રાત્રે સુતા પહેલા દૂધ પીવાની આદત હોય તો વાંચી લેજો આ લેખ, નહિ પડી જશે લેવાના દેવા… જાણો દૂધ પીવાનો યોગ્ય સમય…

મિત્રો દૂધ સંપૂર્ણ આહાર છે. બ્રેકફાસ્ટ હોય કે ડિનર હોય દૂધ આપણી ડાયટનો એક મુખ્ય ભાગ હોય છે. તેનાથી ન માત્ર આપણા શરીરને આરામ મળે છે પરંતુ શરીરને એક્ટિવ રાખવા વાળા અનેક પોષક તત્વો પણ પ્રાપ્ત થાય છે. આ વિટામીન, કેલ્શિયમ, પ્રોટીન, નિયાસીન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ખજાનો છે.

એક્સપર્ટનું માનવું છે કે રાત્રે સુવાના ઠીક પહેલા દૂધનું સેવન ન કરવું જોઈએ:- દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે તેની સાથે જ દૂધ પ્રોટીન અને કેલ્શિયમનો પણ સારો સોર્સ છે. દૂધમાં વિટામીન એ, બી2 અને બી12 હોય છે, પરંતુ કેટલાક લોકોને દૂધ પીધા બાદ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવું લેક્ટોઝ ઇન્ટૉલરેન્સના કારણે થાય છે. લેક્ટોઝ ડેરી ઉત્પાદનોમાં પ્રાપ્ત થતુ એક મુખ્ય યોગીક છે.

સામાન્ય રીતે કહેવાય છે કે સુતા પહેલા ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે પરંતુ હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે તમારે રાત્રે સુતા પહેલા દૂધનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. ડોક્ટર જણાવે છે કે 30 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ધીરે ધીરે લૈક્ટેજ એન્જાઈમ ની કમી થવા લાગે છે જેના કારણે તેમનું શરીર દૂધને પચાવવામાં અસમર્થ થવા લાગે છે.ડોક્ટર આગળ જણાવે છે કે આપણા નાના આંતરડામાં લૈક્ટેજ એન્જાઈમ ઉપલબ્ધ હોય છે જે દૂધમાં હાજર લેક્ટોઝ ને નાના નાના અણુઓ જેવા ગ્લુકોઝ અને ગૈલેકટોઝ માં તોડવાનું કામ કરે છે જેથી આ સરળતાથી અવશોષિત થઈ શકે. 30 વર્ષની ઉંમરની આસપાસ આપણા નાના આંતરડામાં લૈક્ટેજ એન્જાઈમ નું ઉત્પાદન ખૂબ જ ઓછું થવા લાગે છે. લૈક્ટેજ એન્જાઈમ વગર દૂધ સીધું જ મોટા આંતરડામાં પહોંચી જાય છે અને તેમાં હાજર બેક્ટેરિયાથી અપચાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેની અસર તમારા પેટની ચરબી પર થાય છે.

તેમણે કહ્યું કે લોકોએ સુવાના ઠીક પહેલા દૂધનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી તેમને પાચન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમણે એવું પણ કહ્યું કે જો તમને પાચન સંબંધી કોઈ સમસ્યા ન પણ હોય તો પણ તમારે સુવાના ઠીક પહેલા દૂધ ન પીવું જોઈએ તેનાથી બીમારીઓ તમારા પેટની આસપાસ ફરીયા કરે છે. જોકે દૂધમાં ટ્રીપ્ટોફેન હોય છે  જે સારી ઊંઘ માટે મેલાટોનિન ને પ્રોત્સાહન આપવા માટે સેરોટોનિન રિલીઝ કરે છે.ડોક્ટરે જણાવ્યું કે તમારે ભોજન કર્યા બાદ તુરંત જ દૂધનું સેવન ન કરવું જોઈએ. સુવાના ઠીક પહેલા દૂધનું સેવન કરવાથી તમારું ઇન્સ્યુલિન લેવલ વધી શકે છે કારણ કે દૂધમાં કાર્બોહાઇડ્રેટ હાજર હોય છે જે સર્કેડિયન રિધમ (બોડી ક્લોક) ને ડિસ્ટર્બ કરે છે. જો તમને રાત્રે દૂધ પીવાનું પસંદ હોય તો પ્રયત્ન કરવો કે સુવાના બે થી ત્રણ કલાક પહેલા તેનું સેવન કરવું.

દૂધમાં અનેક એવા પોષક તત્વો પ્રાપ્ત થાય છે જે આપણી બોન હેલ્થ અને હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. સાથે જ દૂધ પીવાથી કેન્સરના જોખમને પણ ઘટાડી શકાય છે. જો કોઈ વ્યક્તિને દૂધ  થી કોઈ એલર્જી ન હોય તો તમે સુવાના થોડાક કલાક પહેલા દૂધનું સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment