યુટ્યુબે લોન્ચ કરી ટિકટોક જેવી જ એપ, જાણો કંઈ છે એ એપ અને કેટલી સેકેંડનો બનશે વિડીયો.

મિત્રો ટિકટોકના વિકલ્પમાં ઇન્સ્ટાગ્રામનું રીલ ફિચર રોલઆઉટ થયા બાદ હવે યુટ્યુબ દ્વારા પોતાના ભારતીય યુઝર્સ માટે શોર્ટ વિડીયો મેકિંગ પ્લેટફોર્મ શોર્ટ્સ ને લોન્ચ કરી દીધું છે. જેમ કે નામથી જ સપષ્ટ થાય છે કે, આ પ્લેટફોર્મમાં યુઝર્સ ટિકટોકની જેમ જ નાના નાના વિડીયો બનાવી શકશે.

તમને જણાવી દઈએ કે ચીની એપને બૈન કર્યા બાદથી જ યુટ્યુબ ટિકટોક એપના વિકલ્પને લઈને ઘણી અટકળો લગાવી રહ્યું હતું. જો કે હવે કંપનીએ તેની આધિકારિક ઘોષણા કરી દીધી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં જ્યારથી ટિકટોક બૈન થયું ત્યારથી અત્યાર સુધીમાં ઘણા શોર્ટ વિડીયો મેકિંગ એપ લોન્ચ થઈ ચુકી છે. અને હવે તે કડીમાં યુટ્યુબનું નામ પણ જોડવામાં આવ્યું છે.

શોર્ટ્સ પ્લેટફોર્મની ખાસિયત શું છે ? : મીડિયા રિપોર્ટ અનુસાર, યુટ્યુબના શોર્ટ્સ પ્લેટફોર્મ પર યુઝર્સ 15 સેકેંડ અથવા તેનાથી ઓછા સમયમાં નાના વિડીયો બનાવીને આ પ્લેટફોર્મ પર અપલોડ કરી શકશો. વિડીયો શૂટ અને એડિટ કરવા માટે યુઝર્સને તેમાં ઘણા પ્રકારના ટુલ્સ પણ મળશે. આ સિવાય ખાસ જે ખાસ વાત છે તે, યુઝર્સની પાસે વિડીયોને એડીટીંગ કરીને તેને યુટ્યુબના લાયસન્સ વાળા ગીતો જોડવાની પણ અનુમતિ આપવામાં આવશે.યુટ્યુબ દ્વારા પોતાના બ્લોગમાં લખવામાં આવ્યું છે કે, અમને ઉમ્મીદ છે કે, યુઝર્સ માટે આ એપ નવો અનુભવ આપશે. તેનાથી ખુબ જ જલ્દી ભારતીય યુઝર્સ ઉપયોગ કરી શકશે. અમે શોર્ટ્સની સાથે એક પ્રારંભિક બીટા લોન્ચ કરી રહ્યા છીએ. ધીમે-ધીમે અમે શોર્ટ્સમાં એક સુધારો કરતા જશે. આવનાર મહિનામાં આ એપમાં વધુ ફેસેલિટીને જોડવામાં આવશે.સાથે સાથે વધુ દેશોમાં તેનો વિસ્તાર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ટિકટોક ભારતમાં ખુબ જ લોકપ્રિય શોર્ટ વિડીયો એપ હતી. ભારત ટિકટોકએપનો ઉપયોગ કરવાની યાદીના ટોપ દેશોમાં શામિલ હતા. આ વિડીયો એપના ભારતમાં લગભગ 20 કરોડ યુઝર્સ હતા. બીજી બાજુ જો યુટ્યુબ પર એક્ટિવ યુઝર્સની સંખ્યા જોઈએ તો લગભગ 30.8 કરોડ એક્ટિવ યુઝર્સ છે. યુટ્યુબ પર ટિકટોક કરતા પણ યુઝર્સની સંખ્યા વધુ છે. તેવામાં યુટ્યુબ માટે આ એપ કેટલું ફાયદાકારક નીવડશે એ આવનારો સમય જ જણાવશે.