આજના સમયમાં વજન ઓછો કરવો ખુબ જ મુશ્કેલ છે. આથી જ જરૂરી છે કે, તમારે પોતાના ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ, જેનાથી તમારા શરીર પર વધુ ચરબી ન જામે. જો કે લોકો વજન ઓછો કરવા માટે અનેક ઉપાયો અજમાવે છે. તેવામાં વજન ઓછો કરવા માટે તમે લીમડાના ફૂલનો ઉપયોગ કરી શકો છો.
લીમડામાં રહેલ ઔષધીય ગુણોની જેટલી વાત કરવામાં આવે એટલી ઓછી છે. તેના મૂળથી લઈને તેના દરેક પાન અને દરેક ભાગ ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. આથી ઘણા લોકો પોતાની સમસ્યા દુર કરવા માટે લીમડાનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, વજન ઓછો કરવા માટે લીમડાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના ફૂલ સ્કીનથી લઈને શરીરની ઘણી પરેશાનીઓ દુર કરવામાં મદદ કરે છે. તેમજ તેનાથી વજન પણ ઝડપથી ઓછો થાય છે. આજે આ લેખમાં આપણે લીમડાના ફૂલના ફાયદાઓ વિશે જાણીશું.
લીમડાના ફૂલથી કેવી રીતે વજન ઓછો થાય છે ? : વજન ઓછો કરવા માટે લીમડાના ફૂલ અને પાનનું સેવન કરવું ફાયદાકારક છે. વાસ્તવમાં લીમડામાં મેટાબોલીઝ્મ બુસ્ટ કરવાના ગુણ રહેલા છે. મેટાબોલીઝ્મ બુસ્ટ ખોરાક પચાવવામાં મદદ કરે છે. તેમજ તેનાથી ખોરાક પણ ઝડપથી પચે છે. તે શરીર માંથી કેલરી જલ્દી બર્ન કરે છે. આમ લીમડાનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આથી વજન ઓછો કરવા માટે તમે લીમડાના ફૂલ અને પાનનું સેવન કરો. તો ચાલો જાણીએ વજન ઓછો કરવા માટે કેવી રીતે લીમડાના ફૂલનો ઉપયોગ કરવો ?
પાન કે ફૂલનું સેવન : વજન ઓછો કરવા માટે લીમડાના પાનની જેમ તેના ફૂલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે સવારે ઉઠીને તાજા તાજા લીમડાના ફૂલ તોડી લો. હવે તેને ધોઈને સવારે ખાલી પેટ સેવન કરો. આ રીતે તમે લીમડાના કોમળ પાનનું પણ સેવન કરી શકો છો. તે વજન ઓછો કરવામાં લાભકારી છે.
લીમડાના ફૂલ અને મધ : આ સિવાય વજન ઓછો કરવા માટે લીમડાના ફૂલ અને મધનું સેવન કરી શકાય છે. આનું સેવન કરવા માટે લીમડાના ફૂલને પીસી નાખો અથવા તો હાથમાં ચોળીને ક્રશ કરી લો. હવે તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. ત્યાર પછી તેમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ત્યાર પછી સવારે ખાલી પેટ તેનું સેવન કરો. સવારે ખાલી પેટ આનું સેવન કરવાથી તમારું મેટાબોલીઝ્મ મજબુત બને છે. જે કેલરી બર્ન કરવામાં ફાયદાકારક છે. તેનાથી તમારું વજન જલ્દી ઓછું થાય છે.
લીમડાના ફૂલની ચા : લીમડાના ફૂલથી બનેલ ચાનું સેવન કરવાથી પણ શરીરનું વજન ઓછું કરી શકાય છે. ચાને તૈયાર કરવા માટે 1 કપ પાણીમાં લીમડાના તાજા ફૂલને ઉકાળો. હવે આ મિશ્રણમાં થોડો આદુનો રસ મિક્સ કરીને સેવન કરો. ધ્યાન રાખો કે આખા દિવસમાં માત્ર એક વખત જ આ ચા નું સેવન કરો. આ ચા ના સેવનથી શરીરનું વજન જલ્દી ઘટે છે. ખાસ કરીને બેલી ફેટ ઓછું કરવામાં તે મદદ કરે છે.
આમ વજન ઓછો કરવા માટે લીમડાના પાનની સાથે તેના ફૂલનું સેવન કરવું પણ ગુણકારી માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આથી ડોક્ટરની સલાહ અનુસાર જ તેનું સેવન કરવું જોઈએ. આમ લીમડાના પાન, જડ, ફૂલ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. તેનાથી વજન ઓછું થવાની સાથે સાથેની અન્ય સમસ્યાઓથી પણ આરામ મળે છે. આમ લીમડો એ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન માની શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી