શરીરના સારા કામકાજ માટે જેવી રીતે પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નની જરૂરત હોય છે, ઠીક તેવી જ રીતે વિટામીન ની પણ હોય છે. વિટામીન અનેક પ્રકારના હોય છે અને તેમાં એક વિટામિન ઈ પણ છે. અને આ માનવ શરીર દ્વારા ઉપયોગ કરવામાં આવતા એકમાત્ર આલ્ફા ટોકોફેરોલ છે.
વિટામીન E નું મુખ્ય કામ એન્ટિઓક્સિડન્ટના રૂપમાં કાર્ય કરવાનું છે. આ કોશિકાઓને નુકસાન પહોંચાડતા ફ્રી રેડીકલ્સ ને સાફ કરે છે. ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે અને હૃદયની રક્તવાહિકાઓમાં લોહીના ગઠ્ઠા બનતા રોકે છે.વિટામીન E ની કમી થી તંત્રિકા અને માસપેશીઓને નુકસાન થઈ શકે છે જેનાથી તમારા હાથ અને પગ સુન્ન થઇ જવા, સુસ્તી અને થાક, માસપેશીઓમાં કમજોરી અને આંખ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. સૌથી મોટી વાત એ કે તમારો ઇમ્યુનિટી પાવર ઓછો થઈ શકે છે.
1) વિટામીન E ની કમીના લક્ષણો:- એક રિપોર્ટ પ્રમાણે શરીરમાં વિટામીન E ની કમી થી તમારી માસ પેશીઓમાં કમજોરી, હરવા ફરવામાં મુશ્કેલી, હાથ પગ સુન્ન થવા, આંખ સંબંધિત સમસ્યા અને ઇમ્યુનિટી સિસ્ટમ કમજોર થવી એટલે કે વારંવાર બીમાર પડી જવું વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જેનાથી જાણવા મળે છે કે તમારા શરીરમાં આ જરૂરી પોષક તત્વોની કમી થઈ ગઈ છે.2) વિટામિન ઈ ની કમી થી થતા ગંભીર રોગ:- સ્વસ્થ લોકોમાં વિટામિન E ની કમી ખૂબ જ ઓછી થાય છે. આ લગભગ હંમેશા કેટલીક બીમારીઓથી જોડાયેલી હોય છે. જેમાં ચરબી સારી રીતે નથી પચતી કે અવશોષિત નથી થતી. તેની ઉણપ તમને ક્રોહન રોગ, સિસ્ટિક ફાઇબ્રોસિસ અને કેટલાક દુર્લભ આનુવંશિક રોગો જેવા કે એબેટાલિપોપ્રોટીનેમિયા વગેરેનું જોખમ રહે છે.
3) દરરોજનું કેટલું વિટામીન ઈ જરૂરી?:- એક અભ્યાસ પ્રમાણે 14 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના પુરુષો અને મહિલાઓને દરરોજ 15 મિલિગ્રામ વિટામીન E જરૂરી હોય છે. સ્તનપાન કરાવતી મહિલાઓને દરરોજ 19 મિલિગ્રામ થી થોડી વધુ માત્રામાં જરૂરિયાત હોય છે.4) વિટામીન E ના મુખ્ય સ્ત્રોત:- ઘઉંના બીજનું તેલ, સૂરજમુખી, કુસુમ અને સોયાબીન તેલ, સરસવના બીજ, બદામ, મગફળી, મગફળીનું માખણ, બીટનું શાક, કોલાર્ડનું શાક, પાલક, કોળુ, લાલ ભોલર મરચું, શતાવરી, કેરી અને એવોકાડો.
5) શરીરમાં વિટામીન E ની કમી ના કારણો:- શરીરમાં વિટામીન E ની કમીનું સૌથી મોટું કારણ વિટામીન E વાળા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું છે. તેના સિવાય આ આનુવંશિક સમસ્યા છે. જો તમારા પરિવારમાં કોઈને આ સમસ્યા થઈ હોય તો સંભવ છે કે તમને પણ થાય. ક્રોનિક સ્વાદુપિંડનો સોજો, સિલિએક ડિસીઝ, કોલેસ્ટેટિક લિવર ડિસીઝ, સિસ્ટિક ફાઇબ્રોસિસ વગેરે જેવી સમસ્યાઓ પણ તેનું કારણ બની શકે છે.6) ડોક્ટર ને ક્યારે દેખાડવું:- જો તમારા પરિવારમાં કોઈને આ સમસ્યા નથી પરંતુ તો પણ તમને આના લક્ષણોનો અહેસાસ થઈ રહ્યો હોય તો તમારે તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. લોહીમાં વિટામીન E નું લેવલ ઓછું હોવું એવો સંકેત આપી રહ્યો છે કે તમે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત છો.
7) આ વાતનું રાખો ધ્યાન:- વિટામીન E ના માટે સપ્લીમેન્ટ લેતા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે તેનું વધુ સેવન કરવાથી બીજી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવાનું જોખમ રહે છે. વધારે સેવન થી રક્તસ્ત્રાવ, માસ પેશીઓમાં દુખાવો, ઝાડા અને ઉલટી થઈ શકે છે. રક્તસ્ત્રાવથી સ્ટ્રોક અને સમય કરતાં પહેલાં મૃત્યુનું જોખમ વધી જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી