આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…

મિત્રો આપણે આજે લગભગ દરેક લોકોને નાની મોટી બીમારીઓ ઘેરી રહી છે, જેનું મૂળ કારણ છે આપણી ખરાબ થયેલી જીવનશૈલી. પરંતુ આ સમયમાં પણ આપણે અમુક બાબતોનું ધ્યાન રાખીને શરીરને તંદુરસ્ત અને રોગો મુક્ત રાખી શકીએ છીએ. પરંતુ વાત કરવામાં આવે તો આજના આ સમયમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસ કિડની પર અટેક કરે છે જેના કારણે ડેમેજ થવાના ચાન્સિસ અનેક ઘણાં વધી જાય છે.

પરંતુ આવા ભયાનક અને જીવલેણ રોગથી બચવા માટેનો એક તદ્દન મફત ઉપાય છે. અને એ ઉપાય છે યોગાસન. ત્રણ એવા યોગાસન વિશે જણાવશું જેનાથી તમારા શરીરમાં કિડનીને ખુબ જ ફાયદો થશે. જો નિયમિત યોગ કરવામાં આવે તો પેંક્રિયાઝ અને ઇન્સ્યુલિન સુધારો આવે છે. તેમજ યોગ કરવાથી આપણું સ્ટ્રેસ લેવલ પણ ઓછું થાય છે. શરીરની આળસ દુર થાય છે, સ્કિન પણ ટાઈટ થાય છે જેના કારણે મોટી ઉંમરે પણ કરચલી પડવાથી બચી શકાય છે.

તો આજે અમે તમને એવા ત્રણ યોગાસન વિશે જણાવશું, જેના દ્વારા તમે ડાયાબિટીસને કાબુમાં રાખી શકશો અને કિડની પણ સાફ થઈ જશે. તો જાણો ક્યાં છે એ યોગાસન જે ડાયાબિટીસને રાખે છે હંમેશા માટે દુર.

પહેલું આસન છે વક્રાસન : જે લોકોને ડાયાબિટીસ હોય તેવા લોકોએ રોજ નિયમિતપણે વક્રાસન કરવાની આદત પાડવી જોઈએ. વક્રાસન કરવાથી સુગર કંટ્રોલમાં આવે અને એબ્સ મજબુત થાય છે સાથે જ ટોન પણ થાય છે. કોઈ પણ એક યોગ કરવામાં આવે તો પણ શરીરને અનેક ફાયદા થાય છે. આ યોગ સરળતાથી અને ઘરે બેઠા બેઠા આસાનીથી થાય છે. જે તમારી કિડની માટે પણ ખુબ જ કારગર સાબિત થશે.

બીજું આસન છે હલાસન : આ આસન કરવામાં આવે તો પાચન તંત્રના અંગોને મસાજ મળી જાય છે. જેના કારણે આપણું પાચનતંત્ર સુધરે છે અને પાચનશક્તિ વધે છે. તેમજ આ આસન દ્વારા મેટાબોલિઝમ વધે છે, જે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. તેમજ આ આસન એવું છે જેને નિયમિત કરવામાં આવે તો કિડની ડેમેજ થવાના ચાન્સિસ ઓછા થઇ જાય છે. સાથે સાથે આ આસનની પોઝિશન એવી છે જેમાં તમારું શરીર એકદમ રિલેક્સ અને હળવું થઇ જાય છે.

ત્રીજું આસન છે સર્વાંગાસન : સર્વાંગાસન કરવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન કાબુ આવી જાય છે. તેમજ જે લોકોને કબજિયાતની તકલીફ છે એવા લોકોએ આ આસન જરૂર કરવું જોઈએ. જો આ આસનને દરરોજ સવારે 20 મિનીટ સુધી કરવામાં આવે તો ગમે તેવી જૂની કબજિયાત હોય તરત જ છૂટી પડી જાય છે. સર્વાંગાસન રોજ કરવામાં આવે ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે. તેમજ ઇન્સ્યુલિન લેવાની નોબત નથી આવતી. આ આસનની વિશેષતા એ છે કે આ આસન કરવામાં વધુ મહેનત નથી શરીરની અનેક બીમારી દુર પણ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment