મિત્રો દરેક વ્યક્તિ કે, જે વજન વધારાથી પરેશાન છે. તેઓ વજન ઓછું કરવા માટે એક નિશ્ચિત ડાયટ કરતા હોય છે. તેમજ જીમમાં જાય છે, કસરત કરે છે. સાથે કેટલાક તો દવાઓનું પણ સેવન કરતા હોય છે. પરંતુ તેમનું વજન ઓછું નથી થતું. જેને કારણે શરીર પર ચરબી જામવા લાગે છે. પરંતુ આજે અમે તમને એક એવી ડાયટ વિશે જણાવશું જેને અપનાવીને તમે નિશ્ચિત રીતે વજન ઓછો કરી શકશો.
એક ગૃહિણી આખો દિવસ કેટલું કામ કરે છે, પરંતુ તેમ છતાં પણ વજન ઘટાડવું આપણા માટે મુશ્કેલ થઈ જાય છે. વર્કઆઉટના નામે આપણે વોક કરી લઈએ છીએ, પરંતુ એટલું પૂરતું નથી. તેની સાથે જ જરૂરી છે કે, તમે સાચું ડાયટ પ્લાન ફોલો કરો. ડાયટની સાથે સાથે નિયમિત એકસરસાઈઝ પણ ખુબ જરૂરી છે. એક નિશ્ચિત ડાયટને ફોલો કરીને તમે વજન ઓછો કરી શકો છો.
ઘણા લોકો ઝડપથી તેમનું વજન ઘટાડવા માંગતા હોય છે, પરંતુ તેમની પસંદગીનું શરીર મેળવવામાં અને તેને ફિટ રાખવામાં કરવી પડતી આકરી મહેનત માટે તૈયાર હોતા નથી. જો તમે ચાહો કે 15 દિવસમાં તમારું વજન ઘટે તો તે પણ ત્યારે જ પોસિબલ છે, જ્યારે તમે રિલીજીયસલી ડાયટ અને એકસરસાઈઝ ફોલો કરો.
ન્યુટ્રિશિયન મુજબ 15 દિવસનું ડાયટ પ્લાન એવું છે કે, જેનો ઉદ્દેશ્ય તમારા વજનને ઘટાડવા અને બોડીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તમારા આહારમાંથી જંક ફૂડ અને મીઠાશને દૂર કરો અને હાઈ પ્રોટીન ડાયટ ફોલો કરો.
અર્લી મોર્નિંગ- વરિયાળીનું પાણી : સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે તમારે સવારની શરૂઆત વરિયાળીના પાણીથી કરવાની છે. તે માટે 2 ચમચી વરિયાળી રાત્રે પાણીમાં પલાળીને રાખો સવારે આ પાણી ગળી લો અને તે પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી તમારું પાચનતંત્ર પણ મજબૂત થાય છે. જો તમને એસિડિટીની પ્રોબ્લેમ હોય તો તેનાથી છુટકારો મેળવવામાં પણ તે મદદ કરે છે.
બ્રેકફાસ્ટ – મગની દાળના પુડલા : સવારે 7:30 થી 8:30 વાગ્યાની વચ્ચે બ્રેકફાસ્ટમાં હાઈ પ્રોટીન લેવાથી ઘણા ફાયદા થાય છે, તે તમારી ભૂખને કંટ્રોલમાં રાખે છે અને મેટાબોલીઝ્મને બુસ્ટ કરીને વેઈટ લોસ કરવામાં મદદ કરે છે. તે માટે તમારા બ્રેકફાસ્ટમાં મગની દાળના બે પુડલા સાથે 1 કપ ગ્રીન ટી અને 4 બદામ જરૂરથી ખાવી.
મિડ મોર્નિંગ- સ્પાઇસ ટી : 11 વાગ્યાની આસપાસ મસાલાવાળી ચા ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ આપે છે. મસાલેદાર ચા પીવાથી તેમાં રહેલ વિભિન્ન મસાલાઓનો પણ લાભ મળે છે. એન્ટી ઓક્સીડેન્ટનો પણ સ્ત્રોત છે જે તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
લંચ – ઓટ્સ રોટલી અને સબ્જી : 1 વાગ્યાની આસપાસ પોતાના આહારને ગ્લુટેન ફ્રી રાખવો અને ઓટ્સનો સમાવેશ કરવો. તેમાં લો કોલેસ્ટ્રોલ અને કેલરી હોય છે. જેનાથી તે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. તમારા લંચમાં એક વાટકી વેજીટેબલ સબ્જી અને 1 ઓટ્સની રોટલીનો સમાવેશ કરવો.
પોસ્ટ લંચ – નારિયેળ પાણી અને ચેસ્ટનટ્સ : 4 વાગ્યાની આસપાસ પોસ્ટ લંચ માટે એક ગ્લાસ નારિયેળ પાણી સાથે અડધો કપ ચેસ્ટનટ્સ જરૂર લેવું. તે સિવાય શિંઘોડામાં પણ ઘણા પોષકતત્વો રહેલા હોય છે. માટે તેનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.
ડિનર – ક્વિનોવા અને બાફેલી દાળ : સાંજે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે તમારું રાતનું જમવાનું સાવ હળવું રાખવું. જરૂરી એ છે કે, તમે તેને સમયસર ખાઈ લો. રાતનું જમવાનું મોડેથી લેવાથી તેને પચવામાં પણ સમય લાગે છે. તમારા રાતના ભોજનમાં એક કપ ક્વિનોવા અને બાફેલી દાળ સાથે અડધો કપ સલાડ લેવું.
આ ડાયટની સાથે એકસરસાઈઝ પણ ફોલો કરવી. રોજ અડધો કલાક વોકિંગ અને 1 કલાકની એકસરસાઈઝ જરૂરથી કરવી જોઈએ. આમ કરવાથી તમને જરૂરથી ફાયદો જોવા મળે છે. આમ તમે આ એક નિશ્ચિત ડાયટને ફોલો કરીને ચોક્કસ રીતે વજન ઓછો કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી