મિત્રો ભારતમાં રાજમાં ચાવલનું ખૂબ જ સેવન કરવામાં આવે છે. આ મોટાભાગના લોકોની ફેવરેટ ડિશ ની લીસ્ટમાં જરૂર શામેલ હોય છે. રાજમા ચાવલ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતું પરંતુ સ્વાસ્થ્ય માટે તેના અનેક ફાયદા પણ છે. તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો આ ડીશ તમારી સૌથી પહેલી પસંદ હોવી જોઈએ.
ડાયટીશિયન જણાવે છે કે ઘણા બધા લોકો એવું વિચારે છે કે રાજમાં અને ચાવલ વજન વધારવા વાળા ફૂડ છે પરંતુ એવું નથી. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ કે ઓછું કરી રહ્યા હોય તો તમે ખચકાયા વગર રાજમા ચાવલ ખાઈ શકો છો.
ડાયટીશિયનના જણાવ્યા પ્રમાણે આ દેશી ભોજન ફાઇબર, પ્રોટીન અને પોટેશિયમ જેવા શરીર માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. નિયમિત રૂપે રાજમાં ચાવલ ખાવાથી તમને માત્ર વજન ઘટાડવામાં જ નહીં પરંતુ બ્લડ પ્રેશર અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખવામાં પણ મદદ મળે છે. તો આવો જાણીએ કે આ ડિશ કેવી રીતે તમારું વજન ઘટાડવામાં ઉપયોગી પુરવાર થાય છે.1) ફાઇબરનો ભંડાર છે રાજમાં ચાવલ:- રાજમાં ચાવલ ફાઇબરનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આમાં ઉચ્ચ માત્રામાં દ્રવ્યશીલ ફાયબર હોય છે જે તમને કારણ વગરની ભૂખનો અહેસાસ કરાવ્યા વગર વધુ સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ કોલેસ્ટ્રોલ લેવલને પણ ઘટાડે છે.
2) પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત:- રાજમા પ્લાન્ટ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે અને પ્રોટીન પેટ ભરવા અને ભૂખને દબાવવાનું કામ કરે છે. તમે આનો સ્વાદ અને શક્તિ વધારવા માટે દહીની સાથે લઈ શકો છો. રાજમા અને ચાવલમાં દરેક નવ આવશ્યક એમિનો એસિડ હોય છે. 3) ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ:- રાજમાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે માત્ર 24 છે. જોકે સફેદ ચાવલ નો જી.આઇ વધારે હોય છે. ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી વજન ઘટાડવા અને સમગ્ર સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.
4) શરીરમાં પાણીનું વજન ઘટાડે:- રાજમાં પોટેશિયમનો એક સારો સ્ત્રોત છે. માત્ર 100 gm રાજમા માંથી 450 મિલીગ્રામ પોટેશિયમ મળે છે. રાજમાં ચાવલ શરીરના પાણીના વજનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને હાઈ બ્લડ પ્રેશર વાળા વ્યક્તિઓ માટે પણ સારા છે.5) શરીર માટે હળવું ભોજન:- રાજમા ચાવલ એક હળવું ભોજન છે અને જ્યારે પણ તમે કંઈક એવું ખાવ છો જેને તમે પસંદ કરો છો, તો સારા વાઇબ્રેશન અને ખુશ કરવાવાળા હોર્મોન ની શરૂઆત થાય છે, જેથી વજન ઘટવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
6) વજન સાથે હાડકા પણ બને મજબૂત:- રાજમા મેગ્નેશિયમ, કેલ્શિયમની સાથે સાથે મોલિબ્ડેનમ નો પણ એક સારો સ્ત્રોત છે. આ એક એવું પોષક તત્વ છે જે કદાચ જ કોઈ ખાદ્ય પદાર્થમાં ઉપલબ્ધ હોય છે. આ દરેક હાડકાને મજબૂતી આપવા માટે શ્રેષ્ઠ છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી