આજની ખાણીપીણી અને જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં જ અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેમાં એક વધતી ઉંમરની સાથે ઘૂંટણોમાં દુખાવો થવો તે હવે સામાન્ય બની ગયું છે. ગઠિયો વા પણ એક એવી જ સમસ્યા છે. ગઠિયો, વા એક કોમન પ્રકારનો સંધિવા છે. જે સાંધા અને પગના અંગૂઠાને પ્રભાવિત કરે છે. તેના કારણે ઉઠવા, બેસવા અને ચાલવામાં ઘણી તકલીફ પડે છે. કેટલીક વાર ગઠીયા, વા ના દુખાવાના લક્ષણ નજર નથી આવતા. તો કેટલાક લોકોને તેના લક્ષણો જોવા મળે છે. ગઠિયો, વા થવાથી ઘૂંટણોમાં દુખાવો, સોજો અને લાલાશ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે, જે ગઠીયા વાની સમસ્યાને વધારી શકે છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે એવી કંઈ વસ્તુઓ છે જેનું સેવન કરતાં બચવું જોઈએ.
ગઠીયા, વા ના દુખાવાને વધારે છે આ વસ્તુઓ : શરીરમાં યુરિક એસિડની માત્રા વધુ હોવાના કારણે ગઠિયો વા ની સમસ્યા થાય છે. યુરિક એસિડ ત્યારે બને છે જ્યારે શરીરમાં પ્યુરીનને તોડે છે, આ શરીરમાં અને કેટલાક ખાદ્ય પદાર્થોમાં કુદરતી રૂપે ઉપલબ્ધ થતું એક રસાયણ હોય છે. શરીરમાં યુરિક એસિડ તૂટીને યુરીનના રસ્તે બહાર નીકળી જાય છે. જ્યારે આ શરીરમાંથી યોગ્ય રીતે બહાર ન નીકળી શકે ત્યારે વધારે યુરિક એસિડ સાંધામાં સોયના આકારના ક્રિસ્ટલમાં બદલાઈ જાય છે. જેનાથી ગઠિયા વાની સમસ્યા થવા લાગે છે.
એવી ઘણી વસ્તુઓ છે જે ગઠીયાના દુખાવાને વધારે વધારી શકે છે. એવામાં આ સમસ્યાથી છુટકારો મેળવવા એવી કઈ વસ્તુઓ છે, જેથી ગઠીયાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે તે જાણવું અતિ જરૂરી છે
માંસ અને સીફૂડ : હાઈ પ્યુરીન યુક્ત વસ્તુઓ શરીરમાં યુરિક એસિડના લેવલને વધારે છે, જેનાથી ગઠિયાનો દુખાવો વધવાનું જોખમ ઘણું વધી જાય છે. હાઈ પ્યુરીન યુક્ત વસ્તુઓમાં સામેલ છે, તેમાં લાલ માંસ, જેમ કે બીફ, લેમ્બ અને ડુક્કરનું માંસ, અંગ માંસ જેમ કે યકૃત અને કિડની, કેટલાક સીફૂડ જેમ કે ટુના, ટ્રાઉટ, સાર્જિન અને એન્ચોવી.
જો કે દરેક પ્યુરીન યુક્ત વસ્તુઓ તમારા યુરિક એસિડના લેવલને કે ગઠિયા અને વા ના જોખમને નથી વધારતી. વટાણા, બિન્સ, દાળ શતાવરી પાલક અને મશરૂમ જેવા શાકભાજીમાં પ્યુરીન ભરપૂર પ્રમાણમાં હોય છે, પરંતુ જ્યારે આને ઓછી માત્રામાં ખાવામાં આવે તો ગઠિયાની સમસ્યા નથી થતી.
આલ્કોહોલ-બીયર : આલ્કોહોલ અને વાઈન લોહીમાં યુરિક એસિડના લેવલને વધારે છે તમે જેટલી વધુ માત્રામાં દારૂનું સેવન કરો છો, ગઠીયાની સમસ્યાનું જોખમ તેટલું જ વધે છે. જાણવા મળ્યું છે કે, જો તમે ઓછી માત્રામાં દારૂનું સેવન કરો છો તો પણ તેનાથી પુરુષોમાં ગઠિયાની સમસ્યા વધવાનું જોખમ વધારે રહે છે. દારૂનું સેવન બિલકુલ પણ ન કરતા લોકોની તુલનામાં જે પુરુષો 24 કલાક બે ડ્રીંક્સ પીવે છે તેમનામાં ગઠિયાનું જોખમ 36 ટકા વધુ હોય છે. એવામાં દારૂનું સેવન ન કરવાથી કે ખૂબ જ ઓછા પ્રમાણમાં લેવાથી ગઠીયાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
હાઈ બીએમઆઈ લેવલ : હાઈ બીએમઆઈ લેવલ અને યુરિક એસિડ વચ્ચે એક લિંક હોય છે, જે લોકો ઓવર વેટ કે સ્થૂળતાથી પીડિત હોય છે તેમનામાં ગઠિયો વા થવાની આશંકા વધારે હોય છે. એવામાં વજન ઘટાડવા માટે યુરિક એસિડ લેવલને ઓછું કરી શકાય છે, સાથે જ તમે ભવિષ્યમાં થતા ગઠીયાની સમસ્યાથી પણ બચી શકો છો.
આ વસ્તુઓથી વધી શકે છે ગઠીયાવાની સમસ્યા : કેટલાક વિશેષ પ્રકારના ફૂડ, ડ્રીંક્સ અને જીવનશૈલી ગઠીયાની સમસ્યાને ટ્રિગર કરી શકે છે.
સ્ટ્રેસ : સંશોધકોનું કહેવું છે કે, સ્ટ્રેસના કારણે લોહીમાં યુરિક એસિડનું લેવલ ઘણું વધી શકે છે, જેનાથી ગઠીયાની સમસ્યા થવા લાગે છે. તો જો તમે ગઠીયાના દુખાવાથી બચવા ઇચ્છતા હોવ તો સ્ટ્રેસથી દૂર રહેવું.
એસ્પિરિન : એસ્પિરિનનો લો ડોઝ લેવાથી લોહીમાં યુરિક એસિડ લેવલ વધવા લાગે છે જેનાથી ગઠિયાનું જોખમ બે ઘણું વધી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે એસ્પિરિનનો ઘણો ઓછો ડોઝ લીધા બાદ બે દિવસ પછી દર્દીમાં ગઠીયાની સમસ્યાનું જોખમ ઘણું વધી ગયું. પરંતુ એસ્પિરિનનો ઉપયોગ હૃદય સંબંધિત બીમારીઓ માટે કરવામાં આવે છે. જો તમે હૃદય રોગના કારણે એસ્પિરિનનું સેવન કરો છો તો ગઠીયાની સમસ્યાથી બચવા માટે તેનું સેવન બંધ ન કરવું. પરંતુ એવી વસ્તુઓ વિશે તપાસ કરવી જે ગઠીયાની સમસ્યા વધવા માટે જવાબદાર હોય જેમ કે દારૂ અને લાલ માસ.
ડીહાઇડ્રેશન : ડીહાઇડ્રેશનના કારણે ખૂબ જ ઓછી માત્રામાં યુરિન શરીરમાંથી બહાર નીકળી શકે છે. જેનાથી શરીરમાં યુરિક એસિડ વધારે વધી જાય છે. એવામાં ગાંઠિયાનું જોખમ ઓછું કરવું જરૂરી છે. તેના માટે તમે વધુમાં વધુ પાણી પીવો.
તાપમાનમાં બદલાવ : ઋતુ નો પણ ગઠીયાવાની સમસ્યા પર ઘણો પ્રભાવ પડે છે.ઊંચા તાપમાન અને વધુ ભેજને કારણે સંધિવાની સમસ્યાનું જોખમ પણ વધારે વધી જાય છે. ઉચ્ચ ભેજ પણ ગઠીયા વા નું જોખમ વધારી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી