મિત્રો જયારે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જાય છે ત્યારે અનેક મુશ્કેલીનો આપણે સામનો કરવો પડે છે. જો કે તમે શિયાળામાં સફેદ તલનું સેવન કરતા હશો. આ એક એવા બીજ છે જેના સેવનથી તમે તમારા શરીરમાં વધી ગયેલ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછુ કરી શકો છો.
શિયાળામાં ગોળની સાથે સફેદ તલનું સેવન કરવામાં આવે છે. જોકે શિયાળામાં તલની અનેક મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે. શિયાળાના દિવસોમાં તલના લડ્ડુ થી લઈને તેનો સલાડના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેના સેવનથી તમને કોઈ નુકશાન નથી થતું પણ સ્વાસ્થ્યના અનેક ફાયદાઓ થાય છે. તલમાં મોનો અનસેચુરેટેડ ફેટી એસીડ હોય છે, જે શરીરમાં કોલેસ્ત્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે.
તલમાં પ્રોટીન, વિટામીન ઈ, મેગેનીજ અને ફાઈબર જેવા પોષક તત્વો રહેલા છે. આ તત્વો હાર્ટ, સ્ટ્રેસ અને ડાયાબીટીસ ને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે લંગ કેન્સર, પેટના કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ના ખતરાને ઓછો કરવામાં મદદ કરે છે. આ બધા જ સ્વાસ્થ્ય લાભોને કારણે ચીની દવાઓથી લઈને આયુર્વેદમાં પણ તલનું મહત્વ જણાવવામાં આવ્યું છે.
અભ્યાસ અનુસાર તલ બેડ કોલેસ્ટ્રોલ અને હાઈ ટ્રાઈગ્લીસરાઈડ લેવલને કંટ્રોલ કરવામાં સહાયક છે. એટલું જ નહિ તે અન્ય બીમારીઓ માટે પણ રામબાણ ઈલાજ છે. ચાલો તો આપણે તલને દરરોજની ડાયેટમાં કેમ સામેલ કરવા જોઈએ તેના વિશે જાણી લઈએ.
દરરોજ 2-3 ચમચી તલનું સેવન કરો
અભ્યાસ અનુસાર દરરોજ 2-3 ચમચી તલનું સેવન કરવાથી લીપીડ ને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તે એલડીએલ કોલેસ્ટ્રોલ ને 8-10 પ્રતિશત અને કુલ કોલેસ્ટ્રોલ ને 8 પ્રતિશત સુધી ઓછુ કરી શકે છે. જો કે તલમાં ફેટની માત્રા ખુબ જ વધુ હોય છે, આથી આ અભ્યાસમાં પોતાની દૈનિક આહારમાં કેલેરી ની જગ્યાએ તલનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
તલના બીજ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં કઈ રીતે પ્રભાવી થઇ શકે છે ?
અભ્યાસ અનુસાર તલ બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરોઈડ લેવલને નિયંત્રિત કરવામાં ખુબ જ પ્રભાવી છે. તલમાંથી મળતા સેસમીન નાના આંતરડા થી કોલેસ્ટ્રોલ ના અવશોષણ ને રોકવામાં મદદ કરે છે. અને એન્જાઈમ એચએમજી સીઆએ રીડેકટસ ની ગતિવિધિ ને પણ ઓછી કરી શકે છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલ બનવા માટે જવાબદાર હોય છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર 2 મહિના સુધી 3.6 મિગ્રા સેસમીન LDL ને 16 પ્રતિશત અને કુલ કોલેસ્ટ્રોલ લેવલને 8 પ્રતિશત સુધી ઓછુ કરી શકે છે. સાથે જ તલમાંથી મળતું અલ્ફા લીનોલેઈક એસીડ ટ્રાઈગ્લીસરોઈડ લેવલને ઓછુ કરવા માટે ઓળખાય છે. એટલું જ નહિ તલમાં મળતું ઘુલનશીલ ફાઈબર બ્લડમાં કોલેસ્ટ્રોલના અવશોષણને રોકીને બ્લડમાં LDL કોલેસ્ટ્રોલ ના સ્તરને ઓછુ કરે છે.
તલના બીજને પોતાના આહારમાં કેવી રીતે સામેલ કરવા
શિયાળામાં હાઈ પ્રોટીન, ફાઈબર, હેલ્દી ફેટ, અને ખાંડમાં તલનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે. આ બીજોને પોતાના આહારમાં સામેલ કરવાની સૌથી સારી રીત એ છે કે તેને હોલવ્હીટ બ્રેડ અને મફીન માં સામેલ કરવામાં આવે. તમે ઈચ્છો તો સલાડની ઉપર થોડા પીસેલા બીજ પણ નાખી શકો છો. આ સિવાય તલના બીજને ગોળની સાથે, ગ્રેનોલા, નટ્સ અને અન્ય બીજની સાથે નાસ્તામાં મિક્સ કરવા પણ સારો વિકલ્પ છે. શિયાળામાં તમે તલના તેલનો ઉપયોગ રસોઈ બનાવવામાં અને તળવા માટે પણ કરી શકો છો.
નોંધ :: તલ પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. પણ કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તમારે પોતાના એક્સપર્ટ પાસે જરૂરથી સલાહ લેવી જોઈએ. જેથી તેની કોઈ આડઅસર ન થાય.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી