ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

મિત્રો દરેક માતા-પિતા એવું ઈચ્છે કે, તેનું સંતાન સંસ્કારી થાય, જીવનમાં આગળ વધીને પોતાનું, માતા-પિતાનું અને દેશનું નામ રોશન કરે. આથી દરેક માતા-પિતા પોતાના બાળકને સારી શિક્ષા મળી રહે એવા પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ માટે માતાપિતા એ પણ જાગ્રત રહેવાની જરૂર પડે છે. બાળકના જીવનના દરેક તબક્કે તેની સાચી સલાહ આપવી જોઈએ.

સંતાનને યોગ્ય બનાવવા માટે અમુક વાતો આચાર્ય ચાણક્યએ તેમની ચાણક્ય નીતિમાં જણાવી છે. ચાણક્ય નીતિ મુજબ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે, તેમનું સંતાન યોગ્ય બને. ચાણક્યના મત મુજબ યોગ્ય સંતાન જ્યાં કુળનું નામ રોશન કરે છે ત્યાં શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપે છે. સંતાનને યોગ્ય બનાવવા માટે ચાણક્યની આ 10 વાતોને જરૂરથી સમજવી જોઈએ.

સદાચારના ગુણ : માતા-પિતાને બાળકોમાં સદાચારના ગુણ વિકસાવવા જોઈએ. શિક્ષાની સાથે સાથે જે બાળકમાં સદાચારના ગુણ હોય છે તે બીજાની તુલનાએ વધારે સમજદાર હોય છે. જો તમે બાળકને સદાચારનું જ્ઞાન આપશો તો તમારું સંતાન યોગ્ય અને અયોગ્યનો તફાવત જલ્દી ઓળખી શકે છે.

ખોટું બોલવાની ટેવ : આજના સમયમાં બાળકને ખોટું બોલવાની ટેવથી ખુબ જ સાવચેત રાખવું જોઈએ. કારણ કે એક વખત ખોટું બોલ્યા પછી બાળકને વારંવાર ખોટું બોલવાની ટેવ પડી જાય છે. બાળકોમાં ખોટું બોલવાની ટેવ પડવા દેવી નહીં. બાળકોને હંમેશા સાચું બોલવા પ્રેરિત કરો. સત્યના મહત્વ વિશે ઉદાહરણ સહિત જણાવો.

અનુશાસન : બાળકને શિસ્તબદ્ધ રાખવા માટે જરૂરી છે કે, તમે તેને અનુશાસનનું મહત્વ સમજાવો. અનુશાસનથી જીવન જીવવાની કળા આવડે છે. માટે બાળકો માટે અનુશાસન ખુબ જરૂરી છે. બાળકોમાં શરૂઆતથી જ અનુશાસનની ભાવના ઉત્પન્ન કરો. જેમ કે, સમયે સૂવું, સમયસર જંવુ અને રમવું. આ બધા જ કાર્યો અનુશાસનમાં રહીને કરવા જોઈએ.

પરિશ્રમી : મહેનત વગર કંઈ પણ મેળવી શકાતું નથી એ વાતનું જ્ઞાન તમારે બાળકને સમજાવવું જોઈએ. બાળકોને પરિશ્રમ કરવા માટે પણ પ્રેરિત કરો. પરિશ્રમનું જીવનમાં શું મહત્વ છે તેના વિશે પણ જણાવો. કોઈ પણ કાર્યને પૂરું કરવા માટે કેવી રીતે પરિશ્રમ કરવામાં આવે છે તે વિશે જણાવવું.

પ્રકૃતિ વિશે જણાવો : પ્રકૃતિ એ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. આથી પ્રકૃતિનું સાચું જ્ઞાન, તેની સંભાળ વગેરે વિશે સંતાનને સમજાવવું. જીવન જીવવા માટે પ્રકૃતિની નિર્ભરતા કંઈ રીતે છે તેના વિશે બાળકોને જણાવવું. પ્રકૃતિના સંરક્ષણ માટે પ્રેરિત કરો. પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી વસ્તુઓના ઉપયોગ વિશે જાણકારી આપો.

શિક્ષાનું મહત્વ : બાળકોને સફળ થવા માટે તેને સમજાવો કે જીવનમાં શિક્ષાનું શું મહત્વ છે. બાળકો માટે શિક્ષાનું મહત્વ શું છે તેના વિશે અભિભાવકોને ઈમાનદારી સાથે જણાવવું જોઈએ. શિક્ષા કેવી રીતે વ્યક્તિત્વ નિર્માણમાં મદદ કરે છે તેના વિશે જણાવવું. શિક્ષાના વાસ્તવિક મહત્વને સમજાવવું.

રમવા માટે પ્રેરિત કરો : બાળકોને શારીરિક રીતે પણ જાગૃત કરવા જોઈએ. રમવાથી શરીર કેટલું તંદુરસ્ત રહે છે એ વાત બાળકને જણાવવી જરૂરી છે. શિક્ષાની સાથે સાથે બાળકો માટે રમતનું પણ મહત્વ છે. બાળકોને તેવી રમત રમવા માટે પ્રેરિત કરવા જોઈએ. જેનાથી તેમનો માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે.

મહાપુરુષો વિશે જણાવો : આપણા દેશના મહાન નાયકો, વીરો, રાજાઓ, મહાન પુરુષો વિશે પણ બાળકોને જણાવો. બાળકોને આદર્શ બનાવવા માટે મહાપુરુષો વિશે જણાવવું. તેમને મહાપુરુષો જેવા બનવા માટે પ્રેરિત કરો.

ધર્મ અને આસ્થા પ્રતિ પ્રેરિત કરો : બાળકના જીવનમાં તમે ધર્મ, વિશ્વાસ, ભક્તિ, આસ્થાના ગુણો આવે એ માટે આપણા પૌરાણિક ગ્રંથો વિશે માહિતી આપો. બાળકોને ધર્મ અને આસ્થા વિશે જણાવો. તેમને ધાર્મિક બનાવો. આમ કરવાથી બાળકોમાં સાચા અને ખોટાની સમજ વિકસિત થાય છે.

આજ્ઞાકારી બનાવો : બાળકો સામે માતા પિતાએ હંમેશા ઉચ્ચ આચરણ ઉત્પન્ન કરવું જોઈએ. ત્યારે જ બાળક આજ્ઞાકારી બને છે. જે માતા-પિતાના બાળકો આજ્ઞાકારી હોય છે તે સૌભાગ્યશાળી હોય છે પરંતુ તે માટે તેમને પોતે પણ આદર્શ માતા પિતા તરીકે પ્રસ્તુતિ કરવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment