મિત્રો આજે દરેક લોકો એમ ઈચ્છે છે કે તેનું શરીર એકદમ પરફેક્ટ રહે, તેમજ ફીટ અને ફાઈન રહે. પણ ઘણી વખત લોકોનું વજન વધી જતું હોય છે. આવા સમયે લોકો જીમમાં જઈને, કસરત કરીને પોતાનું શરીર ફીટ કરવાનો પ્રયત્ન કરે છે. પણ ઘણી વખત આ બધું કરવા છતાં પણ વજન ઓછુ નથી થતું. પણ આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું જે તમે અપનાવશો તો ચોક્કસ પણે વજન ઓછુ કરી શકશો.
જેમ કે તમે જાણતા હશો કે વજન ઓછુ કરવા માટે તમે કસરત ની સાથે પોતાની ડાઈટ માં સામેલ દરેક વસ્તુ મહત્વ ધરાવે છે. આમ વજન ઓછુ કરવા માટે કયો લોટ ખાવો જોઈએ તે માટેની જાણકારી મેળવી લઈએ.
આપણા દ્વારા ખાવા આવતા ભોજનથી માત્ર શરીરની જરૂરત પૂરી નથી થતી, પણ તેનાથી આપણી તંદુરસ્તી પર પણ તેની અસર જોવા મળે છે. જયારે આપણા દ્વારા લેવામાં આવતી કેલેરીમાંથી ઘણી કેલેરી બર્ન થઈ જાય છે તો આપણું વજન વધવા લાગે છે. આપણે કેલેરી ને ડાઈટ માં સામેલ વસ્તુઓને ચોઈસ કરીને ફેરફાર કરી શકીએ છીએ. એક બેલેન્સ ડાઈટ નો અર્થ કોઈ ખાસ પ્રકારના ખોરાક થી પરેજી રાખવી એમ નથી, પણ એક એવી ડાઈટ છે, જેમાંથી શરીરને આવશ્યક દરેક પોષક તત્વ મળી રહે.
જાણવા મળતી માહિતી મુજબ આપણું વાજ વધવા પાછળનું કારણ આપણી લાઈફસ્ટાઈલ અને પેક્ડ વસ્તુઓની ઉપયોગ પણ છે. અક્સર બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ માં રહેલ અનહેલ્દી કાર્બોહાઈડ્રેટસ અને મહત્વપૂર્ણ મેક્રોન્યુટ્રીએન્ટ થી પર્યાપ્ત પોષણ ની કમી, શ્વાસની તકલીફ અને થાક જેવી સમસ્યા પેદા થઈ શકે છે.
જવાર નો લોટ : જવાર નો લોટ સ્વાદમાં થોડો કડવો, હોય છે પણ ફાઈબરથી ભરપુર છે. અને સામાન્ય રીતે તે દરેક જગ્યાએ મળે છે. જ્વારના લોટમાં પ્રોટીન, મિનરલ્સ, અને વિટામીન રહેલા છે. તે ગ્લુટેન ફ્રી હોય છે, જે ડાયાબીટીસ ને કંટ્રોલ કરી શકે છે. એક કપ જવાર માં લગભગ 22 ગ્રામ પ્રોટીન રહેલું છે. તે તમારી ભૂખને કંટ્રોલ કરીને તમને અનહેલ્દી અને જંક ફૂડ ખાવાથી બચાવે છે. જવાર ના લોટથી બનતી વાનગીઓમાં જ્વારની રોટલી, જવાર ડુંગળીની પૂરી અને થેપલા વગેરે. આમ આ બધી વાનગીઓ હેલ્દી છે. 100 ગ્રામ જ્વારનો લોટ 348 કેલેરી હોય છે અને 10.68 ગ્રામ પ્રોટીન.
રાગીનો લોટ : રાગી એ વજન ઓછુ કરવા માટે ખુબ મહત્વ પૂર્ણ ખોરાક છે. તેમાં રહેલ ટ્રાઈફોટોફેન નામનું એમીનો એસીડ ભૂખને ઓછી કરીને વેટ લોસ કરવામાં મદદ કરે છે. રાગી આયર્ન ની સાથે ફાઈબરનું પણ સારું એવું સ્ત્રોત છે. જે ડાયજેશન માં મદદ કરે છે. નીંદરની કમીથી પણ વજન વધે છે.
વિટામીન સીથી ભરપુર રાગી ગ્લુટેન ફ્રી હોય છે, જે કોલેસ્ટ્રોલ ને મેનેજ કરે છે. અને સારી નીંદર લાવવામાં મદદ કરે છે. રાગીનું સેવન રાત્રે કરી શકાય છે. તેનાથી નીંદર સારી આવે છે. રાગીની કુકીજ, ઈડલી અને રોટલી સિવાય તેને સેવન કરવાની એક સહેલી રીત છે કે તેને રાગીના લોટના વડા બનાવવા જે બાળકો પણ ખાઈ શકે છે. 119 ગ્રામ રાગીનો લોટમાં લગભગ 455 કેલેરી અને 13 ગ્રામ પ્રોટીન હોય છે.
ઓટ્સ લોટ (જવ): ઓટ્સ નો લોટ બેલેન્સ ડાઈટ રૂપે એક હેલ્દી ઓપ્શન છે. આખી દુનિયામાં લાખો લોકો વજન ઓછુ કરવા માટે ઓટ્સ નું સેવન કરે છે. ઓટ્સ નો લોટ, બદામનો લોટ અથવા કવીનોઆ ના લોટ કરતા ખુબ સસ્તો હોય છે. અને કાર્બોહાઈડ્રેટ થી ભરપુર હોય છે. તે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ના લેવલને ઓછુ કરે છે. અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઓટ્સનો લોટ ના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. અને તેનાથી વજન ઘટવામાં મદદ મળે છે. પણ બજાર માંથી રેડી ઓટ્સ ખરીદવાથી બચવું જોઈએ. કારણ કે તેમાં વધુ પ્રમાણમાં ખાંડ અને પ્રીજરવેટીવ્સ હોય છે જે વજન ઓછુ કરવામાં તમારી મદદ નહિ કરે. 100 ગ્રામ ઓટ્સ લોટમાં લગભગ 389 કેલોરી અને 8% પાણી અને 16.9 ગ્રામ પ્રોટીન હોય છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી