આપણા હાડકા અને દાંતોની મજબૂતી માટે કેલ્શિયમ અતિ આવશ્યક હોય છે.જો તમે દિવસભર તમારી કેલ્શિયમની ઉણપને પૂરી ન કરો, તો તે તમારા હાડકાંને નબળા બનાવી શકે છે. તેથી શરીરમાં તેની પર્યાપ્ત માત્રા ને સુનિશ્ચિત કરવી જરૂરી હોય છે. એક્સપર્ટ જણાવે છે કે સૌથી વધારે કેલ્શિયમ ડેરી ખાદ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં, જો તમે શાકાહારી છો અને કોઈપણ પ્રકારની ડેરી પ્રોડક્ટનું સેવન કરવાનું ટાળો છો, તો તમને પૂરતું કેલ્શિયમ મળવું મુશ્કેલ થઈ શકે છે. મોટાભાગે કેલ્શિયમની ઉણપ માત્ર શાકાહારી લોકોમાં જ જોવા મળે છે.
કેટલા પ્રમાણમાં કેલ્શિયમની જરૂરીયાત હોય છે?:- તમારે કેટલા કેલ્શિયમની જરૂર હોય છે એ તમારી ઉંમર અને જેન્ડર પર નિર્ભર કરે છે. 19 થી 50 વર્ષના પુખ્ત વ્યક્તિઓને દરરોજ 2500 મિલીગ્રામ કેલ્શિયમની આવશ્યકતા હોય છે. 51 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે આ સીમા દરરોજ 2000 મિલિગ્રામ હોય છે.ન્યુટ્રીશીયન જણાવે છે કે તમારે પર્યાપ્ત કેલ્શિયમ પ્રાપ્ત કરવા માટે દૂધ પીવાની જરૂરત નથી અને તમારે પૂરક આહારની લેવાની પણ જરૂર નથી. દૂધ કે અન્ય પશુ ઉત્પાદકો માંથી કેલ્શિયમની તુલનામાં છોડના સ્ત્રોતોમાંથી કેલ્શિયમ તમારા માટે શ્રેષ્ઠ બની શકે છે. કારણ કે પશુ પ્રોટીન તમારા હાડકામાંથી કેલ્શિયમને લીક કરે છે.
કેલ્શિયમની ઉણપથી શું થાય છે?:- જો તમને પર્યાપ્ત કેલ્શિયમ ન મળતું હોય તો તમારે નબળા હાડકા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના સિવાય બાળકો તેમની સંપૂર્ણ સંભવિત પુખ્ત ઉંચાઈ સુધી પહોંચી શકતા નથી. તેવી જ રીતે પુખ્ત વ્યક્તિઓમાં હાડકાના દ્રવ્યમાન ઓછું થઈ શકે છે, જે ઓસ્ટીયોપોરોસિસ માટે જોખમી પરિબળ છે.
શાકાહારી કેલ્શિયમ માટે આ વસ્તુઓનું કરો સેવન:-
1) અમરનાથના પાન:- એક રિપોર્ટ પ્રમાણે હાડકાને મજબૂત બનાવવા માટે અમરનાથના પાનનું સેવન તમારા માટે ફાયદાકારક બની શકે છે. આમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે હાડકાના નિર્માણથી લઈને તેના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે.
2) અજમા:- એક્સપર્ટ શાકાહારી લોકોને અજમો ખાવાની સલાહ આપે છ. અજમામાં વિટામીન અને ખનીજો જેમ કે, નિયાસીન, થાયમીન, સોડિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમ સમૃદ્ધ પ્રમાણમાં હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.3) મેથીના પાન:- મેથીના પાનમાં 176 મિલીગ્રામ સુધી કેલ્શિયમનું પ્રમાણ હાજર હોય છે. મેથી કેલ્શિયમ સિવાય મેગ્નેશિયમ અને વિટામિન ડી નો એક સમૃદ્ધ સ્ત્રોત છે. જે હાડકાના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.આ હાડકાને મજબૂત બનાવે છે.
4) તલ:- એક્સપર્ટ જણાવે છે કે જો તમે ડેરી ઉત્પાદનોનું સેવન ન કરતા હોય તો તમે કાળા અને સફેદ તલનું સેવન કરી શકો છો. 100 ગ્રામ તલમાં લગભગ 975 મિલિગ્રામ સુધી કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે.5) રાગી છે કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત:- હાડકાના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તેની મજબૂતી આપવા અને હાડકાને તૂટવાના જોખમને ઘટાડવા માટે રાગીનું સેવન ફાયદાકારક હોય છે. આવી સ્થિતિમાં કેલ્શિયમની ઉણપથી બચવા માટે કેલ્શિયમ યુક્ત ડાયટમાં રાગીને સામેલ કરવાનો એક સારો વિકલ્પ હોઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી