જો આ 7 સમસ્યા હોય તો તરબૂચ ખાવાની ભૂલ ક્યારેય ન કરતા, ફાયદાને બદલે થઈ શકે છે આવા જીવલેણ અને ગંભીર નુકશાન…

મિત્રો હાલ તમે બજારમાં તરબૂચ જોતા હશો. જો કે ઉનાળામાં તરબુચનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. પરંતુ તરબૂચ અમુક રોગોથી પીડિત વ્યક્તિએ ન ખાવું જોઈએ. તેનાથી તેના સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે.

તરબૂચ એ ઉનાળાનું સુપર ફ્રુટ માનવામાં આવે છે. આથી જ મોટાભાગના લોકો ઉનાળામાં તરબુચનું સેવન કરે છે. તે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી હોય છે. તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે. તે ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. સાથે તે વિટામીન, મિનરલ્સ, અને એન્ટી ઓક્સીડેન્ટ સિવાય ઘણા જરૂરી પોષક તત્વો સ્ત્રોત માનવામાં આવે છે. જેનાથી તમારા શરીરને પુરતું પોષણ મળે છે અને બીમારીથી પણ બચાવે છે.

પરંતુ શું તમે જાણો છો કે, અમુક લોકોને તરબૂચ ખાવું નુકશાનકારક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટના કહેવા અનુસાર ઘણી શારીરિક સમસ્યાઓ અથવા બીમારીઓમાં તરબુચનું સેવન તેની સ્થિતિને બગાડી શકે છે.

ઉનાળામાં તરબૂચ ખાવાના ફાયદાઓ : એક્સપર્ટના કહ્યા અનુસાર તરબુચને સંસ્કૃતમાં કલીન્દા કહેવાય છે. તે તમારા શરીરને પોષણ આપે છે. તેને ઠંડક આપે છે, જલનને શાંત કરે છે. સાથે જ મૂત્ર સંક્રમણથી રાહત મેળવવામાં મદદ કરે છે. તે શરીરને એનર્જી પ્રદાન કરે છે. જેનાથી તમારો થાક દુર થાય છે. આ સિવાય શરીરની ગરમી અને પિત્તને ઓછું કરવામાં મદદ કરે છે.

શરીરને હાઈડ્રેટ રાખવા : શરીરને હાઈડ્રેટ રાખવા માટે પણ તરબુચનું સેવન સારું માનવામાં આવે છે. હેલ્શ એક્સપર્ટ જણાવે છે કે, લગભગ 90% તરબુચમાં પાણી હોય છે. જેનાથી તે ઉનાળામાં શરીરમાં પાણીની કમીને પૂરી કરવાની સાથે શરીરને ટોકસીન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણી કમીને કારણે ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તે તમારા પેટ સંબંધી સમસ્યાઓથી પણ રાહત અપાવે છે.

એન્ટી ઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત : તરબુચમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં રહેલ હોવાથી તે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તરબુચમાં ભરપુર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ રહેલ છે. એન્ટી ઓક્સીડેન્ટ તમારા શરીરની ફ્રી રેડિકલ્સ અને ટોક્સીનથી લડવામાં મદદ કરે છે. સાથે જ એન્ટી ઓક્સીડેન્ટ ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

હૃદય અને કેન્સરનું જોખમ : જે લોકોને હૃદય રોગની તકલીફ હોય તેમણે તરબુચનું સેવન નુકશાનકારક સાબિત થઈ શકે છે. ઘણા અભ્યાસમાં જોવા મળ્યું છે કે શરીરમાં રહેલ ફ્રી રેડિકલ્સ ઓક્સીડેટીવ સ્ટ્રેસને ટ્રીગર કરી શકે છે. જે કોશિકાઓને નુકશાન પહોંચાડે છે. સાથે જ હૃદય રોગ અને કેન્સરના જોખમને વધારે છે. તેવામાં તરબુચનું સેવન કરવાથી ફ્રી રેડિકલ્સથી લડવા અને તેને શરીર માંથી બહાર કાઢવામાં મદદ કરે છે. સાથે જ આ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે.  જે હાર્ટએટેક અને સ્ટોક જેવી સમસ્યાઓ માટે જવાબદાર હોય છે.

ક્યાં લોકોએ તરબુચનું સેવન ન કરવું જોઈએ અને શા માટે ? : એક્સપર્ટ અનુસાર તરબૂચ ભલે શરીરની ગરમી અને પિત્તને સંતુલિત કરવામાં મદદ કરે છે, પરંતુ તેની ઠંડી પ્રકૃતિને કારણે તે વાત્ત અને કફમાં અસંતુલન પેદા કરે છે. જેના કારણે ઘણી સમસ્યાઓમાં તેનું સેવન સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. જેમાં શરદી-ઉધરસ, ગળામાં ખરાશ, તાવ, સાઈનસાઈટીસ, એલર્જી, અસ્થમા, ગઠીયા જેવી સાત સમસ્યા વાળા લોકોએ તરબૂચનું સેવન ન કરવું જોઈએ.

એક્સપર્ટ જણાવે છે કે, ઘણા લોકોને તરબૂચ ખાધા પછી સોજા અને ગઠીયાના દુખાવામાં વૃદ્ધિનો અનુભવ થાય છે. કારણ કે તેની પ્રકૃતિ ઠંડી છે. ઠંડીની પ્રકૃતિને કારણે તમને કફનું પ્રમાણ વધી શકે છે. ઠંડીને કારણે અસ્થમાની તકલીફ વધી શકે છે. આથી તમારે તરબુચનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment