શિયાળામાં દરરોજ રાત્રે સુતા પહેલા દૂધમાં ઉકાળીને કરો આનું સેવન, સોજા અને સાંધાના દુખાવા દુર કરી મટાડી દેશે પાચનની સમસ્યા. લિવર અને તાવ-શરદીમાં પણ કારગર…

ભોજનમાં હળદરના ફાયદા વિશે તમે જાણો જ છો, પરંતુ સુકી હળદરની તુલનામાં કાચી હળદરનું સેવન વધુ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળાની સિઝનમાં ખાસ તો કાચી હળદરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. કાચી હળદર ખાવાથી તમને ઘણી બીમારીઓથી બચાવે છે. કાચી હળદર દેખાવમાં બિલકુલ આદુ જેવી હોય છે, પરંતુ અંદરથી તેનો રંગ પીળો હોય છે. તેને દુધમાં ઉકાળીને પીવાથી ઇમ્યુનિટી મજબુત હોત છે અને તમે શરદી-તાવ, ઉધરસ અથવા કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનથી બચાવે છે.

કાચી હળદરમાં સૌથી વધુ એન્ટીબેક્ટેરીયલ, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીફંગલ ગુણ હોય છે. આ ત્રણેય ગુણો શરીરને ઘણા રોગોથી બચાવે છે. તેમાં વિટામીન સી, કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, ફોસ્ફરસ, થીયામીન, રાઈબોફ્લેવિન જેવા તત્વ હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. કાચી હળદરમાં રહેલા કરક્યુંમીન તત્વ કેન્સર કોશિકાઓને શરીરમાં વધતા રોકે છે. સ્ટડી અનુસાર કાચી હળદર પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર અને મહિલાઓના બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછો કરે છે. તો જાણો કાચી હળદરનો ઉપયોગ કરવાની રીતે અને તેના ફાયદા.

શરદી-ઉધરસનો કારગર ઈલાજ : ઠંડીમાં શરદી, ઉધરસ, તાવ, ગળામાં ખરાશની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. તેવામાં તમે કાચી હળદરનું સેવન કરી શકો છો. રાત્રે દૂધમાં કાચી હળદર ઉકાળીને પીવો. તેનાથી અસ્થમા, બ્રોન્કાઈટિસની સમસ્યામાં આરામ મળે છે. તેનાથી સુકી ઉધરસ પણ સારી થઈ જાય છે, ગળામાં ખરાશ છે, તો હળદરને પાણીમાં ઉકાળીને પીવો.

ડાયજેશન માટે : ડાયજેશન સાથે જોડાયેલી સમસ્યાઓ છે તો રોજ કાચી હળદરનું સેવન કરો. તેનાથી અપચો, ગેસ અને ડાયેરિયા જેવી સમસ્યાઓમાં ફાયદા મળે છે. ડાયજેશન સાથે જોડાયેલા પ્રોબ્લેમ છે તો કાચી હળદરને પાણીમાં ઉકાળીને પીવો.

લિવર હેલ્દી રહેશે : લિવરને હેલ્દી રાખવા માટે કાચી હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તેના માટે સૂપ, શાકભાજી અથવા દૂધમાં કાચી હળદરનું સેવન કરો. તેમાં રહેલા કરક્યુમીન લિવર ડિસીઝના ખતરાને ઓછો કરે છે. તે લિવર સાથે ટોક્સીનને કાઢવામાં કારગર છે. જો તમને પહેલેથી જ લિવર સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો કાચી હળદરનું સેવન ડોક્ટરની સલાહ પર જ કરે છે.

વજન વધવાની સમસ્યા : વજન ઓછો કરવા ઇચ્છતા હો તો તેમાં પણ કાચી હળદરનું સેવન કરી શકો છો. કાચી હળદરમાં રહેલા કરક્યુમીન મેટાબોલિક સિન્ડ્રોમ જેવા હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, જાડાપણું અને ડાયાબિટીસના ખતરાને ઓછો કરી શકે છે. કરક્યુમીન શરીરના વજન અને બોડી માસ ઇન્ડેક્સને ઓછો કરવામાં પણ મદદગાર છે.

આર્થરાઈટિસના દુખાવામાં રાહત મળે છે : જો તમને આર્થરાઈટિસની સમસ્યા છે, તેમાં પણ કાચી હળદરનું સેવન તમને ફાયદાઓ પહોંચાડે છે. એક શોધ અનુસાર હળદરનું સેવન આર્થરાઈટિસના લક્ષણો જેમ કે દુખાવો, સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. જ્યાં દુખાવો અથવા સોજો હોય ત્યાં તમે કાચી હળદરનો લેપ પણ લગાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment