મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા લોકોને રાત્રે નીંદર ન આવવાની પરેશાની હોય છે. આથી તેઓ આખી રાત પડખા ફર્યા કરે છે. જો કે તેના કારણો ઘણા હોઈ શકે છે. પણ જો તમે નીંદર લાવવા માટેના ઉપાયો વિશે વિચારતા હો તો તમે અહી આપેલ ખુબ જ સીધો અને સરળ ઉપાય અપનાવી શકો છો.
આખા દિવસના થાક પછી પથારીમાં સૂતા બસ એક જ ઇચ્છા હોય છે કે, જલ્દી નીંદર આવી જાય. આખી રાતની સૂકુન ભરી ઊંઘ આગલા દિવસસે કામ કરવા માટે તરોતાજા રાખે છે. પરંતુ આવી સુકુન ભરેલી ઊંઘની ઇચ્છા સરળતાથી પૂરી થતી નથી. મગજ એ વિચારોમાં ગુમ થઈ જાય છે, જેના વિષે આખો દિવસ વિચાર્યું પણ ન હતું અને ઊંઘ કોસો દૂર ભાગી જાય છે. એવામાં સારી ઊંઘ માટે અમુક ખાસ યોગાસન કરવામાં આવે છે.
યોગા કરવાના ફાયદા? સવારના બીઝી શેડ્યુઅલથી થોડો સમય કાઢીને કરવામાં આવેલ યોગ, આખો દિવસ કામ કરવાની ઉર્જા આપે છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, આ જ યોગા તમને ખૂબ સારી, સુકુન ભરેલી નીંદર પણ આપી શકે છે. યોગા તમારા મગજ અને શરીરને રિફલક્સ કરવામાં મદદ કરે છે. સાથે જ રાત્રે સૂતા સમયે મસ્તિષ્કને રેસ્ટફૂલ સ્ટેટમાં સરળતાથી લઈ જાય છે.યોગા કરનારા લોકોની નીંદરની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે. જે રીતે બાળકો બેફિકર ઊંઘ લેતા હોય, તે જ રીતે ઊંઘ લેવી હોય તો, યોગના અમુક ખાસ યોગાસન કરવાનું શરૂ કરી દેવું. જે તમને અનિન્દ્રાથી બચાવે છે. ખાસ વાત એ છે કે, આ આસન તમે સૂતા પહેલા તમારી જગ્યાએ સૂતા સૂતા પણ કરી શકો છો.
1) ધ્યાન અને ઊંઘનું કનેક્શન:- તમે પગને બાંધીને ખેંચાઈને બેસી જાઓ. ત્યાર બાદ બંને હાથને ઘૂંટણ પર રાખીને ધ્યાન લગાવો. ધ્યાનની આ પ્રક્રિયા કરી ડે છે અને અણગમતા વિચારોથી દૂર રાખે છે. મગજને એકાગ્ર કરવાની આ જ કળા મેડિટેશન કે ધ્યાન લગાડવું કહેવામા આવે છે. જોકે, રાત્રે સૂતા પહેલા ધ્યાન લગાડીને બેસવું પ્રેક્ટિકલી થોડું શક્ય નથી. પરંતુ અલગ અલગ પ્રકારે મગજને ફોકસમાં લાવીને ઊંઘ લાવી શકાય છે. તે માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરનારા આસન કરવાના રહેશે.2) શ્વાસ પર ફોકસ:- પલંગ પર સૂતા જ જો વિચારોના તુફાન મગજમાં હલચલ મચાવતા હોય તો, તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમારે ઊઠીને બેસવાની કોઈ જરૂર નથી. માત્ર પીઠના બળે સુવો અને ઊંડા શ્વાસ લો અને છોડો. તમારું બધુ જ ધ્યાન તમારા શ્વાસ પર જ લગાડીને રાખો. તમને ક્યારે ઊંઘ આવી જશે તેનો અનુભવ પણ નહીં થાય.
3) મંત્ર ધ્યાન:- ધ્યાનનો આ એવો પ્રકાર છે, જેમાં તમારે તમારું બધુ જ કોન્સંટ્રેશન માત્ર એક મંત્ર પર રાખવાનું છે. જે પણ મંત્ર જાપ કરવો તમને સરળ લાગે તે મંત્રનો જાપ મનમાં ને મનમાં કરતાં જાઓ. ધ્યાન રહે તમારું ધ્યાન ભટકવું જોઈએ નહીં. માત્ર મંત્ર પર મગજને કેન્દ્રિત કરીને રાખો. થોડા દિવસની જ પ્રેક્ટિસ સાથે મગજ રાત્રે ભટકવાનું બંધ કરી દે છે અને તમે આરામદાયક ઊંઘ લઈ શકો છો.4) શાવાસન:- શાવાસન આમતો ધ્યાનનો પ્રકાર નથી પરંતુ આ આસનને કરતાં સમયે પણ મગજને એક જગ્યાએ ફોકસમાં રાખવાનું હોય છે. શાવાસનમાં તમારે સીધું સુવાનું છે. પગની વચ્ચે ઓછામાં ઓછું એક ફૂટનું અંતર રાખવું અને હાથને પણ શરીરથી દૂર રાખો. જો તકિયો રાખ્યો હોય તો તેને પણ દૂર કરી લો. આ રીતે રિલેક્સ સૂતા રહો અને મગજને માત્ર શ્વાસ પર કેન્દ્રિત રાખો થોડી જ વારમાં તમને ઊંઘ આવી જશે.
આ વાતોનુ ધ્યાન રાખો:- સારી ઊંઘ માટે તમારી ડાયેટ પણ સારી હોવી જોઈએ. રાત્રે સૂતા પહેલા હેવી ડિનર ન કરવું જોઈએ. રાત્રે હળવું ભોજન જ લેવું જોઈએ. તે પણ જો રાત્રે આઠ વાગ્યા સુધી થઇ જાય તો વધારે સારું રહેશે. જો ઊંઘ સરળતાથી ન આવાતી હોય તો, સૂતા પહેલા નવશેકા પાણીથી શાવર લો. શરીર રિલેક્સ થશે અને સારી ઊંઘ આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી