આજકાલ પગ નો દુખાવો સામાન્ય બની ગયો છે મોટાભાગના લોકોને પગમાં દુખાવો રહેતો હોય છે. તેથી જ્યારે પણ પગમાં દુખાવો થાય તો સૌથી પહેલા લોકોને મનમાં એ જ ખ્યાલ આવે છે કે આ કેલ્શિયમની કમીના કારણે થતો સામાન્ય દુખાવો છે, પરંતુ હંમેશા એવું નથી હોતું તેથી જ્યારે પણ પગમાં દુખાવો થાય ત્યારે આ વાત પર ધ્યાન દોરવું કે રાત્રિના સમયે સૂતી વખતે દુખાવાની સાથે તમને પગમાં ખેંચ કે ધ્રુજારીનો અહેસાસ તો નથી થતો ને?
જો આવા લક્ષણ જોવા મળે તો તેને માત્ર ઓસ્ટીયોપોરોસીસ કે સંધિવા ના લીધે થતો દુખાવો સમજીને અવગણવું નહીં. કેટલીક વાર રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ ન્યુરોલોજિકલ સમસ્યાના કારણે પણ આવી મુશ્કેલીઓ થાય છે. સારવાર ન થવાના કારણે આ સમસ્યા વૃદ્ધત્વ પછી પાર્કિન્સન્સમાં ફેરવાઈ શકે છે. તેથી આના લક્ષણોને ઓળખીને યોગ્ય સમય પર તેની સારવાર કરવી અત્યંત જરૂરી છે.કેમ થાય છે આવું:- સામાન્ય અવસ્થામાં પગની માસ પેશીઓ અને સાધાને સક્રિય બનાવી રાખવા માટે મગજમાંથી ન્યુરોટ્રાન્સમીટર દ્વારા વિદ્યુત તરંગોનો પ્રવાહ વહે છે. બેસવા કે સૂવાની સ્થિતિમાં સ્વાભાવિક રૂપે જ આ પ્રવાહ તેની જાતે રોકાઈ જાય છે, પરંતુ જ્યારે મગજમાંથી વિદ્યુત તરંગો સતત પ્રવાહીત થતા રહે છે તો સુવા કે બેસવા પર પણ પગમાં ધ્રુજારી થતી રહે છે. મગજ માંથી નીકળવા વાળા હોર્મોન ડોપામાઇન આ તરંગોના પ્રવાહને નિયંત્રિત કરે છે અને તેની કમીના કારણે સતત આ તરંગોનો પ્રવાહ એ જ રૂપે થઈ જાય છે જેવી રીતે નળ ને સારી રીતે બંધ ન કરવા પર સતત પાણી ટપકતું રહે છે.
તેના સિવાય ડાયાબિટીસ અને કિડનીના દર્દીઓને પણ આ બીમારી થઈ શકે છે. પ્રેગનેન્સી દરમિયાન પણ કેટલીક સ્ત્રીઓને આ સમસ્યા થઈ શકે છે જોકે ડીલેવરી બાદ પોતાની જાતે જ આ સમસ્યા દૂર થઈ જાય છે. શરીરમાં હોર્મોન સંબંધિત અસંતુલનના કારણે પણ વ્યક્તિને આવા લક્ષણો જોવા છે. હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓને પગમાં તકલીફ થઈ શકે છે. આનુવંશિક કારણ પણ આના માટે જવાબદાર હોય છે. આયર્ન અને વિટામીન બી 12 ની ઉણપથી પણ આ સમસ્યા થઈ શકે છે.
મુખ્ય લક્ષણો:- વ્યક્તિને એવું લાગે છે કે તેના પગ પર કંઈક સરકી રહ્યું છે અને પગ હલાવવાથી થોડો આરામ મળે છે. તેથી આવા દર્દીઓ અજાણતા જ પોતાના પગને હલાવતા હોય છે. આના પ્રમુખ કારણો માંથી એક અનિંદ્રા છે. જો સમયસર તેનો ઈલાજ શરૂ ન કરવામાં આવે તો તેના કારણે કિડની અને ન્યૂરોલોજી સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
ઉપચાર અને બચાવ:- તમારા ભોજનમાં લીલા પાનવાળા શાકભાજી, ઈંડા, ચિકન અને મિલ્ક પ્રોડક્ટને મુખ્ય રૂપે શામેલ કરો. દારૂ અને સિગરેટથી દૂર રહેવાની કોશિશ કરવી. આ સંબંધિત કોઈપણ લક્ષણ જોવાય તો વિલંબ કર્યા વગર ડોક્ટરની સલાહ લેવી સામાન્ય રીતે ડોપામાઈન હોર્મોનનું સ્તર વધવા વાળી દવાઓનું નિયમિત રૂપે સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.જાગૃતતા જરૂરી:- જો 40 વર્ષની ઉંમર પછી આ બીમારી સંબંધિત કોઈ પણ લક્ષણ નજર આવે તો તેને અણદેખ્યુ ન કરવું. જોકે આ ન્યુરોલોજીથી જોડાયેલી સમસ્યા છે તેથી શેક કે માલિશ જેવા ઘરેલુ ઉપચારથી થોડીવાર માટે રાહત મળી છે પણ આ કાયમી ઉપચાર નથી. જેમને હાઈ બ્લડ પ્રેશર કે હૃદય રોગ જેવી સમસ્યા હોય તેઓને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમની આશંકા વધી જાય છે તેથી તેમને વધુ સાવધાની રાખવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓને જો પગ માં ઝણઝણાતી થાય તો તેમને તાત્કાલિક ડોક્ટરથી સલાહ લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી