મોંઘી દવાઓ ખાધા વગર ગોઠણના દુખાવા કરો જડમૂળ દુર… અજમાવો આ એક ઉપાય, ગણતરીની મિનીટોમાં જ મળશે રાહત…

આજકાલ ઘુટણ ના દુખાવાની સમસ્યા અત્યંત સામાન્ય બની ગઈ છે. નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. હાડકા નબળા પડવા થી કેટલીકવાર સાંધા અને ઘૂંટણ માં દુખાવો થવા લાગે છે. ચાલવાનું, ઊઠવા બેસવાનું પણ મુશ્કેલ બની જાય છે. અચાનક પડી જવાથી પણ ઘુટણમાં વાગી જતું હોય છે. ક્યારેક ઘૂંટણનો દુખાવો કેટલાક દિવસો સુધી પરેશાન કરે છે. તમે આ દુઃખાવા થી છુટકારો મેળવી શકો છો. એના માટે તમારે એરંડા નું તેલ અથવા કેસ્ટર તેલનો ઉપયોગ કરીને જોવું જોઈએ. હા ઘુટણ ના દુખાવા ને દુર કરવા માટે તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો. કેસ્ટર તેલમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ રહેલો હોય છે. જે ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.

સાથે સાથે તેમાં એન્ટિબેક્ટેરિયલ સંયોજન, એન્ટિફંગલ ઘટકો પણ હોય છે. એરંડાના તેલને લગાવવાથી કેટલીક પ્રકારના દુખાવા જેવા કે ગૃધ્રસી, પીઠનો દુખાવો, સંધિવા, ઘૂંટણમાં વાગવાના કારણે થતો દુખાવો વગેરેમાં દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આ તેલના ઉપયોગ પછી કોઈપણ પ્રકારની કાઉન્ટર ઉપર  દવાઓ ખાવાની જરૂર નહીં પડે.ઘુટણ ના દુખાવા ને દૂર કરવાના કેસ્ટર ઓઈલ ના ફાયદા:- એક સમાચાર પ્રમાણે એરંડાના તેલને સાંધાના દુખાવા, સાયટીકા , ઘૂંટણમાં દુખાવો વગેરેમાં લગાવવાથી ખુબ જ ફાયદો અને આરામ થાય છે. તમે થોડુંક એરંડા નું તેલ ગરમ કરીને સીધું ઘૂંટણ પર લગાવી શકો છો. તેને લગાવેલું રાખો. તમે ઘુટણ ના દુખાવા ને દુર કરવા માટે કેસ્ટર તેલના પાટાનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ગરમ પાણીમાં થોડું એરંડા નું તેલ ઉમેરીને મિક્સ કરો, તેમાં એક રૂમાલને ડુબાડીને નીચવી નાખો. ત્યાર પછી તેને ઘૂંટણ ઉપર ચુસ્ત રીતે લપેટીને થોડીવાર માટે છોડી દો. દુખાવામાં ખૂબ જ આરામ મળશે.

ઘુટણનો દુખાવો થવાનું કારણ:- ઘૂંટણનો દુખાવો ખૂબ જ ત્રાસદાયક હોય છે આ કેટલાક પ્રકારના કારણોથી થઈ શકે છે જેવા કે સંધિવા, ઓસ્ટીયોપોરોસીસ, ઝેર અથવા પેથોજેન્સના નિર્માણને કારણે પણ થઈ શકે છે. કેટલાક અભ્યાસમાં આ તારણો બહાર આવ્યા છે કે જો કેસ્ટર તેલને સાચી રીતે ઉપયોગ કરવામાં આવે, તો ઘુટણ ના દુખાવા માંથી રાહત મળી શકે છે.તમે ગરમ કોમ્પ્રેસમાં કોલ્ડ-પ્રેસ્ડ શુદ્ધ એરંડા તેલનો શેક કરવાના રૂપે ઉપયોગ કરી શકો છો. જો તમે આ તેલને ઘણા કલાકો સુધી લગાવીને રાખશો તો દુખાવો કેટલાક અંશે ઓછો થઇ શકે છે. એરંડા નું તેલ ઘુટણ ના દુખાવા ના મૂળ કારણને સારુ કરી શકતું નથી, એટલે ઘડીએ ઘડીએ કે સતત ઘૂંટણમાં દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ ખૂબ જ જરૂરી છે.એરંડાના તેલ ના ફાયદા:- જે લોકોને સંધિવાની સમસ્યા છે, તેમના માટે કેસ્ટ્રોલ તેલ ખૂબ જ ફાયદાકારક છે. આ તેલના થોડાક ટીપા ને લઈને દુખાવા ની જગ્યા પર લગાવીને માલિશ કરો, તમને આરામ મળશે. સાથે સાથે માસપેશીઓના દુઃખાવો પણ દૂર કરી શકે છે.

જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તમે એરંડાના તેલ નો ઉપયોગ કરી શકો છો. તમે આને પાણીમાં કે ગરમ દૂધમાં ભેળવીને પી શકો છો. વાળની સમસ્યાથી પરેશાન છો તો અમુક દિવસ કેસ્ટર તેલ લગાવીને જુઓ. તેનાથી વાળ લાંબા, જાડા અને ચમકદાર થાય છે, સાથે સાથે ખોડો અને વાળ પાતળા થવાની સમસ્યા પણ દૂર થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment