મિત્રો તમે જોયું હશે કે લોકોની સ્કીન પર અથવા તો ચહેરા પર તલ અથવા તો મહ હોય છે. જે ઘણાને નથી ગમતા હોતા, જો તમારા ચહેરા પર અથવા તો ત્વચા પર અણગમતા તલ અને મહ છે અને તમે તેને દુર કરવા માંગો છો તો લસણનો આ ઉપાય તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. માટે આ લેખને અંત સુધી વાંચો.
ત્વચામાં મેલાનીનના વધુ પ્રમાણથી તલ અથવા મહનો વિકાસ થાય છે. તલ અને મહ જન્મથી પણ હોય શકે છે. જો કે તે મોટાભાગના મામલે કોઈ પણ પ્રકારનું નુકશાન નથી કરતા. પણ ઘણા લોકોને પોતાના ચહેરા અથવા ત્વચા પરના તલ કે મહ નથી ગમતા હોતા અને તેઓ તેને દુર કરવા માંગે છે. અહીં તમને તલ અને મહ દુર કરવાનો ઘરેલું ઈલાજ જણાવશું, જેમાં તમારે માત્ર એક લસણની જ જરૂરિયાત રહેશે.તલ અને મહ દુર કરવાના ઘરેલું ઉપાયો : શરીર માટે લસણ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. લસણનો ઉપયોગ કરવાથી ત્વચામાં મેલાનીનનું સ્તર ઓછું થાય છે. અને તલ તેમજ મહનો રંગ આછો થવા લાગે છે. અને તે ધીમે ધીમે દુર થઈ જાય છે. તલ અને મહ દુર કરવા માટે તમે માત્ર 1 લસણની મદદ લઈને ઘણી રીતે તેનો ઉપયોગ કરી શકો છો.
એક લસણની મદદથી તલ દુર કરવાનો ઉપાય :
ચહેરા પર રહેલ તલ તેમજ મહ દૂર કરવા માટે તમારે માત્ર 1 લસણ લેવાનું છે. હવે 4 થી 5 લસણની કળી ફોલીને તેને નાના ટુકડામાં સમારી લો. ત્યાર પછી લસણના આ ટુકડાને તલ તેમજ મહ પર લગાવીને પટ્ટી બાંધી લો. આ પટ્ટીને 4 થી 5 કલાક બાંધીને રાખો. ત્યાર પછી પટ્ટી કાઢીને પાણીથી ધોઈ નાખો. તલ અને મહ દૂર કરવા માટે આ ઉપાયને દિવસમાં ત્રણ વખત કરો.મહ દૂર કરવા માટે લસણ અને વિનેગરનો ઉપયોગ કરો : તલ તેમજ મહ દૂર કરવા માટે તમે સાધારણ કે સફરજનના વિનેગરમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા લસણની થોડી કળીઓ પીસીને પેસ્ટ બનાવી લો અને તેમાં વિનેગર મિક્સ કરી દો. હવે લસણ અને વિનેગરની આ પેસ્ટને તલ અથવા મહ પર લગાવીને 30 મિનીટ પછી પાણીથી ધોઈ નાખો.
તલ અને મહનો ઈલાજ – ડુંગળી અને લસણનો ઉપયોગ :
મહ તેમજ તલ દૂર કરવા માટે તમે ડુંગળી અને લસણને સારી રીતે પીસીને રસ કાઢી લો. આ બંને રસને મિક્સ કરીને સુતરાઉ કાપડની મદદથી તલ અથવા મહ પર 15 મિનીટ માટે લગાવી લો. ત્યાર પછી ચહેરાને અથવા ત્વચાને સાફ પાણીથી ધોઈ નાખો. તમે દિવસમાં બે વખત આ પ્રયોગ કરી શકો છો.કેસ્ટર ઓઈલ અને લસણ : તલ તેમજ મહનો ઘરેલું ઈલાજ કરવા માટે થોડા ટીપા કેસ્ટર ઓઈલ અને લસણની 2 થી 3 કળી લો. લસણની કળીઓને ઝીણી પીસીને પેસ્ટ બનાવી લો અને તેમાં કેસ્ટર ઓઈલ મિક્સ કરી દો. આ પેસ્ટને તલ અથવા મહ પર આખી રાત લગાવીને રાખો, અને સવારે પાણીથી ધોઈ નાખો.
આમ તમે લસણની કળીઓની મદદથી શરીર પરના અથવા તો ચહેરા પરના અણગમતા તલ કે મહને દુર કરવા માટે આ ઉપાયો અજમાવી શકો છો. તેમજ તેનાથી તમને ટૂંક સમયમાં ફાયદો પણ થઈ શકે છે. તેમજ લસણનું સેવન કરવું એ પણ તમારા માટે ખુબ જ લાભકારી છે. આથી લસણની મદદથી તલ તેમજ મહ દુર કરી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી