દરરોજ સવારે ખાલી પેટ એક મહિનો આ પાણીનું સેવન મહિલાઓ માટે છે વરદાન રૂપ .. આવશે આવા ફેરફાર

આપણે જાણીએ છીએ કે કેસર એક ખુબ જ કિંમતી ખાદ્ય વસ્તુ છે. પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ અસરકારક અને ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેસરના ઉપયોગથી તમે તમારું વજન ખુબ જ આસાનીથી ઉતારી શકો છો. વજન ઓછું કરવાની સાથે સાથે કેસર તમારા સૌંદર્યને પણ નિખારે છે. તો આજે આ લેખમાં અમે તમને એક મહિલા, એટલે કે રીટાને કેસરના પાણીથી જે અનુભવ થયો તેના વિશે જણાવશું. એ મહિલાના શરીરમાં કેસરથી કેટલા ફાયદા થયા, શું બદલાવ આવ્યા એ માહિતી આજે અમે તમને આ લેખમાં જણાવશું માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

આ વિશે રીટાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘મેં વજન ઓછું કરવા માટે અને સુંદર ત્વચા મેળવવા માટે ચિયા સીડ્સ, ક્વિનોઆ અને બેરી સ્મુદી સુધી ઘણા ઉપાયો અજમાવી જોયા. કારણ કે મને અનુભા થતું હતું કે મારી બધી જ પરેશાનીનો જવાબ તેમાં રહેલ છે. પણ એક સાથે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં હું થાકી ગઈ હતી. ત્યારે મારી દાદીએ મને કેસરનું પાણી પીવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, તારે આટલી બધી વસ્તુઓનો ઉપયોગ કરવાની જરૂર નથી, પણ માત્ર કેસરનું પાણી પીવાથી તને ઘણા ફાયદા મળશે અને આ પાણીને પીવાથી મને એક મહિનામાં ઘણા બદલાવ જોવા મળ્યા.કેસરના પાણીના ફાયદાઓ : ખુબ વધુ સલાડ, મલ્ટીગ્રેન ફૂડસ અને ઘણી બધી હેલ્દી સ્મૂદી પીવાથી મને વિચિત્ર અનુભવ થતો હતો. શાયદ તમને આ વાત પર વિશ્વાસ નહિ થઈ રહ્યો હોય કે પણ આ સત્ય છે કે હેલ્દી ફૂડ્સના પણ નુકસાન હોય શકે છે. જ્યારે મારી દાદીએ મને કેસર વિશે જણાવ્યું તો સૌથી પહેલા મે ઓનલાઇન પણ આ વિશે જાણ્યું. ત્યારે મને વિશ્વાસ આવ્યો કે કેસરમાં રહેલ જરૂરી મિનરલ્સ મહિલાઓની હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. આ મહિલાઓના પીરીયડસથી લઈને બ્યુટીની સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે.

સાથે જ તેમાં વિટામિન એ, ફોલિક એસિડ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નિજ, સેલેનીયમ, ઝીંક અને મેગ્નેશિયમ જેવા ગુણ હોય છે, જે કેન્સર અને ડીપ્રેશન જેવી બીમારીથી બચાવવામાં મદદ કરે છે. ત્યારે મેં તેને સૌથી પહેલા સવારે ખાલી પેટે પીવાનું શરૂ કર્યું. ચાલો તો કેસરનું પાણી પીવાના ફાયદાઓ વિશે.

કેસર વાળું પાણી બનાવવાની રીત : કેસરના 5 થી 7 તાર લઈને 10 મિનીટ સુધી ગરમ પાણીમાં પલાળીને રહેવા દો. પછી સવારે ખાલી પેટ તેનું સેવન કરો, આવું સતત 1 મહિના સુધી કરવાથી તમને તેની અસર જોવા મળશે.માસિકધર્મ સમયની પરેશાની : ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે, તેમને માસિક બરાબર નથી આવતું. તેના માટે માસિક શરૂ થવાના થોડા દિવસ પહેલા કેસરનું પાણી પીવાનું શરૂ કરી દો. કેસરમાં હિટીંગ ગુણ હોય છે, જે ભારે માસિકનું કારણ બને છે. મે મારા માસિકના 5 દિવસ પહેલા કેસરનું પાણી પીવાનું શરૂ કર્યું હતું. તેનાથી મારું માસિક 3 દિવસ પહેલા શરૂ થઈ ગયા અને દુઃખાવો પણ ઓછો થયો. પણ જો તમે ભારે માસિકની તકલીફ હોય તો તે સમયે કેસરનું પાણી ન પીવું જોઈએ.

સ્કીન : જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે જે પણ વસ્તુ આપણી સ્કીન માટે સારું હોય છે તેને લગાવી આપણને ગમે છે. આમ જ આપણા ચહેરાની સ્કીન પર કારેલાનો રસ અને કેસરનું પાણી પણ સ્કીનને નિખારી શકે છે. કેસરમાં રહેલ ઔષધીય ગુણ ત્વચાને ડીટોક્સ કરવાનું કામ કરે છે. તેનાથી સ્કીન ચમકદાર અને સુંદર બને છે.ખરતા વાળ : બદલાતા મૌસમની સાથે વાળ ખરવાની પરેશાની થતી હોય છે. પણ કેસર વાળું પાણી પીવાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. સતત એક મહિના સુધી લેવાથી તમે વાળ ખરતા બંધ થઈ જશે અને તે મજબુત પણ બનશે.

શરદી અને તાવ : કેસરની તાસીર ગરમ હોવાથી શિયાળામાં તેનું સેવન ખુબ જ કરવામાં આવે છે. 1 કપ કેસર વોટર માત્ર તમને શરદી અને તાવમાં રાહત આપે છે પણ તેનાથી તમે ઇન્ફેક્શનથી પણ બચી શકો છો.

ચા-કોફી કરતા સારું છે કેસર : મોટાભાગની મહિલાના દિવસની શરૂઆત ચા કે કોફીથી થતી હોય છે. જો તમને પણ આવી જ કંઈક ચા કે કોફીની આદત છે તો તમે કેસરનું પાણી પીય શકો છો. તે ચા, કોફી કરતા વધુ ફાયદાકારક છે અને ઘણી શારીરિક બીમારીથી પણ રક્ષણ આપે છે. આમ દરરોજ સવારે એક કપ કેસરનું પાણી તમારા માટે હેલ્દી વિકલ્પ સાબિત થાય છે.શુગર ક્રેવીંગ : ગળ્યું વસ્તુઓ ખાવી લગભગ દરેક લોકોને ગમતી હોય છે. પણ ઘણી મહિલાઓને કારણ વગર ગળ્યું એટલે કે સ્વીટ ખાવાનું પસંદ હોય છે. જેના કારણે શુગર ક્રેવીંગ પણ થાય છે. પણ કેસર વાળું પાણી દરરોજ પીવાથી તમને આ પરેશાની રાહત મળી શકે છે.

ચહેરા પરના ખીલ, ડાઘ : જો તમે પણ ખીલ, ડાઘ જેવી સમસ્યાઓથી પરેશાન છો તો તમે સતત કેસર વાળું પાણી પીવાથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “દરરોજ સવારે ખાલી પેટ એક મહિનો આ પાણીનું સેવન મહિલાઓ માટે છે વરદાન રૂપ .. આવશે આવા ફેરફાર”

  1. Please suggest how to pass on this health tips to those who have no computer facility. You are clever and sensible. Ansper please.

    Reply

Leave a Comment