આપણા શરીરમાં અનેક વિટામીનની હાજરી હોય છે. અને તેમાંથી જો એક પણ વિટામીનની કમી દેખાય તો તમારા શરીર પર તરત જ અસર થાય છે. આવું એક વિટામીન છે બી12 જેની ઉણપથી તમારું સ્વાસ્થ્ય ઘણી હદ સુધી બગડી શકે છે. આથી જો તમારા શરીરમાં અમુક લક્ષણ દેખાય તો સમજી લેવું જોઈએ કે તમારા શરીરમાં વિટામીન બી12 ની કમી થઇ રહી છે. આથી તમારે સાવધાન થવાની જરૂર છે.
આપણી ઓવરઓલ હેલ્થને મેંટેન રાખવા માટે વિટામીન્સ અને મિનરલ્સ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બધા જ પોષકતત્વોમાંથી વિટામિન બી12ને ખૂબ જ વધારે જરૂરી ગણવામાં આવે છે. તે માત્ર લાલ રક્ત કોશિકાઓ અને ડીએનએના નિર્માણમાં જ નહીં પરંતુ આપણી નર્વસ સિસ્ટમને પણ સપોર્ટ કરે છે અને બ્રેન હેલ્થને બુસ્ટ કરે છે. આ જ કારણ છે કે, શરીરમાં વિટામિન બી12 ની ઉણપ થાય ત્યારે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત વિટામિન બી12 ની ઉણપના લક્ષણોને બીજી બીમારી સાથી જોડીને જોવામાં આવે છે. એવામાં તમારે પોતાની તપાસ કરાવવી જોઈએ.1) માથાનો દુખાવો:- શરીરમાં વિટામિન બી12 ની ઉણપ કે અપર્યાપ્તતા ન્યૂરોલોજિકલ કાર્યોને પ્રભાવિત અને બાધિત કરી શકે છે. પોષકતત્વો નર્વસ સિસ્ટમને સપોર્ટ કરે છે અને બ્રેન હેલ્થને બુસ્ટ કરે છે. તે જ કારણ છે કે જો શરીરમાં તેની ઉણપ થાય તો તેનાથી માથાના દુખાવા સહિત ન્યૂરોલોજિકલ લક્ષણો દેખાવા લાગે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત 2020ની એક સ્ટડીમાં જોવા મળ્યું છે કે, કિશોરાવસ્થામાં માથાનો દુખાવો વિટામિન બી12ની ઉણપનું સૌથી સામાન્ય લક્ષણ છે. 2019માં પ્રકાશિત બીજી એક સ્ટડીમાં તે જાણવા મળ્યું કે, હાઇ વિટામિન બી12 લેવલ વાળા લોકોમાં તેની ઉણપ વાળા લોકોની તુલનાએ માઈગ્રેનનું જોખમ ખૂબ ઓછું હતું.
2) કંફ્યૂઝન અને ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા:- શરીરમાં વિટામિન ડીનું લેવલ ઓછું થાય ત્યારે ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાની સાથે જ કંફ્યૂઝન પણ થાય છે. ઘણી રિસર્ચ મુજબ, વિટામિન બી12ની ઉણપને કારણે મેમોરી પર તેની ઘણી ખરાબ અસર પડે છે. એવું એ માટે થાય છે કારણ કે, વિટામિન બી12 બ્રેન હેલ્થ અને નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. એવામાં તેની ઉણપથી વ્યક્તિને કન્ફ્યુઝન અને ભૂલવાની બીમારીનો સામનો કરવો પડે છે. 3) થાક:- સ્વસ્થ લાલ રક્તકેશિકાઓના નિર્માણ માટે વિટામિન બી12 જરૂરી છે. તે જ કારણ છે કે જ્યારે તમારા શરીરમાં આ મહત્વપૂર્ણ પોષકતત્વનું લેવલ ઓછું થાય છે ત્યારે મેગાલોબ્લાસ્ટિક એનીમિયાની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા એક બ્લડ ડીસઓર્ડર છે જેનાથી તમારું શરીર અસામાન્ય રૂપથી મોટી લાલ રક્તકેશિકાઓનું ઉત્પાદન શરૂ કરી દે છે. આ સ્થિતિના સૌથી સામાન્ય લક્ષણો માંથી એક છે થાક, ખૂબ વધારે થાક લાગવો કે રોજબરોજના કાર્યો ન કરી શકવા.
4) હાથ પગમાં ખાલી ચડી જવી:- હાથ-પગમાં ચડતી ખાલીનું મુખ્ય કારણ છે શરીરમાં વિટામિન બી12 ની ઉણપ. આ વિટામિનની ઉણપથી હાથ, બાજુ, પગ, તળિયામાં બળતરા, ખાલી ચડાવી વગેરે અનુભવ થઈ શકે છે.
5) સ્કીનનું પીળું પડી જવું:- વિટામિન બી12ની ઉણપથી એનીમિયાની સમસ્યા થઈ શકે છે. જેને કોબાલામીનની ઉણપના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ સ્થિતિમાં શરીર પર્યાપ્ત માત્રામાં લાલ રક્ત કેશિકાઓનું નિર્માણ કરી શકતું નથી. જેના કારણે સ્કીનના કલર પર તેની અસર પડી શકે છે. તેના કારણે તમારી સ્કીનનો કલર હળવો પીળો થવા લાગે છે.6) મોંમા અલ્સર:- શું તમે ગ્લોસાઈટિસ વિશે સાંભળ્યુ છે? જો નહીં તો, તે એક એવી સ્થિતિ છે જેમાં મોં અને જીભમાં સોજો થવા લાગે છે. આવું વિટામિન બી12ની ઉણપને કારણે થાય છે. વિટામિન બી12ની ઉણપથી મેગાલોબ્લાસ્ટિક એનીમિયા થાય છે. જે ગ્લોસિટીસથી પણ જોડાયેલ છે. આ સ્થિતિમાં જીભ ખૂબ વધારે લાલ થઈ જાય છે અને તેમાં દુખાવો થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી