જમ્યા પછી આ એક ટુકડાનું સેવન પેટનો દુખાવો, પાચન, એસીડીટી, ઉલ્ટી જેવી સમસ્યા દુર કરી વધારી દેશે ઇમ્યુનિટી… કેન્સર અને ચામડીના રોગો રહેશે કાયમી દુર…

મિત્રો તમે કદાચ શિયાળામાં આંબળાનું સેવન કરતા હશો. જો કે આંબળા એ શરીર માટે અનેક પોષક તત્વોની કમી પૂરી કરે છે. વિટામીન સી થી ભરપુર આંબળા શરીરને અનેક રીતે ફાયદાઓ આપે છે. જો કે તમે આંબળાનો મુરબ્બો પણ બનાવી શકો છો, તેમજ તેની કેન્ડી પણ બનાવી શકો છો. આજે આપણે આ લેખમાં સુકવેલા આંબળાના ફાયદાઓ વિશે જાણીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

આંબળા એ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેના સેવનથી શરીરની અનેક પરેશાનીઓ દુર થાય છે. પરંતુ શું તમે ક્યારેય સુકવેલા આંબળા ખાધા છે. શું તમે સુકવેલા આંબળા વિશે જાણો છો. જો નહિ તો તમને જણાવી દઈએ કે સુકવેલા આંબળા સ્વાદ અને તંદુરસ્ત માનવામાં આવે છે. તેના સેવનથી અનેક સમસ્યાઓ જેવી કે શરદી, તાવ, વાયરલ ઇન્ફેકશન, એસીડીટી, કમજોર ઈમ્યુન સીસ્ટમ, સ્કીનની પરેશાની દુર થઈ શકે છે.

સુકવેલા આંબળાના ફાયદાઓ : સુકવેલા આંબળા ખાવાથી પેટની પરેશાનીથી લઈને એસીડીટીની સમસ્યાને ઓછી કરી શકાય છે. ચાલો તેના ફાયદાઓ વિશે વિસ્તારથી જાણી લઈએ.

પેટના દુખાવા : સુકવેલા આંબળા ખાવાથી પેટની પરેશાની દુર થાય છે. સુકવેલા આંબળા એન્ટી ઓક્સીડેંટ અને પોલીફીનોલથી ભરપુર માનવામાં આવે છે. જે પેટના ટોક્સિનને દુર કરે છે. તેનાથી પેટનો દુખાવો, પેટમાં જલન, બળતરા જેવી પરેશાની ઓછી થાય છે.

પ્રેગનેન્સીમાં ઉલ્ટી : ગર્ભાવસ્થામાં મહિલાઓને શરુઆતમાં ઉલ્ટીની સમસ્યા રહેતી હોય છે. આ સમયે મહિલાઓ માટે સુકવેલા આંબળાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. જો તમને ઉલ્ટી જેવું અનુભવ થાય છે તો તમે મોઢામાં થોડા સમય માટે સુકવેલા આંબળા રાખી તેને ચૂસો. તેનાથી ઉલ્ટીની પરેશાનીમાં રાહત મળે છે.

ઇમ્યુનિટી : આંબળા વિટામીન સી અને એન્ટી ઓક્સીડેંટથી ભરપુર હોય છે. જે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. જો તમે બદલાતા મૌસમમાં અને કોરોના સમયે દરરોજ એક આંબળાનું સેવન કરો છો તો તમારી ઈમ્યુન સીસ્ટમ ઘણી મજબુત થઈ શકે છે. સુકવેલા આંબળા તમે બાળકોને પણ આપી શકો છો.

માઉથ ફ્રેશનર : મોઢામાં દુર્ગંધ આવવાની પરેશાની પર સુકવેલા આંબળાનું સેવન લાભકારી સાબિત થઈ શકે છે. મોઢામાં દુર્ગંધ આવવા પર તમે તેને ચ્વિન્ગ્મની જેમ ખાઈ શકો છો. સાથે આમળામાં રહેલ એન્ટી ઇન્ફલેમેટરી ગુણ મોઢામાં બેક્ટેરિયાને રોકે છે.

એસીડીટી : મસાલેદાર ભોજન કર્યા પછી પેટ અને છાતીમાં જલન અને અપચો જેવી સમસ્યા દુર કરવા માટે તમે આંબળાનું સેવન કરી શકો છો. તેના સેવનથી એસીડીટી જેવા લક્ષણથી તરત જ રાહત મળે છે.

આંખની રોશની : દરરોજ સુકવેલા આંબળાનું સેવન કરવાથી આંખની રોશની સારી થાય છે. આંબલામાં વિટામીન એ અને વિટામીન સી ભરપુર રહેલ છે, જે આંખ માટે લાભકારી છે. આમ સુકવેલા આંબળા દરરોજ ખાવાથી હૃદયને સ્વસ્થ રાખે છે, કેન્સરથી બચાવે છે, સ્કીનને હાઈડ્રેટ રાખે છે.

સુકવેલા આંબળાનું સેવન : સુકવેલા આંબળા તમે ગમે ત્યારે ખાઈ શકો છો. જો કે તમે દિવસમાં બે વખત ગરમ પાણીની સાથે 1-1 આંબળા ખાવો. તો તે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આ સિવાય તમે સુકવેલા આંબળાનું ચૂર્ણ બનાવીને તેનું પણ સેવન કરી શકો છો. તેનું સેવન તમે દરેક ઋતુમાં સરળતાથી કરી શકો છો. તેનાથી નુકશાન થવાની સંભાવના ઓછી છે. સુકા આંબળાનું સેવન બ્લડ સર્ક્યુલેશનથી લઈને ઈમ્યુન સીસ્ટમ બુસ્ટ કરવામાં ખુબ મદદ કરે છે. પરંતુ વધુ પ્રમાણમાં તેનું સેવન ન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment