મોટાભાગના લોકો નથી જાણતા મિશ્રી અને ખાંડ વચ્ચેનો તફાવત અને બનાવટ, જાણો બંને માંથી કંઈ વસ્તુ શરીર માટે છે બેસ્ટ… જાણીને ચોંકી જશો…

મિત્રો તમે મિશ્રી તેમજ ખાંડનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં કરતા હશો. પરંતુ ઘણી વખત એવો સવાલ થાય છે કે, આ બંને માંથી શેનું સેવન શરીર માટે વધુ ફાયદાકારક છે. જો તમે પણ આ મૂંઝવણ અનુભવી રહ્યા છો તો આજે અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

મિશ્રી આપણા દેશમાં દરેક જગ્યાએ મળી રહે છે. વિશેષ રૂપે મંદિરોમાં ભગવાનને ભોગ રૂપે તેને ધરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે, મિશ્રી ભગવાનને કેમ ધરવામાં આવે છે અને મિશ્રીનો એક ઔષધિના રૂપમાં કેમ ઉપયોગ કરવામાં આવે છે. તો આજે અમે તમને આ લેખમાં મિશ્રીને લગતી ઘણી માહિતી જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

મિશ્રી શું છે ? : મિશ્રી આપણા દેશમાં એક પ્રકારની મીઠાઈ ગણવામાં આવે છે. જેને આપણા દેશમાં શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. આથી જ આપણે મિશ્રી ભગવાનને ધરીએ છીએ. જો કે મિશ્રી દેખાવમાં ખાંડ જેવી જ લાગે છે અને મિશ્રીના દાણા પણ ક્રિસ્ટલની જેમ સફેદ હોય છે. પરંતુ મિશ્રી બનાવવાની રીત ખાંડ કરતા અલગ હોય છે. આથી મિશ્રી અને ખાંડમાં ઘણું અંતર છે.

મિશ્રી અને ખાંડમાં શું અંતર છે ? : મિશ્રીને શુદ્ધતાનું પ્રતિક સમજીને આપણે ત્યાં ભગવાનને ભોગ રૂપે ધરવામાં આવે છે. પરંતુ મિશ્રી અને ખાંડને બંનેને શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે તો શેરડી માંથી બનેલ મિશ્રી અને ખાંડમાં શું અંતર છે ?

એ વાત સાચી છે કે, મિશ્રીને શેરડીના રસ માંથી વિભિન્ન પ્રક્રિયામાંથી પસાર કરીને બનાવવામાં આવે છે. પણ એ વાત પણ સાચી છે કે, મિશ્રી બનાવવા માટે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો. તેના ક્રિસ્ટલ પ્રાકૃતિક રૂપે બને છે.

જયારે શેરડીના રસ માંથી બધી જ અશુદ્ધિ દુર કરવામાં આવે છે, અને એક મોટું ખીરું તૈયાર કરવામાં આવે છે. પછી આ ખીરામાં એક દોરો નાખવામાં આવે છે. અને આ દોરાને લટકાવવામાં આવે છે. જેનાથી પ્રાકૃતિક રૂપે ક્રિસ્ટલ તૈયાર થાય છે. જે શુદ્ધ હોય છે. આથી જ તેને ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે મિશ્રી અને ખાંડ બનવાની પ્રક્રિયા વિશે જાણીશું.

ખાંડ કેવી રીતે બને છે : ખાંડ બનાવવાની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાના વિભિન્ન સ્તર હોય છે. જે ખાંડના ઉત્પાદન માટે જરૂરી હોય છે. સૌથી પહેલા શેરડીના ખેતરમાંથી સારી શેરડીને ખાંડ બનાવવા માટે કારખાનામાં લાવવામાં આવે છે. ત્યાર પછી મશીન દ્વારા શેરડીનો રસ કાઢવામાં આવે છે. મશીન દ્વારા કાઢવામાં આવેલ શેરડીના રસમાં ઘણી અશુદ્ધિ હોય છે. જેને વિભિન્ન પ્રક્રિયા દ્વારા કાઢવામાં આવે છે. આ પ્રકારે બધી જ અશુદ્ધિ કાઢ્યા પછી એક ખીરું તૈયાર થાય છે. આ ઘાટા ખીરામાં કેમિકલ નાખીને ક્રિસ્ટલ બનાવવામાં આવે છે. આ સફેદ ક્રિસ્ટલ જ ખાંડ હોય છે.

મિશ્રી કેવી રીતે બનાવવામાં આવે છે : જે રીતે આપણે જાણ્યું જે શેરડીના રસના ઘાટા ખીરામાં કેમિકલ નાખીને તેમાંથી ખાંડ બનાવવામાં આવે છે. જ્યારે મિશ્રી બનાવવા માટે પણ શેરડીના રસનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મિશ્રી ખાંડ કરતા વધુ શુદ્ધ હોય છે. જેનું કારણ મિશ્રી બનાવવાની વિધિ છે.

જયારે મિશ્રી બનાવવામાં આવે છે ત્યારે તેમાં એક દોરો ખીરામાં ડુબાડવામાં આવે છે. અને આ દોરાને લટકાવવામાં આવે છે. જેનાથી મિશ્રીના ક્રિસ્ટલ જાતે જ પ્રાકૃતિક રૂપે બનવા લાગે છે. જેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો. આ રીતે મિશ્રી બનાવવાની પ્રક્રિયા ખાંડ બનવાની પ્રક્રિયાથી અલગ હોય છે. આથી જ મિશ્રી વધુ શુદ્ધ હોય છે.
દોર વાળી મિશ્રીના ફાયદાઓ : મિશ્રીનું બીજું નામ રોક શુગર પણ છે. મિશ્રી ખાંડનું જ બીજું રૂપ છે. પણ મિશ્રીના ફાયદાઓ જાણીને તમે ચોકી જશો. ચાલો તો મિશ્રીના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.

1 ) જો તમારા મોઢામાં ચાંદા પડી ગયા છે, જો કે આ ચાંદા પેટની ગરમીને કારણે પડે છે. આ સ્થિતિમાં તમે મિશ્રીની સાથે એલચીની પેસ્ટ બનાવીને ચાંદા પર લગાવો. જલ્દી આરામ મળશે.
2 ) આંખની રોશની વધારવામાં પણ મિશ્રીનું સેવન ગુણકારી છે.
3 ) જો તમને મોતિય બિંબની સમસ્યા છે તો ભોજન કર્યા પછી નિયમિત રૂપે મિશ્રીનું સેવન કરવું જોઈએ. તેનાથી મોતિય બિંબમાં રાહત મળે છે.

4 ) સ્તનપાન કરાવતી મહિલાઓને મિશ્રી ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તેનાથી માતાના દુધમાં વધારો થાય છે.
5 ) જો કોઈ વ્યક્તિના મોઢામાં ખરેડી છે તો તેમણે મોઢામાં મિશ્રી રાખવી જોઈએ. તેનાથી આરામ મળે છે.
6 ) ટોન્સીલ્સની સમસ્યા થવા પર મિશ્રી, માખણ અને એલચીની પેસ્ટ બનાવવી. આ પેસ્ટને સવાર સાંજ ઔષધિના રૂપમાં લેવાથી જલ્દી આરામ મળે છે.
7 ) નિયમિત રૂપે મિશ્રીનું સેવન કરવાથી ડીપ્રેશનમાં આરામ મળે છે.

વરીયાળી અને મિશ્રીના ફાયદાઓ : જો તમને હાજમાની તકલીફ છે તો તેના માટે તમે મિશ્રી અને વરીયાળીનું સેવન કરી શકો છો.
આંબળા ચૂર્ણ અને મિશ્રીના ફાયદા : સુકા આંબળા અને મિશ્રીને સમાન રૂપે પીસીને મિક્સ કરી લો. આ ચૂર્ણને સવાર સાંજ લો. તેનાથી માથાના દુખાવાની સમસ્યા થઈ જશે.

મિશ્રીનું પાણી શું છે ? તેના ફાયદાઓ શું છે ? : તમે મિશ્રીનું પાણી બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે રાત્રે મિશ્રીને પાણીમાં પલાળીને રાખો. સવારે તમે તેમાં સ્વાદ વધારવા માટે ફુદીનો અને કાળા મરી નાખો. તેને નિયમિત રૂપે પીવો. મિશ્રીનું પાણી પીવાથી ગરમીના દિવસોમાં થાક, મોઢાના ચાંદા, વધુ ગરમીને કારણે નાક માંથી લોહી નીકળવું જેવી સમસ્યાઓ દુર થઈ જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment