખુબ જ ગુણકારી સાબિત થઇ શકે છે. તેના સેવનથી પેટના કીટાણું દુર થાય છે. લોહી સાફ થાય છે તેમજ અન્ય ફાયદાઓ પણ થાય છે. 

ગરમીની ઋતુ શરૂ છે અને આ ઋતુમાં ત્વચા અને પાચનથી જોડાયેલા વિકારોનું જોખમ વધી જાય છે. આ દિવસોમાં લોકો સામાન્ય રીતે હાઇપર એસિડિટી, શરીરમાં બળતરા, ત્વચા પર ચકામાં અને ફોડલીઓ કે હિટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી જજુમે છે. પેટ અને ત્વચાથી જોડાયેલી બીમારીઓના ઈલાજ માટે બજારમાં ઘણી દવાઓ અને ઉપચાર રહેલા છે પરંતુ તે મોંઘા હોય છે અને તેના સાઈડ ઇફેક્ટ્સ પણ વધારે હોય છે.આયુર્વેદ ડોક્ટરનું માનવું છે કે, પિત્ત વાળા લોકોમાં આ સમસ્યાઓ વધારે જોવા મળે છે. જો તમે આ વિકારોથી કોઈ પણ પ્રકારના દુષ્પ્રાભાવ સિવાય રાહત મેળવવા માંગતા હોય તો, તમે લીમડાના તાજા ફૂલ અને તાજા લીલા પાંદડાનો ઉપયોગ કરી શકો છો. સૌથી મોટી વાત એ ઉપચાર માટે તમારે પૈસા ખર્ચ કરવાની જરૂરિયાત નથી. 

1) ખંજવાળથી રાહત મળે છે:- જો તમને વારંવાર ખંજવાળ ની તકલીફ રહેતી હોય તો તમે તેના માટે લીમડાનો ઉપયોગ કરી શકો છો. ગરમીમાં ખંજવાળની સમસ્યા વધી જાય છે તેનાથી નીપજવા માટે આ ઉપાય અસરકારક છે. લીમડાના ફૂલ અને પાંદડામાં એંટીસેપ્ટિક, એન્ટિમાઈક્રોબિયલ, એન્ટિ ઇચિંગ, હિલિંગ, કુલિંગ ગુણ હોય છે. જેના કારણે તે ફાયદાકારક છે. 

2) પેટના કીટાણુઓ અને એસિડનો નાશ થાય છે:- ગરમીમાં પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓ પણ વધી જાય છે. ખાસ કરીને પેટના કીટાણુઓ અને પેટમાં એસિડ બનવાની સમસ્યા વધારે જોવા મળે છે. લીમડાના ફૂલ અને પાંદડા કડવા સ્વાદના કારણે આ વિકારોને મટાડે છે. 

3) લોહી સાફ થાય છે લીવર મજબૂત બને છે:- ડોક્ટરે જણાવ્યુ કે લીમડાના ફૂલ અને પાંદડામાં લોહીને સાફ કરવા અને લીવરના કામકાજને વધારો આપવા માટેની ક્ષમતા હોય છે. લોહી સાફ કરીને ચામડીના રોગોથી બચવા માટે તમારે આ ઉપાય અજમાવવો જોઈએ.4) મેલેરિયા તાવ માટે સારો ઉપાય:- આ ઋતુમાં મેલેરિયા અને તાવનું જોખમ સૌથી વધારે હોય છે. તેનાથી નીપજવા માટે તમારે લીમડાના ફૂલનો રસ પીવો જોઈએ. ડોક્ટર મુજબ, તેમાં જ્વરનાશક ગુણ જોવા મળે છે. 

5) પેટના રોગો માટે આ રીતે કરો લીમડાના ફૂલનો ઉપયોગ:- ડોક્ટરે જણાવ્યુ કે, આ ઋતુમાં ઝાડ પર નવા પાંદડા અને ફૂલ આવી રહ્યા છે. લીમડાના ઝાડ પર લીલા પાંદડા અને સફેદ રંગના ફૂલ ઊગી રહ્યા છે. તમે ફૂલ કે પાંદડાનો તાજો રસ કાઢીને તેને સવારે ખાલી પેટ 5-10ml માત્રામાં લઈને તેના અડધા કલાક સુધી કઈં જ ન ખાવું. 6) ચામડીના રોગો માટે આ રીતે કરો લીમડાના ફૂલનો ઉપયોગ:- જો ગરમીમાં તમને ફોડલીઓ, દાણા કે ખંજવાળની સમસ્યા થઈ હોય તો, તમે ફૂલ-પાંદડાને પીસીને તેનો પેસ્ટ બનાવી લો અને તેને અસરકારક જગ્યાએ લગાડો, તમને ફાયદો થશે. ખંજવાળ કે ત્વચાના કોઈ પણ રોગમાં લીમડાના પાંદડાને ઉકાળીને પાણીમાં નાખીને સ્નાન કરવાથી ફાયદો થાય છે. આમ ચામડીના ઈલાજ માટે, પેટના ઈલાજ માટે લોહી શુદ્ધ કરવા માટે લીમડાનો ઉપયોગ ખુબ જ લાભકારી છે. તેનાથી અનેક રોગો દુર થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment