ફક્ત 1 ગ્લાસ આનું સેવન બીમારીઓથી બચાવી શરીરનો તમામ કચરો એક ઝટકામાં કાઢી નાખશે બહાર, જાણી સેવન કરવાની રીત… આજીવન રહેશો હેલ્દી અને સ્વસ્થ…

મિત્રો સ્વાસ્થ્યવર્ધક રહેવા માટે યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો ની જરૂરિયાત હોય છે. જેને ખાનપાન થી બોડી અવશોષિત કરે છે. પરંતુ ખરાબ લાઈફ સ્ટાઈલ, બીમારીઓને કારણે આ ક્ષમતા ઓછી થાય છે. એવામાં આખા સિસ્ટમને રી સેટ કરવા માટે ડીટોક્ષિફિકેશનની જરૂરિયાત હોય છે. આમ તો તેને દવાઓની મદદથી પણ કરી શકાય છે પરંતુ કુદરતી ડીટોક્ષ ના વિકલ્પ વધુ પસંદ કરવામાં આવે છે.

બોડી ડિટોક્ષ કરવાથી શું થાય છે?:- તેનાથી લોહી શુદ્ધ થાય છે. સાથે જ સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, ભૂખ અને ક્રેવિંગ તથા દુખાવો ઓછો થાય છે. તેના સિવાય હોર્મોન સંતુલન, ઊંઘમાં સુધાર, પાચન અને ઇમ્યુનિટી મજબૂત કરવા જેવા ફાયદા મળે છે. કિડની, ફેફસા, લીવર જેવા મહત્વપૂર્ણ ઓર્ગન થી પણ ગંદકી સાફ કરવામાં મદદ મળે છે. ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે નેચરલ ડીટોક્ષ વોટર લોકો માં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. ડીટોક્સ વોટરનો પ્રભાવ તેમાં હાજર સામગ્રીના ગુણો પર નિર્ભર હોય છે. એવામાં અહીંયા જણાવવામાં આવેલી ડિટોક્સ વોટર રેસીપી બોડીની ગંદકીને બહાર કરીને સાથે જ તેને સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ પ્રદાન કરે છે. 

આ રીતે કરો બોડીને ઘરે જ ડિટોક્ષ:-

1) ધાણાનું પાણી:- ધાણા નું પાણી એક કુદરતી મૂત્રવર્ધક ના રૂપમાં કામ કરે છે. એવામાં આના સેવનથી પેશાબ વાટે શરીરની બધી જ ગંદકીનો નિકાલ થઈ જાય છે. તેના સિવાય આ ઇન્સ્યુલિન પ્રોડક્શન ને વધારે છે અને લીવર ને સ્વસ્થ રાખે છે જેનાથી મેટાબોલીઝ્મ ને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. જો તમે પહેલાથી જ મૂત્રવર્ધક ની દવા લઈ રહ્યા હોય તો તેનું સેવન કરવાથી બચવું.કેવી રીતે કરવું સેવન:- એક ચમચી ધાણા ને એક ગ્લાસ પાણીમાં આખી રાત માટે પલાળીને રહેવા દો અથવા ધાણાના બીજને 10 મિનિટ માટે પાણીની સાથે ઉકાળી લો તેને ગાળીને દરરોજ સવારમાં ખાલી પેટે તેનું સેવન કરો.2) સફરજન અને તજનું પાણી:- સફરજન અને તજ નું પાણી મેટાબોલીઝ્મ બુસ્ટરની રીતે કામ કરે છે. સફરજન-તજ એન્ટિઓક્સિડેન્ટ અને ફ્લેવોનોઈડ્સ નો એક સારો સોર્સ છે જે ઇમ્યુનિટી મજબૂત કરે છે, બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને હૃદયના રોગથી બચાવ કરે છે. તેના સિવાય આમાં હાજર પોષક તત્વ બોડીને ડીટોક્ષ કરવાનું પણ કામ કરે છે. કેવી રીતે તૈયાર કરવું:- એક ગ્લાસ પાણીમાં સફરજનના ટુકડા અને એક તજને નાખીને થોડા કલાક માટે છોડી દો ત્યારબાદ તેનું સેવન કરો.

3) કાકડી-ફુદીનો-આદુ-લીંબુ:- ન્યુટ્રિશિયનશિસ્ટ જણાવે છે કે એ આ એક પાવરફુલ ડિટોક્ષ ડ્રિન્ક છે જેમાં લીંબુ એક કુદરતી ડિટોક્સીફાયર છે. આ ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાની સાથે જ તમારી ઇમ્યુનિટીને વધારે છે. ફુદીનો પાચન માટે સારો હોય છે. કાકડીમાં 96% પાણી હોય છે, જેનાથી બોડીને વધારે હાઇડ્રેશન મળે છે. તેમજ આદુ ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે અને પાચનમાં સહાયતા કરે છે અને પેટને સાફ રાખે છે. કેવી રીતે કરવું સેવન:- કાકડી,ફુદીનો,આદુ અને લીંબુના કેટલાક ટુકડાને પાણીમાં મેળવીને સારી રીતે હલાવો. આખી રાત કે ઓછામાં ઓછા ચાર કલાક સુધી આ મિશ્રણને રહેવા દો. ત્યાર બાદ તેને ગાળીને સેવન કરો.

4) જીરા નું પાણી:- જીરાના પાણીમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટી માઇક્રોબીયલ જેવા ઔષધીય ગુણ હોય છે. જે શરીરને ડિટોક્ષ કરવામાં મદદ કરે છે. તેની સાથે જ તેના સેવનથી મેટાબોલિઝમ વધે છે  અને ભૂખનો અનુભવ કરાવતા હોર્મોનને નિયંત્રિત કરે છે. જેનાથી વેટ લોસ માટે પણ તેનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે. કેવી રીતે કરવું સેવન:- રાત્રે સૂતી વખતે એક ચમચી જીરૂ ને એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારમાં આ પાણીને ગાળીને ખાલી પેટે તેનું સેવન કરો.

5) સ્ટ્રોબેરી અને લીંબુ:- એક્સપર્ટ જણાવે છે કે બોડીને ડિટોક્ષ કરવા માટે પાણીમાં સ્ટ્રોબેરી અને લીંબુને મેળવીને પીવું ખૂબ જ ફાયદાકારક છે. સ્ટ્રોબેરી સ્વાદની સાથે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેના સિવાય સોજા ને ઘટાડવામાં અને ઇન્સ્યુલિનના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. તેમજ લીંબુ તેની સાથે મળીને પાચનમાં મદદ કરે છે. સાથે જ બોડી ના પીએચ લેવલને સંતુલિત રાખે છે. કેવી રીતે કરવું સેવન:- સ્ટ્રોબેરી અને લીંબુના કેટલાક ટુકડાને ત્રણથી ચાર કલાક માટે એક ગ્લાસ પાણીમાં પલાળીને રહેવા દો. હવે તેને થોડું થોડું કરીને આખા દિવસ દરમિયાન પીવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment