તમારા બાળકના મગજને એક્ટિવ, એનર્જેટિક, અને પાવરફુલ બનાવવું હોય તો અજમાવો આ 5 ટિપ્સ, મગજ થઇ જશે કોમ્પ્યુટર કરતા પણ તેજ…

મિત્રો આજના કોમ્પિટિશન યુગમાં દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે પોતાનું બાળક દરેક ક્ષેત્રમાં આગળ રહે. તેના માટે તેઓ બાળકના સારા વિકાસ માટે બાળકોના હેલ્દી ડાયટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે પોષક તત્વોથી ભરપૂર આહાર બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. પરંતુ બાળકોના મગજને શાર્પ એટલે કે તેજ કરવા માટે માત્ર હેલ્ધી ડાયટ જ પૂરતો નથી હોતો. તેવામાં આ પાંચ વસ્તુઓને બાળકના રૂટિનમાં સામેલ કરીને તમે મગજની સાથે સાથે સ્વાસ્થ્યને પણ સારું બનાવી શકો છો.

ન્યુટ્રીયન્ટ થી ભરપૂર ફૂડ બાળકોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. પરંતુ બાળકોનું માઈન્ડ શાર્પ બનાવવા માટે કેટલીક એક્ટિવિટીઝ ટ્રાય કરવી ખૂબ જ ફાયદાકારક હોય છે. એવામાં આવી એક્ટિવિટીને બાળકોના ડેલી રૂટિનનો ભાગ બનાવીને તમે ન માત્ર તેમના વિકાસના સ્તરને ટ્રિગર કરી શકો છો પરંતુ બાળકોને શારીરિક અને માનસિક રીતે પણ એક્ટિવ રાખી શકો છો. 1) પઝલ સોલ્વ કરાવો:- પઝલ ગેમ્સ એટલે કે કોયડા ઉકેલવાની રમત  ને મગજ ને શાર્પ કરવાની બેસ્ટ એક્સરસાઇઝ માનવામાં આવે છે. એવામાં તમે બાળકોને દરરોજ 15 થી 20 મિનિટ સુધી પઝલ સોલ્વ કરવા માટે આપી શકો છો. તેનાથી બાળકોનું મગજ તેજ બને છે. સાથે જ પઝલ ગેમની મદદથી તમે બાળકોને મોબાઇલથી પણ દૂર રાખી શકો છો.

2) મેડીટેશન પ્રેક્ટિસ કરો ટ્રાય:- બાળકોના મગજને શાર્પ બનાવવા માટે મેડીટેશન પ્રેક્ટિસ કરાવવી બેસ્ટ ઓપ્શન છે. એવામાં બાળકોને દરરોજ ધ્યાન કરવાની સલાહ આપો, તેનાથી બાળકનું મગજ શાંત અને નિયંત્રણમાં રહેશે.

3) ઈમેજીનેશન થશે મદદરૂપ:- બાળકોની ઈમેજીનેશન એટલે કે કલ્પના શક્તિ વધારીને તમે તેના મગજને શાર્પ  બનાવી શકો છો. મજબૂત કલ્પના શક્તિથી બાળકોની વિચારવાની ક્ષમતાનો પણ વિકાસ થશે. તેમજ, વિઝ્યુલાઇઝેશનની મદદથી, બાળકો લાંબા સમય સુધી વાંચેલી વસ્તુઓને યાદ રાખી શકે છે.4) બાળકો પાસે કરાવો ડાન્સ:- ડાન્સ ને બાળકોની બેસ્ટ ફિઝિકલ અને મેન્ટલ એક્સરસાઇઝમાં ગણવામાં આવે છે. નિયમિત રૂપે ડાન્સ કરવાથી ન માત્ર બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહી શકે છે પરંતુ બાળકોનું મગજ પણ એક્ટિવ અને સ્ટ્રોંગ રહે છે.

5) શતરંજ રમવા આપો:- બાળકોના મગજને શાર્પ બનાવવા માટે શતરંજની રમત શ્રેષ્ઠ બની શકે છે. અનેક રિસર્ચ પ્રમાણે જે લોકો ચેસ રમે છે તેમના મગજનો વિકાસ ઝડપથી થવા લાગે છે. એવામાં બાળકોને ચેસમાં રસ ઉત્પન્ન કરીને તમે તેમના મગજને તેજ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment